Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 7
________________ પ્રવેશક બીજી વિંશિકા જગતવર્તી કયા પદાર્થો અનાદિ છે, અને જીવ પણ અનાદિ છે, એ બતાવવામાં આવે તો જ પોતાના ભાવી હિત માટે શું કરવું ઉચિત છે તેની વિચારણા પ્રગટે અને તો જ ધર્મની આવશ્યકતા નક્કી થાય. તેથી બીજી અનાદિ વિંશિકા બતાવી છે. જ લોક પણ અનાદિનો છે, લોકવર્તી ધર્માસ્તિકાયાદિ પાંચ પદાર્થો પણ અનાદિના છે અને તે અનાદિના હોવા છતાં ઉત્પાત, વ્યય, પ્રૌવ્યયુક્ત કઈ રીતે છે તે આ વિશિકામાં બતાવેલ છે. જ આ લોક ઇશ્વરકૃત નથી તે વાત સુંદર યુક્તિઓ પૂર્વક બતાવી છે. જ કોઈ પણ આત્મા વ્યક્તિગત અનાદિ શુદ્ધ નથી, છતાં સિદ્ધિગમનનો પ્રવાહ અનાદિનો છે તે અપેક્ષાએ અનાદિ શુદ્ધ આત્મા છે તે વાત યુક્તિથી સ્થાપન કરેલ છે. કર્મનો બંધ જીવના પ્રયત્નથી થતો હોવા છતાં પ્રવાહથી અનાદિ છે અને ભવ્યત્વ અનાદિનું હોવા છતાં અનંત કઈ રીતે નથી, અને મોક્ષ, સાધનાથી પ્રાપ્ત થતો હોવાને કારણે આદિમાન હોવા છતાં કઈ રીતે શાશ્વત છે તે બતાવેલ છે. આ વિંશિકામાં આગળ એ બતાવવામાં આવ્યું છે કે લોકોનું એવું માનવું છે કે પહેલાં લોક નહોતો અને પછી તેનું સર્જન થયું. તે વાત પણ યુક્તિરહિત છે તે તર્કસંગત યુક્તિથી બતાવ્યું છે. અંતે એમ કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રયુક્તિથી સિદ્ધ એવો આ લોક અનાદિનો છે એમ ભાવન કરવું જોઇએ, જેથી જીવને આત્મહિતની ઇચ્છા પ્રગટે. ત્રીજી વિંશિકા પૂર્વ વિંશિકામાં અનાદિ પદાર્થો બતાવ્યા. તેમાં આત્મા પણ અનાદિ છે તે બતાવ્યું. તેથી આત્માના પરલોકના હિત માટે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઇએ એમ નક્કી થાય. તેવી ઉચિત પ્રવૃત્તિઓ રૂપે જ કુળનીતિ અને લૌકિકધર્મો છે તેમ કોઇને લાગે. તેથી તે કુળનીતિ અને લૌકિકધર્મો શું છે તે બતાવીને આગળમાં ખરેખર આત્માને હિતકારી શું છે તે બતાવવું છે, માટે તેની ભૂમિકારૂપે પ્રથમ કુળનીતિ અને લૌકિકધર્મો આ વિશિકામાં બતાવવામાં આવ્યા : પ્રથમ અનેક કુળનીતિઓમાંથી અમુક કુળનીતિઓ બતાવી છે. ત્યાર પછી લૌકિકધર્મો બતાવ્યા છે. કુળનીતિઓ અને લૌકિકધર્મો અભ્યદયફળવાળા છે પણ પરિણામે નિષ્ફળ છે, એની યુક્તિ અહીં બતાવી છે. લૌકિકધર્મને પાળતાં પણ કેટલાક જે જીવોને અંશથી તત્ત્વચિંતા પ્રગટે છે, તેઓનો ધર્મ તાત્વિકધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. જ્યારે જૈનધર્મમાં રહેલા કેટલાક સાધુઓ સંમૂછિમ જેવા હોય છે અને તેઓની જૈનશાસનની ક્રિયા પણ વ્યર્થ છે, આ વાત બતાવવા દ્વારા ગ્રંથકારની પદાર્થને જોવાની કેવી મધ્યસ્થતા છે તેનો ખ્યાલ આવે છે. અંતે સર્વ પણ વેદધર્મ નિયમથી મોક્ષ સાધક નથી, તો પણ કદાગ્રહ વગરના ત્યાં રહેલા જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240