Book Title: Vijay Bhuvanbhanusuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249136/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૨ ૩૮૭ સમુદાયની સાર-સંભાળના ગુણે વ્યાપેલા છે. આ ગુણેને પ્રભાવે તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે મુંબઈમાં મહત્સવપૂર્વક આચાર્યપદ અભિષિક્ત કરાયા અને પૂ. આચાર્યશ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ તરીકે ઘોષિત થયા. વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક મુહૂર્તનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવશ્રીના પત્રવ્યવહારની જવાબદારી ઇત્યાદિમાં પિતાના અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમાધિ પૂર્ણ સ્વર્ગગમન બાદ જેઓશ્રીના નામ કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ પ્રમાણમાં જાણીતા અને માનીતાં થઈ રહ્યા છે, એ પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજ, વડીલો–આચાર્યદેવની શુભેચ્છા પામીને વર્ધમાન તપપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજનાં નિશ્રા–સાન્નિધ્ય પામવા પૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહોળો અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની પરમ કૃપા, જ્યોતિષશાસ્ત્રને ઊંડા અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજ્યરાજતિલકસૂરીશ્વરજી મહારાજ એક જ સાલ અને એક જ દિવસના દીક્ષિત છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી-પળે કોઈને કલપના ય નહિ આવી હિય કે, આ બે સહદીક્ષિતેના શિરે ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન સ્થાપિત થશે અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસ-પરસ પૂરક બની રહેશે ! હાલ પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય પ૭ વર્ષ છે. અધિકાધિક અને અદકેરો શાસનકાર્યો સફળતાથી પાર પાડવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ બ, એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની કેટિશ વંદના ! તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચોટ વ્યાખ્યાતા અગણિત શિષ્યસમુદાયના પ્રેરક-પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વત્સલ, વિમલ અને વિશુદ્ધ વ્યક્તિત્વને પ્રભાવે અનેક જીવાત્માએ જૈનત્વને પામીને કૃતાર્થ થયા, તે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું વિરલ વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. તેઓશ્રીને જન્મ જૈનનગરી અમદાવાદમાં કાળુશીની પિળમાં સુસંસ્કારી શ્રીમાન ચીમનલાલનાં સુશ્રાવિકા ધર્મપત્ની ભૂરીબહેનની રત્નકુક્ષિાએ સં. ૧૯૯૭ના ચૈત્ર વદ ૬ને શુભ દિવસે થયે હતો. માતાપિતાએ નામ રાખ્યું કાંતિલાલ. કાંતિલાલ ખરેખર નાનપણથી જ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસમાં કાંતિમાન હતા. આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષ સેકન્ડ કલાસમાં ઉત્તીર્ણ થઈ, આજની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (C. A.)