Book Title: Vipashyana Shu Che
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation

View full book text
Previous | Next

Page 10
________________ વિપશ્યનાનો પરિચય - ગોયન્કાજીના જ શબ્દોમાં - હવે આપણે શ્રી ગોયન્કાજીના જ શબ્દોમાં વિપશ્યનાનો કંઈક વધુ પરિચય મેળવીએ સામાન્યતઃ આપણે માત્ર ઉપરના દેખાવને જોઈને અટકી જઈએ છીએ, જેમ અબુધ બાળક. રત્નોના ચળકાટ અને રંગને જ તે જોઈ શકે છે - રંગબેરંગી કાચના ટુકડા અને રત્નો એને સરખા લાગે છે, પરંતુ ઝવેરીની સૂક્ષ્મ દષ્ટિ બાહ્ય દેખાવ વધીને રત્નોને મૂલવે છે. ઝવેરીની જેમ વિશેષરૂપથી જોવું તે વિપશ્યના છે. ઉપર-ઉપરના સત્યને જાણી લેવું સરળ છે, પરંતુ આંતરિક સચ્ચાઈનો સાક્ષાત્કાર કરવા માટે અંતર્મુખ થવું આવશ્યક છે. અંતર્મુખ થઈ આપણે જાતની જાણકારી મેળવીએ, આત્મનિરીક્ષણ કરીએ, આત્મદર્શન કરીએ, આત્મસાક્ષાત્કાર કરીએ - જાતને જોઈએ,. જાણીએ, સમજીએ. શ્વાસની આવ-જાવનું નિરીક્ષણ કરતાં કરતાં (ચિત્ત સૂક્ષ્મ બને છે ત્યારે) શરીરના અંગપ્રત્યંગનું નિરીક્ષણ કરવાનો આરંભ કરવામાં આવે છે. એ અભ્યાસ દ્વારા ધીરે ધીરે શરીરના અંગેઅંગમાં સ્કૂલ કે સૂક્ષ્મ સંવેદનાઓની અનુભૂતિ થવા લાગે છે, જે કદીક સુખદ, કદી દુઃખદ, કદી ન સુખદ ન દુઃખદ હોય છે. દ્રષ્ટાભાવથી આ વેદનાઓને નીરખતા રહી વેદનાનુપશ્યના કરવામાં આવે છે. પ્રત્યેક ચિત્તવિકાર કોઈ ને કોઈ સ્થૂલ-સૂક્ષ્મ સંવેદના સાથે સંબંધિત હોય છે. આ કારણે વેદનાનપશ્યનાનું આગવું મહત્વ છે. અન્તર્વિપશ્યનાઓ દ્વારા ખુદ પોતાની અનુભૂતિઓથી એ સત્યનો સાક્ષાત્કાર કરવામાં આવે છે કે શરીર સૂક્ષ્મ પરમાણુઓનો પુંજ માત્ર છે, અને અનિત્યતા, પરિવર્તનશીલતા એનો સ્વભાવ છે. તીવ્ર સમાધિના બળે જ આ પરિવર્તનશીલ શરીરધારાના પ્રવાહનું નિરીક્ષણ કરવામાં આવે છે અને એ જ પ્રમાણે સતત પરિવર્તનશીલ ચિત્તધારાનું પણ. બંનેનો અનિત્ય સ્વભાવ અને બંનેનો દુઃખસ્વભાવ સ્વયં અનુભવાય છે અને ત્યારે તેમનો અનાત્મસ્વભાવ પણ સ્પષ્ટ થવા લાગે છે. બંનેની નિ:સારતા સ્પષ્ટ અનુભવાય છે. તન અને મનની હળીમળીને ચાલતી પ્રવાહમાન ધારામાં સ્થાયી, સ્થિર, શાશ્વત, ધ્રુવ જેવું તો કશું છે જ નહિ કે જેને હું કહી શકીએ, જેને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16