Book Title: Visheshavashyaka Mahabhashya Sswopagnya Tikanu Astitva
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ આજના લેખનું મંગળવરૂપ શીર્ષક વાંચીને માત્ર જૈન જગત જ નહિ, કિન્તુ વિશેષાવશ્યકમહાભાષ્ય ગ્રંથનું ગૌરવ સમજનાર જૈનેતર જગત પણ આનંદમગ્ન થશે, એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આજ પર્યત ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક મહાભાષ્ય ઉપરની સ્વોપજ્ઞ ટીકા નષ્ટ થયાની જ માન્યતા પ્રચલિત હતી, પરંતુ તપાસને પરિણામે એ ગ્રંથની પજ્ઞ ટીકા વિદ્યમાન છે અને એને જોવા આપણે સૌ નસીબદાર છીએ એની પ્રસ્તુત લેખથી દરેકને ખાતરી થશે. સાથે સાથે એ જાણીને દરેકને દિલગીરી પણ થશે કે, પ્રરતુત ટીકાને છઠ્ઠા ગણધરની વક્તવ્યતા સુધી પહોંચાડીને ભગવાન શ્રી જિનભદ્રગણિ સ્વર્ગવાસી થઈ ગયા છે; છતાંય આપણું પરમ સૌભાગ્ય છે કે એ અપૂર્ણ ટીકાને શ્રીકટ્ટાર્યવાદિ ગણિ મહત્તર મહારાજે પૂર્ણ કરી છે. પ્રસ્તુત વોપજ્ઞ ટીકાની શરૂઆતમાં શ્રી ક્ષમાશ્રમણ ભગવાને મંગલાચરણ કે અવતરણ આદિ જેવો કશેય ઉલ્લેખ કર્યો નથી તેમ જ તેઓશ્રી પોતાની ટીકાને રચતાં એકાએક સ્વર્ગવાસી થયેલ હોવાથી પ્રશસ્તિ કે પુષ્પિકા જેવો ઉલ્લેખ પણ આપણને મળી શકે તેમ નથી. અતુ. સૌપહેલાં આપણે ક્ષમાશ્રમણકૃત પણ ટીકાનો પ્રારંભ અંશ જોઈએ. હૂં | ૐ નમો વીતરાય છે कयपवयप्पणामो वुच्छ चरणगुणसंगहं सयल आवस्सयाणुओगं गुरूवएसाणुसारेण ॥ १ ॥ प्रोच्यन्ते ह्यनेन जीवादयः अस्मिन्निति वा प्रवचनम् । अथवा प्रगतं प्रधानं शस्तमादौ वा वचनं द्वादशांगम् । अथवा प्रवक्तीति प्रवचनम् । तदुपयोगानन्यत्वाद्वा संघः प्रवचनम् । प्रणमनं प्रणामः पूजेत्यर्थः, कृत: प्रवचनप्रणामोऽनेन कृतप्रवचनप्रणामः । 'वोच्छं' वक्ष्ये । चर्यते तदिति चरणं चारित्रम् गुणाः मूलोत्तरगुणाः चरणगुणाः । अथवा चरणं चारित्रम् गुणग्रहणात् सम्यग्दर्शनज्ञाने । तेषां संग्रहणं संग्रहः । सह कलाभिः सकल: संपूर्ण इत्यर्थः । अस्ति ह्यतद् देशगृहीतत्वाद् वे(वि)कलोऽपि संग्रहः, अयं तु समस्तग्राहित्वात् सकलः । कथम् ? सामायिके एव द्वादशांगार्थपरिसमाप्तेः । वक्ष्यते च-“ सामाइयं तु तिविहं सम्म सुयं तहा चरित्तं च।" इत्यादि । किं च सम्यग्दर्शनादित्रयेण न संगृहीतम् ? अतः सकल इति। तम् चरणगुणसंगहं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6