Book Title: Vijayprashasti Mahakavyam Author(s): Hemvijay Gani, Gunvijay Gani Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ પ્રકાશકીય શ્રી હેમવિજયગણિ વિરચિત વિજયપ્રશસ્તિ નામના આ મહાકાવ્યને તેની વિજયપ્રદિપીકા” નામની ટીકા સહિત સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. ટીકાના રચયિતા છે ગુણવિજયજી ગણિ. એટલું જ નહી એકવીશ સર્ગાત્મક પ્રસ્તુત મહાકાવ્યના સોલસર્ગના નિર્માણ કર્યા પછી ગ્રંથકાર સ્વર્ગવાસ પામતા બાકીના પાંચ સર્ગ પણ તેમણે જ રચ્યા છે. આ ગ્રંથમાં પૂજ્યપાદ જગદ્ગર હીરસૂરિના પટ્ટાલંકાર શ્રુતસિંધુ તપાગચ્છાલંકાર આચાર્યવિ શ્રીમદ્ વિજય સેનસૂરિ મહારાજાનું જીવનચરિત્ર છે. તપાગચ્છના આ મહાન આચાર્ય થયા તેમણે પણ અકબર બાદશાહને અનેક રીતે ઉપદેશો આપી જીવદયા વગેરેમાં સ્થિર કર્યો હતો. જીવનમાં અનેક જિનમંદિરોના જીર્ણોદ્ધાર, પ્રતિમાઓ, ધૃતસાહિત્યના નિર્માણાદિ કાર્યો દ્વારા મહાન શાસનપ્રભાવના કરી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં આઠ ઉપાધ્યાયો અઢીસો પંડીત ગીતાથ તથા બે હજાર મુનિઓ હતા. ટીકા સહિત ચરિત્રનું પ્રમાણ દશ હજાર શ્લોક જેટલું છે. ટીકાની પૂર્ણાહુતિ સંવત ૧૬૮૮માં થયેલ છે આનું પ્રકાશન વિક્રમ સંવત ૧૯૬૭માં પંડિત હરગોવિંદ તથા બેચરદાસે સંશોધન કરી, વારાણસીના શ્રેષ્ઠીવર્ય શ્રી હર્ષચંદ્ર ભૂરાભાઈએ પ્રકાશિત કરેલું છે. બંને પંડિતો તથા હર્ષચંદ્ર પ્રત્યે અમે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. સાત ક્ષેત્રોની ભક્તિ કરવા માટે પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર વિજયજી (હાલ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ) મસા. ની પ્રેરણાથી સંવત ૨૦૩૪ના આસો સુદ દશમ વિજય દશમીના શુભ દિવસે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા અનેક જિનમંદિરોના નિર્માણ, જીર્ણોદ્ધાર ઉપાશ્રયોના નિર્માણ દીક્ષાર્થીઓના બહુમાન. શાનદાન તથા મૃતભક્તિના કાર્યો થયા છે હાલ પણ તે તે શાસન-સેવાના કાર્યો થઈ રહ્યા છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 728