Book Title: Visheshavashyaka Mahabhashya Sswopagnya Tikanu Astitva
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ ૧૩૪ ] જ્ઞાનાંજલિ કાર શબ્દનો અર્થ સામાન્ય રીતે આવશ્યકસૂત્ર આદિ ઉપર ટીકા કરનાર આચાર્યો જ' સમજવાનો છે. શ્રીમાન કોસ્થાચાર્યે પણ પોતાની ટીકામાં જે ટીકા, કૂતરી, સાવરથમૂત્રટીવા વગેરે ઉલ્લેખ કર્યા છે એ બધાય આવશ્યકસૂત્રનિર્યુક્તિ ઉપરની હારિભદ્રીયા ટીકા, યૂર્ણિ આદિને લક્ષીને જ છે એમ માનવું જોઈએ. ક્ષમાશ્રમણ-મહત્તરીયા ટીકા પ્રસ્તુત ઉપલબ્ધ ક્ષમાશ્રમણપ્રારબ્ધ અને કટ્ટાર્યવાદિગણિમહત્તર પૂર્ણ કરેલી ટીકાને આપણે લભાશ્રમણ-મહત્તરીયા ટીકા તરીકે ઓળખવી એ વધારે સગવડ ભરેલી વસ્તુ છે. ભાષ્યગાથાની સંખ્યાના મુકાબલે પ્રસ્તુત ટીકાને અર્ધા કરતાં કાંઈક વધારે પૂર્વભાગ શ્રી ક્ષમાશ્રમણ ભગવાને રચેલે છે અને તે પછીનો સમગ્ર ઉત્તરભાગ શ્રી મહારશ્રીન છે. ક્ષમાશ્રમણથીની ટીકાનું સ્વરૂપ સંક્ષિપ્ત હોઈ તેમની પૂર્વ અંશની ટીકા લગભગ ૪૫૦૦ શ્લેક જેટલી છે, જયારે મહત્તરશ્રીની ટીકા સહજ વિસ્તાર પામતી હોઈ પછીને અંશ લગભગ ૫૭૫૦ શ્લેક જેટલું છે; એકંદર ટીકાનું પ્રમાણ અનુમાન ૧૦૨૫૦ શ્લોક જેટલું છે; છેવટે દસ હજારથી તો ઓછું નથી જ. પ્રસ્તુત ટીકાને કોટ્ટાર્ય ભગવાને લઘુત્તિ તરીકે ઓળખાવી છે એથી આપણને એવી લાલચ સહેજે જ થાય તેમ છે કે તેમણે પ્રસ્તુત લઘુવૃત્તિ અને બૃહત્તિ એમ બે વૃત્તિઓ રચી હશે અને પ્રસ્તુત લઘુવૃત્તિ અને મુદ્રિત કેટયાચાર્યની વૃત્તિના પ્રણેતાના નામમાં અમુક સામ્ય જોતાં તેવી કલ્પના ઊઠવી એ સ્વાભાવિક વસ્તુ પણ છે; પરંતુ ટીકાનું અવલોકન કરતાં આપણો એ ભ્રમ ભાંગી જ જાય છે અને સ્પષ્ટ રીતે લાગે છે કે બન્નેય ટીકાકાર એટલે કે ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા કેટ્ટાર્ય મહારાજ અને મુદ્રિત ટીકાના પ્રણેતા કોટવાચાર્ય બનેય આચાર્ય એક નથી પણ જુદા છે. એનાં કારણો અનેક છે: - ૧. પહેલું કારણ તો એ કે, બન્નયના નામ, ઉપાધિ વગેરેમાં ભેદ છે. ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા આચાર્યનું નામ કેટ્ટાર્ય છે અને તેમણે પોતાને માટે “વાદિગણિમહત્તર એવું વિશેષણ આપ્યું છે, જયારે મુદ્રિત ટીકામાં માત્ર અંતની અતિસંક્ષિપ્ત પુપિકામાં માત્ર રૂતિ ટચવાર્યતા દીવા સમાજોતિ એટલું જ જણાવ્યું છે. જે બનેયના પ્રણેતા આચાર્ય એક જ હોત તો મોટી જણાતી કક્ષાચાર્યાય ટીકામાં આવી અતિસંક્ષિપ્ત, સાદી-વિશેષણ વિનાની પુપિકા ન જ હોત. - ૨. બીજું કારણ એ છે કે, મુદ્રિત કેટયાચાયય ટીકામાં ટીવા, મૂનટી), મૂતાવરવાડ, જાવ, ઉનનમાર્યgs: આદિ જે ઉલ્લેખો છે તે પૈકીનો એક પણ ઉલ્લેખ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં નથી, તેમ જ પત્ર ૨૨૪, ૯૩૪ આદિમાં જે ભાગ્યના પાઠભેદની નોંધ છે તે પણ ક્ષમા મહ૦ ટીકામાં નથી. ૩. આ ઉપરાંત ભલધારી આચાર્યો પત્ર ૨૭૩ માં જે તુ “સો gf સવગઢ જેથvi' इत्यादिगाथायां " स पुनरक्षरलाभ :" इति व्याचक्षते, इदं चानेकदोषान्वितत्वात् जिनभद्रगणिસમrશ્રમUTUાટીભાઇ વાનાવસંતમે નક્ષr: એ પ્રમાણે જે અન્યના મતની સમાલે કરીને એને અસંગત જણાવેલ છે, એ પાઠ મુકિત કેટયાચાર્યાય ટીકા પત્ર ૧૮૬ માં છે, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકામાં નથી. આ અને આ સિવાયનાં બીજાં ઘણાં એવાં કારણો છે કે જેથી બનેય ટીકાના પ્રણેતા આચાર્યો જુદી જુદી વ્યક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6