Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 8
________________ પ્રવેશક જીવોને પણ પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ બતાવવાથી અન્ય દર્શન પ્રત્યેની ગ્રંથકારશ્રીની તટસ્થતાના દર્શન થાય છે. છેલ્લે વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ એવાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો બતાવીને અન્ય દર્શનની પણ વિવેક વગરની પણ કેવી આચરણાઓ યોગ્ય જીવને મોક્ષનું કારણ બની શકે છે, અને યોગ્ય જીવને જૈનદર્શનની ક્રિયા કઈ રીતે સાનુબંધ શુદ્ધ બની શકે છે તે બતાવેલ છે. ચોથી વિંશિકા બીજી વિંશિકામાં આત્મા અનાદિ છે તેમ બતાવ્યું, તેથી આત્માના હિતની આવશ્યકતા ઊભી થઇ. આત્માના હિત માટે કુળનીતિ અને લૌકિકધર્મો ખાસ ઉપયોગી નથી, કેમ કે અભ્યદય કરનારા હોવા છતાં પણ પરિણામથી તે સુંદર નથી. આમ છતાં, લૌકિકધર્મમાં પણ કોઈક જીવોને તત્ત્વની જિજ્ઞાસા થાય, તો તેઓનો ધર્મ તેમને દૂર-દૂરવર્તી પણ મોક્ષનું કારણ બને છે, જયારે જૈનધર્મવર્તી સાધુઓ પણ જો સંમુશ્લિમ જેવા હોય તો તેમનો ધર્મ વ્યર્થ છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી મોક્ષસાધક ધર્મ કોને પ્રગટે છે? તેનું સમાધાન એ છે કે ચરમાવર્તમાં આવેલા જીવોમાં મોક્ષસાધક ધર્મ પ્રગટે છે. આ બતાવવા માટે જ ગ્રંથકારે ચરમપુદ્ગલપરાવર્ત વિંશિકાની રચના કરી છે. કાળના પરિપાકથી જીવ ચરમાવર્તમાં આવે છે અને દરેક જીવોની તેવા પ્રકારની યોગ્યતાના ભેદને કારણે દરેક જીવોના કાળનો પરિપાક આગળ પાછળ થાય છે. ચરમાવર્તની પ્રાપ્તિમાં જો કે પાંચે કારણ હોય છે તો પણ મુખ્ય કારણ કાળનો પરિપાક છે. જીવ ઉપર અનાદિ કાળથી અત્યંત ગાઢ કર્મમલ હોય છે અને દરેક ભવ્ય જીવોનો તે ગાઢ કર્મમલ, પ્રતિ પુદ્ગલ પરાવર્તમાં ઓછો ઓછો થાય છે. જેનો ભાવમલ શીઘ ક્ષય થાય છે તેને ચરમાવર્ત જલદી પ્રાપ્ત થાય છે અને જેનો ભાવમલ ધીમે ધીમે ક્ષય થાય છે તેનો ચરમાવર્ત વિલંબથી આવે છે. ચરમાવર્તની પ્રાપ્તિ પૂર્વે જીવ શુદ્ધ ધર્મ માટે અયોગ્ય હોય છે. ચરમાવર્તની પ્રાપ્તિ પછી અનુકૂળ સામગ્રી મળે તો તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ વાત વિસ્તારથી અનેક યુક્તિઓપૂર્વક પ્રસ્તુત વિશિકામાં બતાવી છે. તે સિવાય એક મોક્ષનો આશય પણ ચરમાવર્ત બહાર કેમ થતો નથી અને અનંત પુદ્ગલ પરાવર્ત જીવે કઈ રીતે પસાર કર્યા તે યુક્તિથી બતાવ્યું છે. ચરમાવર્તમાં ભાવમલના વિગમનથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે દષ્ટાંત અને યુક્તિથી બતાવ્યું છે. ચરમાવર્તની પ્રાપ્તિમાં કાળ પ્રધાન હોવા છતાં સ્વભાવ આદિ અન્ય ચાર કારણો પણ છે, તે વાત પણ યુક્તિથી અને સર્વ કાર્યો પ્રત્યે પાંચ કારણો આવશ્યક છે તે દષ્ટાંતથી પણ સુંદર રીતે બતાવેલ છે. જ અચરમાવર્તકાળ એ ભવનો બાળકાળ છે અને ચરમમાવર્ત ધર્મનો યૌવનકાળ છે અને ચરમાવર્તમાં જ ધર્મરાગ પ્રગટે છે એ વાત યુક્તિથી બતાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 240