Book Title: Vipashyana Shu Che
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation

View full book text
Previous | Next

Page 15
________________ મુમુક્ષુઓ અને વિપશ્યના હાલ અપ્રાપ્ય સંવર્ધિત-સંશોધિત ત્રીજું સંસ્કરણ સંભવત: સપ્ટેમ્બર ’૯૧માં બહાર પડશે. વિપશ્યના-સાધનાનો સંક્ષિપ્ત પરિચય અને એની શિબિરોમાં જોડાવા અંગે દ્વિધા અનુભવતા સાધકોને અસંદિગ્ધ માર્ગદર્શન. વિપશ્યના-સાધના વિશે થોડી જાણકારી હતી ત્યાં ‘મુમુક્ષુઓ અને વિપશ્યના’ નામનું મુનિશ્રી અમરેન્દ્રવિજયજી-લિખિત નાનકડું પુસ્તક મારી તરુણ મિત્ર દીપિકાએ મને ભેટ આપ્યું, તેમાંથી આ સાધના-પદ્ધતિ વિશે ઘણી વધુ સ્પષ્ટતા મળી. વિપશ્યનામાં રસ ધરાવતા લોકો માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આત્મસાક્ષાત્કાર શબ્દમાં આત્મા નામક તત્ત્વનો સાક્ષાત્કાર કરવાનું અભિપ્રેત છે, જયારે બૌદ્ધધર્મ તો અનાત્મવાદી કહેવાય છે એવો પ્રશ્ન અહીં ઊઠે છે તે સ્વાભાવિક છે. મુનિશ્રીએ તેની સરસ સ્પષ્ટતા કરી છે. એકાગ્રતા, ચિત્તશુદ્ધિ, સમભાવ, સાક્ષીભાવ અને અંતે આત્મભાવ સુધી પહોંચાડતી આ સાધના વિશે મુનિશ્રીએ આ નાનકડા પુસ્તકમાં મુમુક્ષુઓને ઘણું માર્ગદર્શન આપ્યું છે. — કુન્દનિકા કાપડીઆ, જન્મભૂમિ, ૩૦-૪-’૮૫ આ સાધના ચીંધવા માટે આપનો હૃદયના ઊંડાણથી જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ખરેખર સાધના અજોડ છે. વ્યાવહારિક જીવનમાં પણ તેનો અત્યંત લાભ જણાઈ રહ્યો છે. એકંદરે, આધ્યાત્મિક રસ્તે પૅક્ટિકલ માર્ગદર્શન જેવું લાગ્યું. લીંબડી, સૌરાષ્ટ્ર • ડૉ. હેમન્ત વી. ડગલી —

Loading...

Page Navigation
1 ... 13 14 15 16