Book Title: Vijay Bhuvanbhanusuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ ૩eo શાસનપ્રભાવક જીવંત રાખનારા વિરલાઓ આ પૃથ્વી પર વિરલ હોય છે. પૂજ્યશ્રીનાં અન્ય શાસનપ્રભાવક કાર્યો જોઈએ તે સાનંદાશ્ચર્ય ધન્ય થઈ જઈએ. “દિવ્યદર્શન ની દિવ્ય વાણીથી જેમ અનેક વાચકવર્ગને પ્રેરણા આપી રહ્યા છે, તેમ ધાર્મિક શિબિરનું આયોજન પણ પૂજ્યશ્રીની અદ્વિતીય અને અવર્ણનીય પ્રવૃત્તિ છે, જે શ્રી જૈનસંઘને પ્રથમ ભેટ છે. છેલ્લાં પંદર વર્ષથી ઉનાળાની લાંબી રજાઓ દરમિયાન ૨૧-૨૧ દિવસની શિબિરે યોજે છે. અને આ “જેન ધાર્મિક શિબિરે ”માં સતત પ-૫ કલાક અખંડ વાચના આપે છે. હજારે નવયુવાનના માનસને સમજીને સ-રસ રીતે સમજાવવાનો અવિરામ ક્રમ આજે પણ ચાલુ છે. આ યુવાનો પૂજ્યશ્રીની શીતળ નિશ્રામાં રહીને જ્ઞાન-વૈરાગ્યની વાણું સાંભળીને અને પૂજ્યશ્રીના વિશુદ્ધ આચાર, તપ, ધાર્મિક ક્રિયાઓને સાક્ષાત્ નિહાળીને જૈનત્વના સંસ્કાર પ્રાપ્ત કરે છે. પૂજ્યશ્રી ધર્મને વિજ્ઞાનની અને મને વિજ્ઞાનની દ્રષ્ટિથી યુવાનોના હૃદયમાં સ્થાપી આપે છે. પરિણામે, શિબિરમાં પ્રવેશ પામેલે યુવાન શિબિરાંતે જૈન બનીને જ જગતમાં પાછા ફરે છે. પૂજ્યપાદશ્રીને આજ સુધીમાં નિર્વિવાદ યશસ્વી સિદ્ધિઓ અને સફળતા મળી છે. કારણ કે અભિમાનના દૂષિત સ્પર્શથી પૂજ્યશ્રી હરહંમેશ અળગા રહ્યા છે. નિરાભિમાની સાથે નિસ્પૃહી પણ એટલા જ જાડું બરછટ વસ્ત્ર પરિધાન કરે, પિતાની ઉપાધિઓમાંથી એક પણને પિતાનાં નામ સાથે રાખવાની મનાઈ ફરમાવે, લખવામાં સસ્તી અને સાદી પેનને ઉપયોગ કરે, લખવા માટે ખાસ પ્રકારના કાગળને આગ્રહ નહીં, ચોપાનિયા કેરા ભાગ પર પત્રેના ઉત્તર આપે; દાન માટે કેઈને પણ જરાયે આદેશ નહિ કરવાની સરળતા દાખવે; આવા તે અનેકાનેક ગુણોથી જેઓશ્રીનું વ્યક્તિત્વ અને પ્રભાવ પાથરી રહ્યું છે તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ શાસનના સાચા શણગાર છે. તેઓશ્રીના વ્યક્તિત્વ, વસ્તૃત્વ અને નેતૃત્વથી પ્રભાવિત સમુદાય અને સંઘ કેઈ અનેખી શાતા અને સાંત્વના પામે છે. પૂજ્યશ્રી વ્યાધિમાં વ્યગ્ર થયા નથી, વિહારમાં દોષિત આહાર લીધે નથી, તપશ્ચર્યાથી કેઈ દિવસ કંટાળ્યા નથી; ગ્રંથ લખતાં કે સાપ્તાહિકમાં લખાણ લખતાં કોઈ કાળે વિરામ લીધે નથી; વિશાળ સમુદાયની સતત ખેવના કરી છે, તપ માટે કે સાહિત્યસર્જન માટે કોઈ કાળે પ્રમત્તતા દર્શાવી નથી. જ્યારે જુએ ત્યારે એકધારી પ્રસન્ન મુખમુદ્રા ઊંડા ચિંતનમાં ડૂબેલી દેખાય. સૂસવતી ઠંડી હોય કે અકળાવતી ગરમી હોય, માઝમ રાત હોય કે શીતળ પ્રભાત હોય, માનવસમુદાયની ભીડ હેય કે શાંત એકાંત હોય; ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાંથી સ્કૃતિની સારંગીના સૂર સંભળાયા જ કરતા હોય છે. શ્રીસંઘને આજે એવા જ આચાર, વિચાર, સંયમ, સહિષ્ણુતા અને સૌમ્યતાયુક્ત મહાન વ્યક્તિત્વની જરૂર છે જે સંધ અને સંસ્કૃતિના પ્રખર પક્ષકાર હેય, સંઘનું આચારમય ઉત્થાન કરવામાં સમર્થ હોય. પૂજ્યશ્રીના જીવનકાર્યોથી આવા આદર્શો આપેઆપ મૂર્ત થાય છે. અમૂલ્ય જતન અને અમૂલ્ય સંવર્ધન એ તેઓશ્રીના આદર્શો છે. જેની વિચારધારાને અને જૈનાચારને પુષ્ટ કરવાની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9