Book Title: Vikasnu Mukhya Sadhan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૭૫૬ ]. દર્શન અને ચિંતન ખરાબીઓ થાય છે? જ્યારે માણસ બિનજવાબદાર રહે છે ત્યારે તેની બિનજવાબદારીને લીધે તેના મનની ગતિ કુંઠિત થઈ જાય છે, તથા પ્રમાદનું તત્ત્વ વધવા માંડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત તથા મૂઢ અવસ્થા કહી છે. જેવી રીતે શરીર ઉપર ગજા ઉપરાંત ભાર લાદવાથી એની સ્કૂર્તિ તથા. એનું સ્નાયુબળ કાર્યસાધક નથી રહેતું, તેવી જ રીતે રજોગુણથી ઉત્પન્ન થયેલ ક્ષિપ્ત અવસ્થાને ભાર મન ઉપર પડવાથી મનની સ્વાભાવિક સર્વગુણથી ઉત્પન્ન થયેલ વિચારશકિત નિષ્ક્રિય થઈ જાય છે. આ પ્રમાણે મનની નિષ્ક્રિયતા, જે વિકાસની એકમાત્ર અવધક છે, એનું મુખ્ય કારણ રાજસ તથા તામસ ગુણોને ઉક છે. જ્યારે આપણે આપણું જીવનમાં કોઈ જવાબદારીને નથી લેતા અથવા તો લઈને નથી નભાવતા ત્યારે મનના સાત્વિક અંશની જાગૃતિ થવાને બદલે તામસ તથા રાજસ અંશની પ્રબળતા. થવા લાગે છે, તથા મનને સૂક્ષ્મ તથા સારો વિકાસ રોકાઈ જઈ કેવળ સ્થૂલ વિકાસ રહી જાય છે અને તે પણ સાચી દિશા તરફ નથી હોત. આ જ કારણથી બિનજવાબદારીનું તત્ત્વ મનુષ્યજાતિ માટે સૌથી વધારે ભયાનક વસ્તુ છે. તે તત્ત્વ ખરેખર મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ માર્ગમાંથી ચુત કરી નાખે છે. આ જ કારણે જવાબદારીનું વિકાસમાં અસાધારણ મહe. પણ જણાઈ આવે છે. જવાબદારી અનેક પ્રકારની હોય છે. કેઈકે સમયે તે મોહમાંથી પણ આવે છે. કાઈક યુવક-યુવતીનું જ ઉદાહરણ છે. જે વ્યક્તિ ઉપર જેનો વિશિષ્ટ મહ હશે તેની પ્રત્યે તે પિતાને જવાબદાર સમજશે, તેની પ્રત્યે જ તે પિતાના કર્તવ્યપાલનને પ્રયત્ન કરશે. બીજાઓની પ્રત્યે તે ઉપેક્ષા પણ એવી શકે છે. કેઈક સમયે જવાબદારી સ્નેહ તથા પ્રેમમાંથી આવે છે. માતા પિતાના બચ્ચા પ્રત્યે એ સ્નેહને વશ થઈને કર્તવ્યપાલન કરે છે, પણ બીજાંનાં બચ્ચાંઓ પ્રત્યે તે કર્તવ્યને વિચાર ભૂલી પણ જાય છે. કેઈક વખત જવાબદારી ભયમાંથી આવે છે. જે કોઈને ભય હોય કે આ જંગલમાં રાત્રે કે દિવસે વાઘ આવે છે તે તે અનેક પ્રકારે જાગ્રત રહી બચવાનું કર્તવ્ય કરશે, પરંતુ ભયનું નિમિત્ત ચાલ્યું જતાં જ તે ફરીથી નિશ્ચિંત થઈ પિતાની તથા બીજાની પ્રત્યેનાં કર્તવ્યોને ભૂલી જશે. એ જ પ્રમાણે લેભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, કૈધભાવના, બદલે લેવાની વૃત્તિ, માન, મત્સર વગેરે અનેક રાજસ તથા તામસ અંશથી જવાબદારી થોડી કે વધારે, એક કે બીજા રૂપમાં ઉત્પન્ન થઈ મનુષ્યના જીવનનું આર્થિક તથા સામાજિક ચક્ર ચલાવે છે. પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયાં વિકાસના, વિશિષ્ટ વિકાસના તથા પૂર્ણ વિકાસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9