Page #1
--------------------------------------------------------------------------
________________
વિકાસનું મુખ્ય સાધ [ ૧૬ ]
વિકાસ મુખ્યત્વે એ પ્રકારના છે; શારીરિક અને માનસિક. શારીરિક વિકાસ કેવળ મનુષ્યોમાં જોવામાં આવે છે એમ નથી, પરંતુ જુદી જુદી જાતનાં પક્ષીઓ તથા જંગલી અને પાળેલાં પશુએ સુધ્ધાંમાં એનું વિશિષ્ટ અસ્તિત્વ જોવામાં આવે છે. રહેવાની તથા ખાવાપીવા વગેરેની પૂરી સગવડે હાય અને ચિંતા કે ભય ન હેાય તે પક્ષી કે પશુ પણ ખૂબ બળવાન તથા હૃષ્ટપુષ્ટ શરીરવાળાં થઈ શકે છે. મનુષ્યના અને પશુપક્ષીઓના શારીરિક વિકાસમાં એક ખાસ ફેર છે અને તે ધ્યાનમાં રાખવા જેવા છે. તે ફેર એ કે મનુષ્યને શારીરિક વિકાસ કેવળ ખાવા-પીવાની તથા પહેરવા-ઓઢવાની સગવડાથી પૂરેપૂરા થઈ જ નથી શકતા, જ્યારે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કેવળ એટલી સગવાથી પૂરેપૂરા સિદ્ધ થાય છે. મનુષ્યના શારીરિક વિકાસ પાછળ જો પૂરેપૂરા અને ઉચિત મનાવ્યાપાર-બુદ્ધિયોગ હોય તો જ તે સંપૂર્ણ પણે તથા ઉચિત રીતે સિદ્ધ થઈ શકે છે, ખીજી કાઈ પણ રીતે નહિ. આ પ્રમાણે મનુષ્યના શારીરિક વિકાસ, જે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કરતાં જુદા સ્વરૂપના છે, એનું અસાધારણ તથા મુખ્ય સાધન બુદ્ધિયોગ–મનેવ્યાપાર, સયત પ્રવૃત્તિનિવૃત્તિ એ જ છે. માનસિક વિકાસ તે, જ્યાં સુધી એના પૂર્ણ રૂપના અત્યાર સુધી સંભવ જોવામાં આવે છે, માત્ર નુષ્યમાં જ છે. શરીરયાગ, દેહવ્યાપાર જરૂર નિમિત્ત છે. શરીરયાગ વિના માનસિક વિકાસ સંભવિત નથી, તેમ છતાં ગમે તેટલે શરીરયેાગ હોય, ગમે તેટલી શારીરિક હુષ્ટપુષ્ટતા હોય, ગમે તેટલું શરીરબળ હાય, પરંતુ જો મનેચાગ, બુદ્ધિવ્યાપાર તથા સમુચિત રીતે ચેગ્ય દિશામાં મનની ગતિવિધિ ન હોય તા માનસિક વિકાસ-પૂર્ણતાલક્ષી વિકાસ ને કાઈ દિવસ પણ સૌભવ નથી. આ સંક્ષિપ્ત પ્રસ્તાવનાથી એટલું ફલિત થઈ જ જાય છે કે મનુષ્યને પૂર્ણ તથા સમુચિત શારીરિક તથા માનસિક એક પ્રકારના વિકાસ કેવળ એક વ્યવસ્થિત તથા જાગ્રત મુદ્િયોગની અપેક્ષા રાખે છે. આ કુલિત અથમાં તો કાઈ ના મતભેદ નથી. અહીંયાં એ વિશે કાંઈ નવું વિધાન કરવાનું નથી તથા એના વિશે કાંઈ વિશેષ ઊહાપોહ પણ કરવાનેા નથી. અહીયાં સક્ષેપમાં કહેવાનું છે તે આની સાથે સંબંધ હોવા છતાં આનાથી જુદા મુદ્દા ઉપર જ કહેવાનું છે.
.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિકાસનું મુખ્ય સાધન
[ પ
આપણે બીજા દેશોની વાત કરવા કરતાં આપણા દેશને જ સામે રાખીને વિચાર કરીએ તેા વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયાગી થશે. આપણા દેશમાં આ વાત તે આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જે ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મદ હોય છે. મેટા મેટા ધનવાનનાં સતાતેને જુએ, રાજપુત્રાને લે કે જમીનદારાને જુએ. તમને જોવા મળશે કે બહારના ભષા કે દેખાવ માટેની સ્ફૂર્તિ હોવા છતાં તેમાં મનને, વિચારશક્તિનો તથા પ્રતિભાના વિકાસ ઓછામાં ઓછેઃ હશે. બહારનાં સાધનાની એમને કમી નથી, અભ્યાસનાં સાધન પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધના એમને યચેષ્ટ હોય છે, છતાં પણ આ વર્ગને માનસિક વિકાસ એક રીતે અધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એવા વર્ગ લઈએ કે જેને વારસામાં કાઈ સ્કૂલ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની ખીજી કાઈ વિશિષ્ટ સગવડ પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનેવિકાસવાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તકાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હાવું તો એમ જોઈએ કે જેને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેના જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટુ આવે છે. માટે આપણે શોધવું જોઇએ કે વિકાસનું મૂળ કારણ શું છે ? મુખ્ય ભાખત કઈ છે કે જે ન હેાય તો બીજું બધું હાવા છતાં ન હોવા બરાબર બની જાય છે ?
ઉપરના પ્રશ્નના જવાબ તદ્દન સહેલા છે. પ્રત્યેક વિચારક વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિના જીવનમાંથી તે મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ ખીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ એવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે ખીજા બધાં વિકાસનાં સાધનાની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે? મનનેા વિકાસ એના સત્ત્વઅ’શની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે; જ્યારે રાજસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રમળ થાય છે ત્યારે મનની વિચારશક્તિ— યેાગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ-કુંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અશ તથા તામસ અંશ ખળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કાણુ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક સુધી
Page #3
--------------------------------------------------------------------------
________________
૭૫૬ ].
દર્શન અને ચિંતન ખરાબીઓ થાય છે? જ્યારે માણસ બિનજવાબદાર રહે છે ત્યારે તેની બિનજવાબદારીને લીધે તેના મનની ગતિ કુંઠિત થઈ જાય છે, તથા પ્રમાદનું તત્ત્વ વધવા માંડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત તથા મૂઢ અવસ્થા કહી છે. જેવી રીતે શરીર ઉપર ગજા ઉપરાંત ભાર લાદવાથી એની સ્કૂર્તિ તથા. એનું સ્નાયુબળ કાર્યસાધક નથી રહેતું, તેવી જ રીતે રજોગુણથી ઉત્પન્ન થયેલ ક્ષિપ્ત અવસ્થાને ભાર મન ઉપર પડવાથી મનની સ્વાભાવિક સર્વગુણથી ઉત્પન્ન થયેલ વિચારશકિત નિષ્ક્રિય થઈ જાય છે. આ પ્રમાણે મનની નિષ્ક્રિયતા, જે વિકાસની એકમાત્ર અવધક છે, એનું મુખ્ય કારણ રાજસ તથા તામસ ગુણોને ઉક છે. જ્યારે આપણે આપણું જીવનમાં કોઈ જવાબદારીને નથી લેતા અથવા તો લઈને નથી નભાવતા ત્યારે મનના સાત્વિક અંશની જાગૃતિ થવાને બદલે તામસ તથા રાજસ અંશની પ્રબળતા. થવા લાગે છે, તથા મનને સૂક્ષ્મ તથા સારો વિકાસ રોકાઈ જઈ કેવળ સ્થૂલ વિકાસ રહી જાય છે અને તે પણ સાચી દિશા તરફ નથી હોત. આ જ કારણથી બિનજવાબદારીનું તત્ત્વ મનુષ્યજાતિ માટે સૌથી વધારે ભયાનક વસ્તુ છે. તે તત્ત્વ ખરેખર મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ માર્ગમાંથી ચુત કરી નાખે છે. આ જ કારણે જવાબદારીનું વિકાસમાં અસાધારણ મહe. પણ જણાઈ આવે છે.
જવાબદારી અનેક પ્રકારની હોય છે. કેઈકે સમયે તે મોહમાંથી પણ આવે છે. કાઈક યુવક-યુવતીનું જ ઉદાહરણ છે. જે વ્યક્તિ ઉપર જેનો વિશિષ્ટ મહ હશે તેની પ્રત્યે તે પિતાને જવાબદાર સમજશે, તેની પ્રત્યે જ તે પિતાના કર્તવ્યપાલનને પ્રયત્ન કરશે. બીજાઓની પ્રત્યે તે ઉપેક્ષા પણ એવી શકે છે. કેઈક સમયે જવાબદારી સ્નેહ તથા પ્રેમમાંથી આવે છે. માતા પિતાના બચ્ચા પ્રત્યે એ સ્નેહને વશ થઈને કર્તવ્યપાલન કરે છે, પણ બીજાંનાં બચ્ચાંઓ પ્રત્યે તે કર્તવ્યને વિચાર ભૂલી પણ જાય છે. કેઈક વખત જવાબદારી ભયમાંથી આવે છે. જે કોઈને ભય હોય કે આ જંગલમાં રાત્રે કે દિવસે વાઘ આવે છે તે તે અનેક પ્રકારે જાગ્રત રહી બચવાનું કર્તવ્ય કરશે, પરંતુ ભયનું નિમિત્ત ચાલ્યું જતાં જ તે ફરીથી નિશ્ચિંત થઈ પિતાની તથા બીજાની પ્રત્યેનાં કર્તવ્યોને ભૂલી જશે. એ જ પ્રમાણે લેભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, કૈધભાવના, બદલે લેવાની વૃત્તિ, માન, મત્સર વગેરે અનેક રાજસ તથા તામસ અંશથી જવાબદારી થોડી કે વધારે, એક કે બીજા રૂપમાં ઉત્પન્ન થઈ મનુષ્યના જીવનનું આર્થિક તથા સામાજિક ચક્ર ચલાવે છે. પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયાં વિકાસના, વિશિષ્ટ વિકાસના તથા પૂર્ણ વિકાસના
Page #4
--------------------------------------------------------------------------
________________
વિકાસનું મુખ્ય સાધન
[૫૭
અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીના સંકેત કરવામાં આવ્યા છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સ ંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કાઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળાએ, એકસરખી હોય છે; ભલે પછી તે પેાતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પેાતાની જીવનશક્તિને યથાર્થ અનુભવ કરવાના છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે તે કથાય, શકાતી નથી. મૂતાં જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પેાતાના માર્ગો ઉપર કામ કરે છે, તે સમયે મનને! ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતા. તે સમયે મનમાં નિષ્ક્રિયતા કે કુંઠિતતાના સંચારને સંભવ જ નથી હોતા. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે ખીજા બધાં સાધના ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુળથી દુર્ગંધ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સત, મહત, મહાત્મા તથા ઈશ્વરતા અવતાર જેવી બનાવે છે.
ઉપરના વર્ણ તથી અત્યાર સુધી એટલું તો ફલિત થયું છે કે માનવીય વિકાસના એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કાઈ એક ભાવી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા ક્ષુદ્ર ભાવેાથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મેહ, સ્નેહ, ભય, લાભ વગેરે ભાવા પહેલા પ્રકારના છે અને જીવનશક્તિને યથાર્થ અનુભવ એ ખીન્ન પ્રકારના ભાવ છે.
હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાખદારીના પ્રેરક, ઉપરના એ પ્રકારના ભાવામાં પરસ્પર શો ફરક છે, તથા જો પહેલા પ્રકારના ભાવે કરતાં બીજા પ્રકારના ભાવામાં શ્રેષ્ઠતા છે તે તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તે પછી ઉપરના બેઉ પ્રકારના ભાવે! ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓને ક્રૂક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે.
મેહમાં રસાનુભૂતિ છે તથા સુખસવેદન પણ થાય છે, પરંતુ તે એટલું અર્ધું પરિમિત અને એટલુ બધુ અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની
Page #5
--------------------------------------------------------------------------
________________
૯૫૮ ]
દન અને ચિંતન
તો શું વાત, એના પ્રત્યેક અશમાં શકા, દુઃખ તથા ચિન્તાના ભાવ ભરેલા હાવાને કારણે ઘડિયાળના લોલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધા કે યુવક કે યુવતી પેાતાના પ્રેમપાત્ર પ્રત્યે સ્થૂળ મેાહને કારણે ખૂબ જ ચિત્ત રહે છે; એની પ્રત્યે કતવ્ય પાળવામાં કાઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એને રસાનુભવ તથા સુખસવેદન પણ થાય છે. તાપણું ઝીણુવટથી પરીક્ષા કરવામાં આવે તે જણાઈ આવશે કે તે સ્થૂળ માહ જો સૌન્દર્યું કે ભાગલાલસામાંથી ઉત્પન્ન થયા હશે તો કાણ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે આ થઈ જશે કે બીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં ખીજુ કાઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરક ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતુ હતું, તેની ગતિ તથા દિશા બદલાઇ જશે. બીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર યેાગ્યરૂપે ચાલી નહિ શકે તથા માહના રસાનુભવ, જે કત વ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યા હતા તે રસાનુભવ, કવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા માહવશ થઈ પોતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પોતાનુ જે કાંઈ પણ હોય તે બધુ અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ મેાહના ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સૌંકુચિત થઈ જાય છે. ધારો કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં પણ વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માતૃહીન હોય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર આળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર ખાળક પ્રત્યે કતવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પોતાથી ઉત્પન્ન થયેલ પેાતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનું કારણ શું છે? બાળક તેા પહેલા કરતાં પણ વધારે સારું મળ્યું છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અણુ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર બાળક પણ માતા અપેક્ષા રાખતી માતાની પ્રેમત્તિનું ચિત્ત તે ખાળક પ્રત્યે મુક્ત ધારાથી જ છે અને તે એ કે તે માતાની સસ્વ વૃત્તિના પ્રેરક ભાવ કેવળ માહ હતા, જે
વિનાનું હોવાથી આવી ખળકની અધિકારી છે. તેપણ તે માતાનું નથી વહેતું. એનું કારણ એક ન્યાવર તથા અર્પણ કરવાની સ્નેહ હાવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતા. આ કારણથી તે માતાના હૃશ્યમાં એ ભાવ હોવા છતાં એમાંથી
Page #6
--------------------------------------------------------------------------
________________
વિકાસનું મુખ્ય સાધન
[ ૭૫૦ કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે—ખાધેલા, પણ નહિ પચેલ અન્નની જેમ-એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લેહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સ્નેહભાવની હોય છે. આપણે કેઈક સમયે ભયને કારણે રક્ષણ માટે ઝૂંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું, કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે–ભલે એ આક્રમણ પિતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય—એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પિતાના ઉપર અથવા આપણે જેને પિતાને ગમ્યું હતું તેને ઉપર ભય ન રહ્યો હોય, પણ જેને આપણે પિતાને નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પોતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણે ઉપર આવેલ ભય કરતાં પણું પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણી ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવાની કે બચાવવાની કેટલીયે શકિત કેમ ન હોય, પરંતુ તે શકિત જે સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તે જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તે ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરેપનાં તથા બીજા રાખો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિરસીનિયાએ સેંકડે વિનંતી કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મોટેભાગે ઊલટું પણ હોય છે. આમ મેહની કોટિમાં ગણતા બધા ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે એ ભાવે તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે.
જીવનશકિતને યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારનો ભાવ છે જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશકિતના યથાર્થ અનુભવમાં કર્યું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિનું સ્વરૂપ ઉપર થડે વિચાર કરવો પડશે.
આપણે આપણું મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ
Page #7
--------------------------------------------------------------------------
________________
ક૬e ]
દર્શન અને ચિંતન
કઈ વસ્તુ છે. કોઈ પણ સમજુ વ્યકિત શ્વાસેચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ માની નહિ શકે, કારણ કે કઈ કઈ સમયે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણને સંચાર ચાલુ ન રહેવા છતાં જીવનશક્તિ એમ ને એમ રહે છે. આ ઉપરથી માનવું પડે છે કે આધારભૂત શકિત કેઈ બીજી જ છે. અત્યાર સુધીના બધાયે આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીએ એ આધારશનિને ચેતના કહી છે. ચેતના એવી એક સ્થિર તથા પ્રકાશમાન શક્તિ છે કે જે શારીરિક, માનસિક તથા ઇન્દ્રિયવિષયક વગેરે બધાયે કાર્યો ઉપર જ્ઞાનને, સમજને, પરિજ્ઞાનને પ્રકાશ સતત ફેક્યા કરે છે. ભલે ઈન્દ્રિય કઈ પણું પ્રવૃત્તિ કરે, ભલે મન ગમે ત્યાં ગતિ કરે, ભલે શરીર કઈ પણ વ્યાપાર કરે, પરંતુ એ બધાંનું સતત ભાન કઈ એક શકિતને થોડું થોડું થયા જ કરે છે. આપણે દરેક અવસ્થામાં આપણી શારીરિક, ઈન્દ્રિયવિષયક તથા માનસિક ક્રિયાઓથી જે ચેડા પરિચિત રહ્યા કરીએ છીએ તે કયા કારણે ? જે કારણથી આપણને આપણી ક્રિયાઓનું સંવેદન થાય છે એ જ ચેતનાશક્તિ છે, તથા આપણે એનાથી વધારે કે ઓછા કશું પણ નથી. ચેતનાની સાથે ને સાથે જ બીજી એક શક્તિ ઓતપ્રોત છે, જેને સંકલ્પશક્તિ કહેવામાં આવે છે. ચેતના જે કાંઈ પણ સમજે કે વિચારે તેને કાર્યાન્વિત કરવું કે મૂળ રૂપમાં લાવવું એ જે ચેતનાની સાથે બીજું કોઈ બળ ન હોય તે ન બની શકે અને ચેતનાની બધીયે