Book Title: Vipashyana Shu Che
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ‘મારું’ કહી શકીએ, જેના પર આપણું આધિપત્ય સ્થાપી શકીએ, જેની સાથે આપણું તાદાત્મ્ય સ્થાપિત કરી શકીએ. આ પ્રમાણે નામ અને રૂપની જીવનધારાને નિરાસક્ત થઈને, નિર્લિપ્ત થઈને, જોઈ શકવાના અભ્યાસનો આરંભ થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અનુભૂતિઓના ઊંડાણમાં ઊતરતાં જઈએ છીએ તેમ તેમ નિર્લેપતા પણ પુષ્ટ થતી જાય છે. જયારે નિર્લેપ રહીને જોવાને આપણે ટેવાઈ જઈએ છીએ ત્યારે આપણું આલંબન ભલે બદલાય, આપણા દર્શનમાં કોઈ અંતર પડતું નથી. ઐન્દ્રિય કે અતીન્દ્રિય સુખોના આગમનથી ન તો આપણે નાચવા લાગીએ છીએ કે ન એના જવાથી રોવા બેસીએ છીએ. આપણા અન્તર્મનના ઊંડાણમાં ઊતરીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થિતિની પણ પરિવર્તનશીલતાનું નિરીક્ષણ કરતાં કરતાં આ અનિત્યતાની ગહન સચ્ચાઈ પ્રત્યે સમ્યગ્દષ્ટ જાગે છે, કે જે આપણને આ પરિવર્તનશીલતાથી પ્રભાવિત થતાં બચાવે છે. એકસરખી નિર્લેપ અને નિઃસ્પૃહ દષ્ટિ વડે આપણે પ્રત્યેક પલટાતી સ્થિતિને નીરખીએ છીએ અને તેનું સુખ માણીએ છીએ.. શીલ, સમાધિ અને પ્રજ્ઞાનો નિરંતર અભ્યાસ કરતાં કરતાં આયન્તિક દુઃખમુકિતસ્વરૂપ નિર્વાણનો પણ સાક્ષાત્કાર થઈ જાય છે. તો, નિરંતર અતૃપ્તિ અને અસંતુષ્ટિજન્ય તૃષ્ણાની આગમાં શેકાયા કરવા કરતાં, ચાલો વિપશ્યનાના અભ્યાસ વડે આપણી ભાવનામયી પ્રજ્ઞાનો/સ્વાનુભવજન્ય જ્ઞાનનો વિકાસ કરીએ અને તૃષ્ણાની ઊંડી આસકિતઓથી વિમુકત થઈ સ્થિતપ્રજ્ઞ અને અનાસક્ત બનીએ, જીવનમુકત બનીએ.* * શ્રી સત્યનારાયણ ગોયન્કા, પ્રજ્ઞાકથા - ‘વિપશ્યના’ (માસિક પત્રિકા) વર્ષ ૧, અંક ૧૨માંથી સાભાર ઉદ્ધૃત. ૯

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16