Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ પ્રવેશક ઉત્તમ અનુષ્ઠાન કરવાની ઇચ્છા થયા પછી તેના ઉપાયો ગોતવાની ઇચ્છા પ્રગટે છે. “આ ઉત્તમ અનુષ્ઠાનો પેદા કરવાના ઉપાયો કયા છે કે જેના દ્વારા હું પણ ઉત્તમ અનુષ્ઠાન કરી શકું” એવી ઇચ્છા થાય છે. આનાથી એ સ્પષ્ટ દેખાય છે કે શુદ્ધધર્મ કરવાની ઇચ્છા કરનાર વ્યક્તિને ખાલી બાહ્ય આચરણા માત્ર દેખાતી નથી પરંતુ શુદ્ધ અનુષ્ઠાન કરનાર વ્યક્તિના ઉત્તમ માનસનું કંઇક તેને દર્શન થાય છે અને તેથી જ આવા ઉત્તમ ચિત્તની નિષ્પત્તિના ઉપાયો ક્યા છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે. આ જિનાજ્ઞા આગળમાં શુદ્ધધર્મ પ્રગટ થવાનો છે તેના માટે મજબૂત ભૂમિકારૂપ છે, તેથી તેની થડની સાથે તુલના કરી છે. આ રીતે કાષ્ઠસ્થાનીય અન્વેષણાનો પરિણામ પ્રગટ્યા પછી તેના ઉપાયભૂત સદ્ગુરુની શોધ માટેનો જે યત્ન થાય છે, તે વિવિધ પ્રકારના પાંદડા જેવો છે. થડ નિષ્પન્ન થયા પછી વૃક્ષમાં પાંદડાંઓ ફૂટવા માંડે ત્યારે ફળપ્રાપ્તિ અતિ દૂર જણાતી નથી અને એની કંઇક પૂર્વભૂમિકા તૈયાર થતી જણાય છે; તેમ જ્યારે જીવ યોગમાર્ગની તીવ્ર જિજ્ઞાસાથી સ ની ખોજમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે પ્રવૃત્તિ જ સદ્ગુરુના યોગનું અનન્ય કારણ બને છે, કેમ કે તાત્ત્વિક જિજ્ઞાસા ફળપ્રાપ્તિ વગર વિશ્રાન્ત થતી નથી. તેથી આવા જીવોને સદ્ગુરુની જિજ્ઞાસા સદ્ગની પ્રાપ્તિરૂપ ફળમાં વિશ્રાન્ત થાય છે. આમ છતાં, કોઈક વિષમ સંયોગને કારણે આ જન્મમાં સદ્દગુરુનો યોગ ન થાય તો પણ, તે અધ્યવસાયથી જન્માંતરમાં સદ્ગનો યોગ અતિસુલભ બને છે. તે સદ્ગુરુનો યોગ જ પુષ્પની પ્રાપ્તિ જેવો છે. જેમ વૃક્ષ ઉપર પુષ્પ આવ્યા પછી ફળપ્રાપ્તિ અતિ નજીક હોય છે, તેમ યોગના પારમાર્થિક જિજ્ઞાસુને ગુણવાન એવા સદ્ગુરુનો યોગ થાય પછી ભાવધર્મની પ્રાપ્તિરૂપ ફળ દૂર નથી. તેથી સગુરુના યોગને પુષ્પસ્થાનીય કહેલ છે. સગુરુનો યોગ થયા પછી તેમની પાસે સુદેશના સાંભળવાથી આવા ઉત્તમ જીવને સમ્યક્તની પ્રાપ્તિરૂપ ભાવધર્મની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય છે. કોઇક પટુબુદ્ધિવાળો હોય તો એક વખતની દેશનામાં સમ્યક્ત પામી જાય અને તેવી પ્રજ્ઞા ન હોય તો પણ યોગમાર્ગની તીવ્ર સ્પૃહાવાળા જીવને પુનઃ પુનઃ સુદેશનાનું શ્રવણ અવશ્ય સમ્યક્તનું કારણ બને છે. આ ભાવધર્મની પ્રાપ્તિ એ ફળસ્થાનીય શુદ્ધધર્મ છે. જેના ફળરૂપે શુદ્ધ ક્રિયાઓના સેવન દ્વારા પરમફળરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ અમૃતફળની પ્રાપ્તિ થયા પછી તેને કોઈ આરોગે તો તેના શરીરમાં વિશિષ્ટ પ્રકારની કાન્તિ આદિ પ્રગટે છે, તેમ ભાવધર્મની પ્રાપ્તિ પછી તેના સેવનસ્થાને ઉચિત યોગની ક્રિયાનું સેવન છે અને પરમફળના સ્થાને આત્માના પરિપૂર્ણ આરોગ્યરૂપ મોક્ષની પ્રાપ્તિ છે. એક બીજરૂપ ધર્મની પ્રાપ્તિની પૂર્વનો કાળ એ ભવનોબાળકાળ છે. બીજની પ્રાપ્તિથી ધર્મનો યૌવનકાળ પ્રગટે છે. એક ભવબાલકાળના નાશ પ્રત્યે પ્રધાન કારણ કાળ છે પરંતુ પુરુષાર્થને ઉપયોગી ધર્મયૌવનકાળમાં વિવિધ પ્રકારના યોગમાર્ગની પ્રવૃત્તિ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે તે યુક્તિથી બતાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 240