Book Title: Vikasnu Mukhya Sadhan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ વિકાસનું મુખ્ય સાધન [ પ આપણે બીજા દેશોની વાત કરવા કરતાં આપણા દેશને જ સામે રાખીને વિચાર કરીએ તેા વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયાગી થશે. આપણા દેશમાં આ વાત તે આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જે ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મદ હોય છે. મેટા મેટા ધનવાનનાં સતાતેને જુએ, રાજપુત્રાને લે કે જમીનદારાને જુએ. તમને જોવા મળશે કે બહારના ભષા કે દેખાવ માટેની સ્ફૂર્તિ હોવા છતાં તેમાં મનને, વિચારશક્તિનો તથા પ્રતિભાના વિકાસ ઓછામાં ઓછેઃ હશે. બહારનાં સાધનાની એમને કમી નથી, અભ્યાસનાં સાધન પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધના એમને યચેષ્ટ હોય છે, છતાં પણ આ વર્ગને માનસિક વિકાસ એક રીતે અધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એવા વર્ગ લઈએ કે જેને વારસામાં કાઈ સ્કૂલ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની ખીજી કાઈ વિશિષ્ટ સગવડ પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનેવિકાસવાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તકાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હાવું તો એમ જોઈએ કે જેને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેના જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટુ આવે છે. માટે આપણે શોધવું જોઇએ કે વિકાસનું મૂળ કારણ શું છે ? મુખ્ય ભાખત કઈ છે કે જે ન હેાય તો બીજું બધું હાવા છતાં ન હોવા બરાબર બની જાય છે ? ઉપરના પ્રશ્નના જવાબ તદ્દન સહેલા છે. પ્રત્યેક વિચારક વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિના જીવનમાંથી તે મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ ખીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ એવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે ખીજા બધાં વિકાસનાં સાધનાની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે? મનનેા વિકાસ એના સત્ત્વઅ’શની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે; જ્યારે રાજસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રમળ થાય છે ત્યારે મનની વિચારશક્તિ— યેાગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ-કુંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અશ તથા તામસ અંશ ખળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કાણુ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9