________________
વિકાસનું મુખ્ય સાધ [ ૧૬ ]
વિકાસ મુખ્યત્વે એ પ્રકારના છે; શારીરિક અને માનસિક. શારીરિક વિકાસ કેવળ મનુષ્યોમાં જોવામાં આવે છે એમ નથી, પરંતુ જુદી જુદી જાતનાં પક્ષીઓ તથા જંગલી અને પાળેલાં પશુએ સુધ્ધાંમાં એનું વિશિષ્ટ અસ્તિત્વ જોવામાં આવે છે. રહેવાની તથા ખાવાપીવા વગેરેની પૂરી સગવડે હાય અને ચિંતા કે ભય ન હેાય તે પક્ષી કે પશુ પણ ખૂબ બળવાન તથા હૃષ્ટપુષ્ટ શરીરવાળાં થઈ શકે છે. મનુષ્યના અને પશુપક્ષીઓના શારીરિક વિકાસમાં એક ખાસ ફેર છે અને તે ધ્યાનમાં રાખવા જેવા છે. તે ફેર એ કે મનુષ્યને શારીરિક વિકાસ કેવળ ખાવા-પીવાની તથા પહેરવા-ઓઢવાની સગવડાથી પૂરેપૂરા થઈ જ નથી શકતા, જ્યારે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કેવળ એટલી સગવાથી પૂરેપૂરા સિદ્ધ થાય છે. મનુષ્યના શારીરિક વિકાસ પાછળ જો પૂરેપૂરા અને ઉચિત મનાવ્યાપાર-બુદ્ધિયોગ હોય તો જ તે સંપૂર્ણ પણે તથા ઉચિત રીતે સિદ્ધ થઈ શકે છે, ખીજી કાઈ પણ રીતે નહિ. આ પ્રમાણે મનુષ્યના શારીરિક વિકાસ, જે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કરતાં જુદા સ્વરૂપના છે, એનું અસાધારણ તથા મુખ્ય સાધન બુદ્ધિયોગ–મનેવ્યાપાર, સયત પ્રવૃત્તિનિવૃત્તિ એ જ છે. માનસિક વિકાસ તે, જ્યાં સુધી એના પૂર્ણ રૂપના અત્યાર સુધી સંભવ જોવામાં આવે છે, માત્ર નુષ્યમાં જ છે. શરીરયાગ, દેહવ્યાપાર જરૂર નિમિત્ત છે. શરીરયાગ વિના માનસિક વિકાસ સંભવિત નથી, તેમ છતાં ગમે તેટલે શરીરયેાગ હોય, ગમે તેટલી શારીરિક હુષ્ટપુષ્ટતા હોય, ગમે તેટલું શરીરબળ હાય, પરંતુ જો મનેચાગ, બુદ્ધિવ્યાપાર તથા સમુચિત રીતે ચેગ્ય દિશામાં મનની ગતિવિધિ ન હોય તા માનસિક વિકાસ-પૂર્ણતાલક્ષી વિકાસ ને કાઈ દિવસ પણ સૌભવ નથી. આ સંક્ષિપ્ત પ્રસ્તાવનાથી એટલું ફલિત થઈ જ જાય છે કે મનુષ્યને પૂર્ણ તથા સમુચિત શારીરિક તથા માનસિક એક પ્રકારના વિકાસ કેવળ એક વ્યવસ્થિત તથા જાગ્રત મુદ્િયોગની અપેક્ષા રાખે છે. આ કુલિત અથમાં તો કાઈ ના મતભેદ નથી. અહીંયાં એ વિશે કાંઈ નવું વિધાન કરવાનું નથી તથા એના વિશે કાંઈ વિશેષ ઊહાપોહ પણ કરવાનેા નથી. અહીયાં સક્ષેપમાં કહેવાનું છે તે આની સાથે સંબંધ હોવા છતાં આનાથી જુદા મુદ્દા ઉપર જ કહેવાનું છે.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org