SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસનું મુખ્ય સાધન [ ૭૫૦ કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે—ખાધેલા, પણ નહિ પચેલ અન્નની જેમ-એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લેહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સ્નેહભાવની હોય છે. આપણે કેઈક સમયે ભયને કારણે રક્ષણ માટે ઝૂંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું, કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે–ભલે એ આક્રમણ પિતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય—એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પિતાના ઉપર અથવા આપણે જેને પિતાને ગમ્યું હતું તેને ઉપર ભય ન રહ્યો હોય, પણ જેને આપણે પિતાને નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પોતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણે ઉપર આવેલ ભય કરતાં પણું પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણી ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવાની કે બચાવવાની કેટલીયે શકિત કેમ ન હોય, પરંતુ તે શકિત જે સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તે જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તે ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરેપનાં તથા બીજા રાખો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિરસીનિયાએ સેંકડે વિનંતી કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મોટેભાગે ઊલટું પણ હોય છે. આમ મેહની કોટિમાં ગણતા બધા ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે એ ભાવે તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે. જીવનશકિતને યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારનો ભાવ છે જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશકિતના યથાર્થ અનુભવમાં કર્યું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિનું સ્વરૂપ ઉપર થડે વિચાર કરવો પડશે. આપણે આપણું મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249239
Book TitleVikasnu Mukhya Sadhan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Society
File Size178 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy