Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 6
________________ પ્રવેશક પ્રવેશક સામાન્ય રીતે યોગીઓ યોગના ગ્રંથો લખે છે અને પૂ. આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિ પણ યોગી જ છે અને તેમણે કેટલાક યોગના ગ્રંથો લખ્યા છે. તે જોવામાં આવે તો યોગની પ્રારંભથી માંડીને અંતિમ ભૂમિકા સુધીની વાતો સંક્ષેપમાં પણ વિચારકને દિશાપ્રાપ્તિમાં કારણ બને તે રીતે બતાવી છે. પ્રસ્તુત ગ્રંથમાં લોકની વ્યવસ્થા શું છે, લોકવર્તી પદાર્થો શું છે અને તેમાં ધર્મની આવશ્યકતા કેમ ઊભી થઇ તે પ્રથમ બતાવીને, લૌકિક ધર્મો કરતાં લોકોત્તરધર્મમાં શું વિશેષતા છે, તે સુંદર યુક્તિઓથી બતાવેલ છે. ત્યાર પછી લોકોત્તરધર્મ બીજથી માંડીને ક્રમસર વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ ફળમાં કઈ રીતે વિશ્રાન્ત થાય છે અને તેના ફળરૂપે પરમસુખમય એવા મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે, તે યુક્તિથી બતાવેલ છે. અંતે મોક્ષ પૂર્ણ સુખમય છે તે વાત દષ્ટાંત, યુક્તિ, આગમ અને અનુભવથી બતાવેલ છે. આ સર્વ પદાર્થો કહેવા માટે તેમણે ૨૦-૨૦ શ્લોક પ્રમાણ વીસ વિંશિકાની રચના કરી છે. દરેકનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે. પહેલી વિશિકા છે. પ્રથમ વિશિકામાં આગળમાં જે જે વિશિકાઓ કહેવાશે તે તે વિંશિકાઓનો નિર્દેશ કર્યો છે. વિંશિકાની શરૂઆત કરતાં પહેલાં કોઇએ શંકા કરી કે “સર્વજ્ઞ ભગવાનના વચનરૂપ આગમ જ્યારે વિદ્યમાન હોય ત્યારે છાસ્થ વ્યક્તિએ પોતાની રચના કરવી ઉચિત નથી. છબસ્થ તો લોકના ઉપકાર માટે માત્ર ભગવાનના વચનને જ કહેવા પ્રયત્ન કરવો જોઇએ. આથી હરિભદ્રસૂરિ મ.સા.એ આ રચના કરવી ઉચિત ન કહેવાય.” આવી શંકાનું નિવારણ કરવા આ વિશિકામાં બતાવવામાં આવ્યું છે કે, છમથે પણ પોતાની શક્તિ પ્રમાણે, લોકોના ઉપકાર માટે પ્રયત્ન કરવો જોઇએ. તેથી છદ્મસ્થ પણ સર્વજ્ઞના ગંભીર એવા વચનરૂપ આગમના જે પદાર્થો લોકો સમજી ન શકે તેવા હોય, તે પદાર્થોની સંકલન કરીને પોતાનાથી મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે ગ્રંથરૂપે મૂકવા એ પણ એક ઉચિત કર્તવ્ય છે. તેથી હરિભદ્રસૂરિની આ ગ્રંથરચના કરવાનો શ્રમ અનુચિત નથી, પણ ઉચિત જ છે. આ વિશિકાના બોધથી જીવમાં શુદ્ધ બુદ્ધિ કેવી રીતે પ્રગટે છે અને જીવ મધ્યસ્થ બનીને શાસ્ત્ર ભણવાનો અધિકારી કેવી રીતે બને છે એ આ વિશિકામાં બતાવ્યું છે. આ જ વિશિકાના અંતમાં કહેવામાં આવ્યું છે કે વિંશિકાના અધ્યયનથી ચરમાવર્તિમાં આવેલા જીવના તથાભવ્યત્વનો પરિપાક થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240