________________
[ ૨૭
संपादकीय ]
પૂ.દેવેન્દ્રસૂરિ મહારાજે જિનપ્રાસાદો જ્યાં પુષ્કળ હતા એવી મંડલી (માંડલ) નામની નગરીમાં મહાવીર ચૈત્યની પ્રતિષ્ઠા કરી. તેમના પૂ.આ.શ્રી ભદ્રેશ્વરસૂરિ મ. થયા અને તેમના પૂ.આ.શ્રી અભયદેવસૂરિ મ. થયા. જેમનું ધર્મોપદેશામૃત પીને આસડે પોતાની વિવેકમંજરી અને ઉપદેશકંદલી રચી. તેમના શિષ્ય પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ષગ્દર્શનો અને સાહિત્યમાં નિષ્ણાત થયા; અને તેમના શિષ્ય બાલચંદ્રસૂરિ (પોતે) થયા.
સમરાદિત્યસંક્ષેપાદિના કર્તા અને અનેક ગ્રંથોના સંશોધક પ્રસિદ્ધ પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજને પદપ્રતિષ્ઠા પ્રાપ્તિ આ સુકવિ પૂ.બાલચંદ્રસૂરિ મહારાજ દ્વારા
થઈ હતી.
આ. પૂ.આ.શ્રી બાલચંદ્રસૂરિ મહારાજે કુણાવજાયુધ એ નામનું પંચાંકી નાટક રચ્યું. તે વીરધવલના મંત્રી વસ્તુપાલની આજ્ઞાથી શત્રુંજયમંડન પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માના ઉત્સવમાં ભજવાયું હતું તે પરથી જણાય છે કે તે મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા (સં.૧૨૭૭) ત્યારે રચ્યું. તેમાં વજાયુધ ચક્રવર્તીએ પોતાના પ્રાણના ભોગે પણ પારેવાનું રક્ષણ કર્યું તે પ્રસિદ્ધ વસ્તુને અવલંબીને આ નાટક રચાયેલું છે. પોતાના સમકાલીન મહાકવિ ‘આસડે’ રચેલા ગ્રંથો નામે વિવેકમંજરી અને ઉપદેશકંદલી ઉપર ટીકાઓ તેમણે રચી. તેમાંની આ ‘વિવેકમંજરી' ટીકા સં.૧૨૪(૭)૮માં રચી કે જે નાગેદ્રગચ્છના પૂ.આ.શ્રી વિજયસેનસૂરિ મહારાજે અને બૃહદ્ગચ્છના પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે શોધી તથા તેમાં દેવાનંદગચ્છના પૂ.આ.શ્રી કનકપ્રભસૂરિ શિષ્ય પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે સહાય કરી; અને ‘ઉપદેશકંદલી’ પર વૃત્તિ રચી કે જેની તાડપત્રની સં.૧૨૯૬ની પ્રત પાટણના ભંડારમાં છે. આ ઉપરાંત તેમણે ‘વસંતવિલાસ' નામનું મહાકાવ્ય બનાવ્યું છે. તેમાં કીર્તિકૌમુદીની પેઠે વસ્તુપાલનાં પરાક્રમો વર્ણવેલાં છે. વસ્તુપાલ સોમશર્મા અને હરહરાદિ કવિઓથી વસંતપાલ કહેવાતો હતો. તેથી તે નામ પરથી કાવ્યનું નામ ‘વસંતવિલાસ’ રાખ્યું છે. આમાં વસ્તુપાલના મૃત્યુનો ઉલ્લેખ હોવાથી તે મૃત્યુ સંવત-૧૨૯૬ પછી અને તે વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહના વિનોદ માટે રચાયું. તેથી તે ગ્રંથનો રચના સમય વિક્રમના તેરમા સૈકાની આખરનો અથવા ચૌદમા સૈકાની શરૂઆતના આશરાનો છે. મંત્રીશ્વર વસ્તુપાલે પણ બહુ પ્રબંધ ક૨ના૨
१. बहुप्रबन्धकर्तुः श्रीबालचन्द्रस्य का स्तुतिः । मन्त्री वस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥
[પ્રદ્યુમ્નસૂરિષ્કૃત સમરાદિત્યસંક્ષેપ સં.૧૩૨૪]