Book Title: Vijaychandrasuri Virachit Raivatachal Chaityaparipati Stavan Author(s): Babulal S Shah Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 1
________________ શ્રીવિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરેવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન” સ. ૫. બાબુભાઈ સવચંદ શાહુ શ્રી વિજયચન્દ્રસૂરિ વિરચિત પ્રસ્તુત રેવતાચલચૈત્યપરિપાટી સંસ્કૃત ભાષામાં અને રાચક શૈલીમાં રચાયેલ છે. તેમાં ઉજજ્યન્તગિરિ, જિત નેમિનાથનાં ત્યાં થયેલાં કલ્યાણુકા, તેમ જ અખિકાદેવી અને શાંખ-પ્રદ્યુમ્નશિખર આદિ ગિરિસ્થ તીર્થા ૨૧ પદ્યોમાં વર્ણિત છે. ૨૦ પદ્યો વસંતતિલકામાં નિબધ્ધ છે જ્યારે આખરી પદ્યમાં છન્દભેદ બતાવવા અઘ્ધરાને પ્રયોગ કર્યાં છે. સાંપ્રત કૃતિનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સસ્કૃતિ વિદ્યામ`દિર (અમદાવાદ)ના જ્ઞાનભંડારમાં રહેલ પ્રતિ ન ખર ૨૮૪૧/૭ ઉપરથી કરવામાં આવેલ છે. પ્રતિનું પરિમાણ ૨૬.૫ × ૧૧.૫ સેન્ટીમીટર છે, પ્રતિને લેખન સમય વિક્રમ સવંત ૧૪૭૩/ઈ. સ. ૧૪૧૭ છે. સુવાચ્ય અક્ષરે લખાયેલી આ પ્રતિ પ્રાયઃ શુદ્ધ છે. પાતુલના અર્થે આ જ ભંડારની બીજી ૮૬૦૧ નંબરની પ્રતિના ઉપયોગ કર્યાં છે, જેનું પરમાણુ ૨૪ × ૯.૯ સેન્ટીમીટર છે અને લીપી-સમય વિક્રમને સાળમા સૈકા છે. પ્રથમ પ્રતિ વિ. સં. ૧૪૭૩ (ઈ. સ. ૧૪૧૭)માં લખાયેલી હાઈ આ રચના તે વર્ષે પૂર્વની નિશ્ચિત થાય છે. આ સિવાય આ રચનામાં તેજપાળ મ`ત્રીએ વસાવેલ તેજલપુર (છઠ્ઠુંદુગ કિંવા ઉપરÈાટ નીચેના શહેર) તથા તેમાં રહેલ મંત્રીકારિત પાર્શ્વનાથ મદિરા, તેમ જ ગિરનાર પર મંત્રીશ્વર વસ્તુપાળે કરાવેલ શત્રુંજયાવતાર એવં અષ્ટાપદ્દાદિ મદિરાના ઉલ્લેખ હાઈ સાંપ્રત કૃતિ ઈ. સ. ૧૨૩૨ બાદ જ બની હોવી ઘટે. આથી પણ સૂક્ષ્મતર કાળનિર્ણય માટે એક ખીજો મુદ્દો પણ છે. શ્રી શત્રુંજય મહાતીર્થ ચૈત્યપરિપાટિકા'' અપરનામ “શ્રીપુંડરિક શિખરી સ્તાત્ર”; જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંધટન તથા આકાર-પ્રકારમાં આતે ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિ રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦૫ અને ૧૩૨૦ વચ્ચેના હાવાત નિષ્ણુય કર્યો છે. પ્રસ્તુત બન્ને કૃતિએ એક કહાવાતા પૂરા સંભવ હાઈ, તેમ જ તે એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હેાઈ, સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કાઈ આપત્તિ તથી. રચિયતાએ પોતાના ગુચ્છ કે ગુર્વાદિષ્ટ વિશે કશું કહ્યું નથી, પરિપાટીને અંતે ૨૧મા લેકમાં "सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः” ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલા હેાવાથી કર્તાનું નામ વિજયચન્દ્ર આ પ્રમાણે કર્તાએ પોતાના નામ સૂરિ” હાવાનું નિશ્ચિત થાય છે. “વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિએ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હાઈ આ સ્તાત્રના કર્તા કોઇ અદ્યાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6