Book Title: Vikasnu Mukhya Sadhan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ વિકાસનું મુખ્ય સાધન [૫૭ અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીના સંકેત કરવામાં આવ્યા છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સ ંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કાઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળાએ, એકસરખી હોય છે; ભલે પછી તે પેાતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પેાતાની જીવનશક્તિને યથાર્થ અનુભવ કરવાના છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે તે કથાય, શકાતી નથી. મૂતાં જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પેાતાના માર્ગો ઉપર કામ કરે છે, તે સમયે મનને! ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતા. તે સમયે મનમાં નિષ્ક્રિયતા કે કુંઠિતતાના સંચારને સંભવ જ નથી હોતા. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે ખીજા બધાં સાધના ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુળથી દુર્ગંધ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સત, મહત, મહાત્મા તથા ઈશ્વરતા અવતાર જેવી બનાવે છે. ઉપરના વર્ણ તથી અત્યાર સુધી એટલું તો ફલિત થયું છે કે માનવીય વિકાસના એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કાઈ એક ભાવી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા ક્ષુદ્ર ભાવેાથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મેહ, સ્નેહ, ભય, લાભ વગેરે ભાવા પહેલા પ્રકારના છે અને જીવનશક્તિને યથાર્થ અનુભવ એ ખીન્ન પ્રકારના ભાવ છે. હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાખદારીના પ્રેરક, ઉપરના એ પ્રકારના ભાવામાં પરસ્પર શો ફરક છે, તથા જો પહેલા પ્રકારના ભાવે કરતાં બીજા પ્રકારના ભાવામાં શ્રેષ્ઠતા છે તે તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તે પછી ઉપરના બેઉ પ્રકારના ભાવે! ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓને ક્રૂક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે. મેહમાં રસાનુભૂતિ છે તથા સુખસવેદન પણ થાય છે, પરંતુ તે એટલું અર્ધું પરિમિત અને એટલુ બધુ અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9