________________
संपादकीय ]
[ o
કાંઉસમાં આપેલ છે. તેમજ પરિશિષ્ટો - ૯ નવા તૈયાર કરેલ છે. પૂર્વ આવૃત્તિમાં આપેલ પંડિતશ્રીની સંસ્કૃત પ્રસ્તાવના પણ આમાં આપેલ છે.
આ ગ્રંથના પહેલા પદ્યમાં મહાવીરસ્વામીને વંદન કર્યા છે, પછી વિવેકનો મહિમા સમજાવ્યો છે અને તેના કારણરૂપ મનની શુદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. આ શુદ્ધિના ચાર કારણો જણાવી તેમનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે એ ચાર કારણો આ મુજબ છે :
(૧) ચાર શરણોની પ્રતિપ્રતિ, (૨) ગુણોની અનુમોદના, (૩) દુષ્કર્મોની-પાપોની નિંદા અને (૪) બાર ભાવનાઓ.
તીર્થંકર, સિદ્ધ, સાધુ અને ધર્મ - આ ચારેને મંગલ કહીને તેમનું શરણું લેવા કહ્યું છે. વર્તમાન ચોવીસીનાં નામ આપી તેમને તથા અતીત ચોવીસી વગેરેના તીર્થંકરોને નમસ્કાર કર્યા છે. પ્રારંભની સાત ગાથાઓમાંથી છ ગાથાઓ તીર્થંકરોની સ્તુતિપરક છે. પ્રસંગોપાત્ત દૃષ્ટાંતોનો પણ નિર્દેશ કર્યો છે. ગાથા-૫૦-૫૩માં ભિન્ન ભિન્ન મુનિઓનાં તથા ગાથા-૫૬-૫૮માં સીતા વગેરે સતીઓનાં નામ આવે છે.
આ ગ્રંથ ઉપર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત બાલચન્દ્રસૂરિ મહારાજની વૃત્તિ છે તેની વિ.સં.૧૩૨૨માં લખાયેલી હસ્તલિખિત પ્રતિ છે. મૂળમાં સૂચિત દૃષ્ટાંતોના સ્પષ્ટીકરણ માટે સંસ્કૃત શ્લોકોમાં નાની-મોટી કથાઓ વૃત્તિમાં આપવામાં આવેલ છે. જેમ કે - બાહુબલિની કથા - ‘ભરતભૂષણ’ નામના ચાર સર્ગોવાળા મહાકાવ્યના રૂપમાં, સનત્કુમારની કથા, સ્થૂલભદ્રની કથા, શાલિભદ્રની કથા, વજસ્વામીની કથા, અભયકુમા૨ની કથા - ચાર પ્રકારની બુદ્ધિ ઉપર લખાયેલ એક એક પ્રકાશના રૂપમાં, સીતાદેવીની કથા - ‘સીતારિત’ નામે ચાર સર્ગોવાળા મહાકાવ્યના રૂપમાં, દવદન્તીની કથા - ‘દમયંતી લલિત’ નામના ચાર સર્ગોમાં, વિલાસવતીની કથા, અંજનાસુંદરીની કથા, નર્મદાસુંદરીની કથા, કલાવતીની કથા, ઋષિદત્તાની કથા, મૃગાવતીની કથા વગેરે કુલ-૪૩ કથાઓ આ ‘વિવેકમંજરી’માં સંસ્કૃત પદ્યોમાં આપેલ છે. કથાઓનો અકારાદિક્રમ પરિશિષ્ટ-૬ માં આપેલ છે તે જોવાથી અને ગ્રંથની વિષયાનુક્રમણિકા વાંચવાથી પણ ખ્યાલ આવી શકશે.
પ્રસ્તુત પુસ્તકાકારે વિવેકમંજરી ભાગ-૧માં ચતુઃશરણપ્રતિપત્તિદ્વારનું વર્ણન તથા ગુણાનુમોદનાદ્વા૨માં મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન આપવામાં આવેલ છે. ત્યાર પછી વિવેકમંજરી ભાગ-૨માં મહાસતીઓના ચરિત્રોનું વર્ણન, દુષ્કૃતગર્હાદ્વારનું વર્ણન અને ભાવનાદ્વારનું વર્ણન આપવામાં આવેલ છે.