Book Title: Vikasnu Mukhya Sadhan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ દર્શન અને ચિંતન, કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પિતાને નૂતને પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન એતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણું હમણાં જે ચમત્કાર બતાવ્યો છે તે સર્વવિદિત છે. એમને હિન્દુવ–આર્યવના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિ-પિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રી પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણું જેવા જ માણસ હતા. તે પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે? આને જવાબ સી છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિને પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલું હોય છે, જે આપણુમાં નથી. આવા પુરુષોને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકે જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તો કેઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે. પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવો કરતાં જીવનશક્તિને યથાર્થ અનુભવજનિત ભાવ કેટલે અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે, તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આવો ભાવ શબ્દથી નથી આવી શકત, અંદરથી જાગે છે અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, યોગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે. બુદ્ધિપ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9