સમજ નકામી જાય તથા આપણે જ્યાંને ત્યાં જ રહીએ. આપણે અનુભવ કરીએ છીએ કે સમજણું કે દર્શન અનુસાર એક વાર સંકલ્પ થયો કે ચેતના પૂર્ણરૂપે કાર્યાભિમુખ થાય છે; જેમ કે કૂદનાર વ્યક્તિ કૂદવાનો સંકલ્પ કરે છે તે બધુંયે બળ એકઠું થઈને એને કુદાવી નાખે છે. સંકલ્પશક્તિનું કામ બળને વિખેરાઈ જતાં રોકવાનું છે. સંકલ્પશક્તિનું બળ મળતાં જ ચેતના ગતિશીલ થાય છે તથા પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ પ્રમાણે જીવનશક્તિના મુખ્ય ત્રણ અંશ છેઃ ચેતના, સંકલ્પ તથા વીર્ય કે બળ. આ ત્રણ અંશવાળી શક્તિને જ જીવનશક્તિ સમજવી, જેને અનુભવ આપણને દરેક નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જે સમજણ ન હોય, સંકલ્પ ન હોય તથા પુરુષાર્થ-વીર્યગતિ ને હેય તે કઈ પણ સજન થઈ જ નથી શકતું. એ ધ્યાનમાં રાખવાનું છે કે જગતમાં એ કઈ પણ નાનો કે મેટો છવનધારણ કરનાર શરીરી નથી કે જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન ન કરતે હોય. આ ઉપરથી પ્રાણીમાત્રમાં ઉપર દર્શાવેલ ત્રણ અંશવાળી જીવનશક્તિ છે તે સમજાય છે. આમ તો આવી શક્તિને જેવી રીતે આપણે
Page #8
--------------------------------------------------------------------------
________________
વકાસનું મુખ્ય સાધન
[ A
પોતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજા પ્રાણીઓનાં સન કાર્યાંથી તેમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એના અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે.
*
સામે ઊભેલી દીવાલને કાઈ નથી ? એમ કહે તેપણ આપણે માની શકતા નથી. આપણે તે તે સામી રહેલ દીવાલના અસ્તિત્વને જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પેાતાનામાં તથા ખીજામાં રહેલ ત્રણ અશવાળી શક્તિના અસ્તિત્વના તથા એના સામર્થાત અનુભવ કરવા એ જ વનશક્તિને યથા અનુભવ કર્યો ગણાય.
જ્યારે આવા અનુભવ પ્રકટ થાય છે ત્યારે પાતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે, પછી તા એવા ભાવ ઉત્પન્ન થાય છે કે સત્ર ત્રિશી જીવનશક્તિ (સચ્ચિદાનન્દ) કાંતા અખંડ કે એક છે, કાં તે સત્ર સમાન છે. કાઈ ને સંસ્કાર-અનુસાર અખડાનુભવ થાય કે કાઈ તે સમાનતાના અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કાંઈ પણ ફેર નથી પડતી. અભેદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે, જે એ પોતાની પ્રત્યે રાખતા હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે 'દષ્ટિ પોતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દૃષ્ટિ ધારણ કરનાર પશુ પોતાના અને પારકાના ભેદથી કર્તવ્યદૃષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતા.
મેહકાર્ટિમાં ગણાતા ભાવાથી પ્રેરિત જવાબદારી કે વ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે ફતવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણુ હાય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યા હાતા તથા તે તામસ અશથી અભિભૂત પણ નથી થઈ શકતા. તે ભાવ સાહજિક છે —સાત્ત્વિક છે.
મનુષ્ય જાતિને સૌથી મોટી કીમતી કુદરતી ખક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યેાગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહન્તા થઈ ગયા છે કે જેઓએ સેકડ વિઘ્નો આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કાઈ પણ દિવસ પોતાના પગ પાછા નહોતા ફેરવ્યો. પેાતાના શિષ્યના પ્રલાલન દ્વારા સોક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતા હતા, પરતુ તેણે શારીરિક વન
Page #9
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન, કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પિતાને નૂતને પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન એતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણું હમણાં જે ચમત્કાર બતાવ્યો છે તે સર્વવિદિત છે. એમને હિન્દુવ–આર્યવના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિ-પિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રી પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણું જેવા જ માણસ હતા. તે પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે? આને જવાબ સી છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિને પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલું હોય છે, જે આપણુમાં નથી. આવા પુરુષોને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકે જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તો કેઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે. પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવો કરતાં જીવનશક્તિને યથાર્થ અનુભવજનિત ભાવ કેટલે અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે, તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આવો ભાવ શબ્દથી નથી આવી શકત, અંદરથી જાગે છે અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, યોગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે. બુદ્ધિપ્રકાશ