________________
૨૦]
[संपादकीय
ઉપકારસ્મરણ:
મારી સંયમસાધના અને શ્રુતપાસનામાં સહાયક બનનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. વિશેષમાં આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં પરમપૂજ્ય પરમોપકારી રામચંદ્રભદ્રકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજય મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત થયેલ છે તથા તેઓશ્રીના ગુરુબંધુવર્ય વર્ધમાનતપોનિધિ પરમપૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજય મહારાજની શુભ પ્રેરણાથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ નેમિનાથનગર-નવાડીસા શ્રાવિકા સંઘની બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી લીધેલ હોવાથી આ ગ્રંથ પ્રકાશનના સુઅવસરે કૃતજ્ઞભાવે તેમનું સ્મરણ કરું છું તથા આ ગ્રંથના નવીન સંસ્કરણના સંપાદન કાર્ય માટે જિતુભાઈએ મને શ્રુતભક્તિનો જે લાભ આપ્યો તે બદલ તેમની ઋણી છું.
આ “વિવેકમંજરી' ગ્રંથનું નવીનસંસ્કરણ પરમપૂજય, પરમોપકારી, પરમશ્રતોપાસક, આગમસંશોધક, શ્રુતસ્થવિર, પ્રવર્તક શ્રીજંબૂવિજય મહારાજની પુણ્યસ્મૃતિને સાદર અર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પણ ઘણો પરિશ્રમ કરીને યથાશક્ય ગ્રંથ સુવાચ્ય અને શુદ્ધિકરણપૂર્વકનો તૈયાર થાય તે બદલ પૂરતો પ્રયત્ન કરેલ છે. આમ છતાં અનાભોગથી કે દષ્ટિદોષના કારણે કે મુદ્રણાદિ દોષના કારણે જે કોઈ ક્ષતિઓ રહેલ હોય તે વિદ્વજનો સુધારીને વાંચે અને તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
પ્રાંત અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે અરિહંતાદિ ચારના શરણોનો સ્વીકાર કરીને, મહાપુરુષોના જીવનમાં રહેલા ગુણોની અનુમોદના-સંસ્તવના કરીને સ્વદુષ્કતોની ગહ કરીને જેમ પૂર્વના મહાપુરુષોએ આત્મહિત સાધ્યું તેમ આપણે પણ આત્મહિત સાધવા કટિબદ્ધ બની બાર ભાવનાઓથી ભાવિત બની સમાધિને આત્મસાત કરી અપૂર્વકરણ, ક્ષપકશ્રેણિ, કેવલજ્ઞાનને પામી યોગનિરોધ દ્વારા સર્વ કર્મનો ક્ષય કરીને આપણે સૌ કોઈ ભવ્યાત્માઓ સાદિ અનંતકાળ સુધી શાશ્વત સુખમાં હાલીએ એ જ શુભકામના !! એફ-૨, જેઠાભાઈ પાર્ક,
સાધ્વી ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર સુદ-૧૩, વિ.સં. ૨૦૬૬ રવિવાર, તા. ૨૯-૩-૨૦૧૦