Book Title: Virgatha Gora Badal Padam ni Katha Chaupai
Author(s): Jinvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ એવા અજૈનો પણ એમને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હમેશાં આદર કરતા રહેતા હતા. નગર અને દેશ ઉપર શાસન ચલાવતા રાજાઓ વગેરે પણ એમનાં ઉપદેશ અને સલાહ-સૂચનનો લાભ લેતા રહેતા હતા. ઉપર સૂચવવામાં આવ્યું છે તે પ્રમાણે જનસમૂહની સાંસ્કારિક તેમ જ સામાજિક ઉન્નતિમાં આ વિદ્વાનોએ જેવો ફાળો આપ્યો છે, એવો જ ફાળો એમણે દેશની સાહિત્યિક સમૃદ્ધિને વધારવામાં આપ્યો છે. આ વિદ્વાનોએ, ઉપર સૂચવ્યા તેવા, જુદા જુદા વિષયને લગતા હજારો ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખ્યા છે, જે ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતા જાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા ઉપરાંત પ્રાચીન રાજસ્થાની, ગુજરાતી વગેરે જેવી દેશ્ય ભાષાઓની સમૃદ્ધિને વધારવા માટે આ વિદ્વાનોએ આ દેશ્ય ભાષાઓમાં અસંખ્ય ગ્રંથોની રચના કરી છે. દેશ્ય ભાષાઓની આ રચનાઓમાં. મુખ્યત્વે, સામાન્ય જનસમૂહને સંભળાવવાની દૃષ્ટિએ કથા-વાર્તા જેવા લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યનું વિવિધરૂપે એમણે સર્જન કર્યું છે. ભાષાવિકાસ અને વિચારપ્રકાશની દષ્ટિએ, જેન યતિઓએ સર્જેલું આ દેશ્યભાષા-સાહિત્ય પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ યતિઓએ દેશ્ય ભાષામાં કેવળ પોતાના સંપ્રદાયને લગતી પ્રાચીન કથા-વાર્તાઓને જ ઉતારી છે એવું નથી; એમણે તો દેશના સમગ્ર જનસમૂહમાં પ્રચલિત લોકકથાઓ તથા ઐતિહાસિક પ્રબંધોનું પણ દેશ્ય ભાષામાં એવું જ વિશિષ્ટ અવતરણ, ભાષાંતર કે આલેખન કરીને પોતાની કવિત્વશક્તિનાં ખીલેલાં પુષ્પોથી માતૃભાષાસ્વરૂપ સરસ્વતી માતાની ચરણપૂજા કરી છે. હેમરત્નકૃત ચોપાઈ અહીંયાં આવા જ એક યતિજી દ્વારા પ્રાચીન રાજસ્થાની ભાષામાં, અથવા જેને અમારા કેટલાક વિદ્વાન મિત્રો મારુ-ગૂર્જર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે તે ભાવોમાં, રચવામાં આવેલી ભારતના ઈતિહાસની ખૂબ કરુણ છતાં અત્યંત ગૌરવશાળી કથારૂપ વીરગાથાનો કંઈક પરિચય આપવામાં આવે છે. આ કથાકાવ્યનું નામ “ગોરા-બાદલ-પદમની-કથા-ચૌપાઈ”—-અપરનામ “ગોરા-બાદલ-ચરિત્ર” છે. એના કર્તા યતિ હેમરત્ન નામે કવિ છે. આ કાવ્યમાં ચિત્તોડની જગપ્રસિદ્ધ પદ્મિનીની આખી કથા વર્ણવવામાં આવી છે. પશ્ચિનીની કથાની લોકપ્રિયતાનાં કારણ - ચિત્તોડની રાણી પવિની કે પદ્માવતી ભારતીય લોકમાનસમાં એક વિશિષ્ટ વીરાંગના કે સતી નારી રૂપે સનાતન સ્થાન પામી ચૂકી છે. એ રામાયણની સતી સીતા અને મહાભારતની દ્રૌપદીના સંયુક્ત અવતારરૂપ આર્યનારીના અદભુત પ્રતીક સમાન હતી. તેથી ભારતની જુદી જુદી લોક-ભાષાઓમાં આ વિષયને લગતું વિપુલ સાહિત્ય રચાયું છે. કથા, વાર્તા, નાટક, નવલકથા તેમ જ કવિતારૂપે એની હૃદયંગમ કથા ભારતના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. પદ્મિનીની કથા ખૂબ લોકપ્રિય થઈ તેનાં કારણે અનેક છે : એક તો એ ખૂબ રૂપવતી અને ગુણુવતી શ્રેષ્ઠ નારી હતી. ભારતમાં પ્રાચીન સમયથી જેનું વિશિષ્ટ એતિહાસિક અને ભૌગોલિક મહત્વ લેખાતું આવ્યું છે તે વિખ્યાત તેમ જ સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પરિપૂર્ણ એવો ચિત્તોડદુર્ગ એની રાજધાની હતો. ભારતના પ્રાચીનમાં પ્રાચીન રાજવંશોમાંના એક ખૂબ ગૌરવશાળી ગુહિલોત રાજવંશની એ રાજરાણું હતી. ભારતના ઇતિહાસમાં પ્રલયકાળ સમા દિલ્લીના દુષ્ટ પ્લેચ્છ મુસલમાન સુલતાન અલાઉદ્દીનની ક્રૂર કુદષ્ટિ એના ઉપર પડી હતી. એ વિષયલોલુપ, મદાંધ, ધર્મ-ધ્વંસક, ખની, તુર્ક મુસલમાન ભારતની હિંદુ જાતિની એ સર્વશ્રેષ્ઠ નારીનું સતીત્વ નષ્ટ કરીને એને પોતાની ગુલામ_બાંદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17