ની સમકક્ષ ત્યારની G. D. A. (ગવર્નમેન્ટ ડિપ્લોમેઇડ એકાઉન્ટન્ટ)ને અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇગ્લેન્ડની અને ઈન્ડિયાની ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કર્સ અને ઈન્કોર્પોરેટેડ સેક્રેટરીઝની પરીક્ષા પણ પસાર કરી. એમાં 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શાસનપ્રભાવક ઇંગ્લેન્ડની પ્રથમ બેન્કિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તીર્ણ કરીને દેશ અને કુટુંબની શોભામાં ચાર ચાંદ લગાડ્યા. પરંતુ કેલેજમાં ભણતાં કાંતિલાલને કેલેજને માદક રંગ નહિ, પણ વિદ્યાશાળામાં બિરાજમાન પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજના સ્ફટિકનિર્મળ અમાના સુવિશુદ્ધ શાંત સ્વભાવને રંગ લાગે, મોટાભાઈના ભરયુવાનવયે થયેલા અસહ્ય અને અવર્ણનીય મૃત્યુના આઘાતે કાંતિલાલના અંતરમાં સંસારની ક્ષણભંગુરતા આંકી દીધી, એમાં નાનાભાઈ પોપટલાલની ઈચ્છાને ઉમેરે થયે અને બંને ભાઈઓએ ભવતારિણી ભાગવતી દીક્ષા લેવાને નિરધાર કર્યો. સં. ૧૯૯૧ના પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિવર ચાણસ્મામાં બિરાજમાન હતા ત્યાં બંને ભાઈઓ પહોંચી ગયા. અને પિષ સુદ ૧૨ને મંગળવારે બંને ભાઈઓએ શ્રીસંઘના જયનાદ વચ્ચે પૂ. ઉપાધ્યાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરીને નવા જીવનને શુભારંભ કર્યો. તે દિવસથી કાંતિલાલ મુનિશ્રી ભાનવિજયજી મહારાજના રૂપે-સ્વરૂપે અને પિપટલાલ એમના જ શિષ્ય રૂપે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરીકે વંદાવા-પૂજવા લાગ્યા. શાળાજીવન દરમિયાન જ પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતે. શેખ અને સ્વભાવથી જ્ઞાનને અથી હતા જ. તર્ક યુક્ત ચિંતન, વેધક બુદ્ધિશકિત, ક્રમિક વિચારધારા, ચિત્તનું સંતુલન અને સદ્યગ્રાહી–સારગ્રાહી ચિત્તશક્તિને લીધે પ્રથમથી જ તેઓશ્રી એક કુશળ ચિંતકની છાપ ઉપસાવી શક્યા. તેઓશ્રીની પ્રજ્ઞાશક્તિને પારખી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પૂજ્યશ્રીને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં જોડ્યા. ન્યાયદર્શનના પ્રાચીન અને નવીન ગ્રંથોનો ગુરુગમથી તલસ્પર્શી અભ્યાસ કર્યો. જેન દાર્શનિક ગ્રંથોનું પણ ગહન અધ્યયન કર્યું. વેદાંત, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક અને બૌદ્ધ – આ છ દર્શનેનું પણ ઊંડું અવગાહન કર્યું. આમ, ટૂંક સમયમાં જ તેઓશ્રી આ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત થયા અને તેઓશ્રી પાસે સમુદાયના મુનિવર્યોને અધ્યાપન માટે મૂક્યા. આમ, પૂજ્યશ્રી અધ્યાત્મવિદ્યાના મહાન અધ્યેતા તરીકે સુખ્યાત બન્યા. સેનામાં સુગંધ ભળે તેમ, પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના સાથે જ ઉગ્ર તપની ઉપાસનાને પણ આરંભ કર્યો, વર્ધમાનતપની ઓળીને પાયે નાખે અને અનેક તપશ્ચર્યા સાથે વર્ધમાન તપની ૧૦૮ એળી પ્રસન્નચિને પૂર્ણ કરી. આજે પણ તપની આ સાધના ઉત્કૃષ્ટપણે ચાલી રહી છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિશુદ્ધ અને વત્સલ છે. પાતળે સૂકલકડી દેહ, કરુણા અને વિનમ્રતા ભરેલી સાદા ચશમાં પાછળ ચમકતી તેજસ્વી આંખો, પ્રસન્નતાથી સદાય પ્રફુલ્લ ચહેરે, જાડાં વેત વસ્ત્રો – એ પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ છે, તો આંતરગુણેના પ્રભાવે પૂજ્યશ્રી સૌ કેઈન મનને હરી લે છે. પૂજ્યશ્રીની આંખમાં આત્મભાવનું અંજન છે, અંતરમાં પરમાત્માનું ગુંજન છે, હોઠ પર પ્રશમભાવનું સ્મિત છે, ચહેરા પર પ્રસન્નતા અને વાણમાં વૈરાગ્યની ભીનાશ છે, વ્યવહારમાં જિજ્ઞાસાને શીતળ ચંદન સ્પર્શ છે. પૂજ્યશ્રીના ગમનાગમનમાં ચંપાના ફૂલની સુવાસ છે, તે કલમમાં કર્મની સામે તાતી ધર્મ – આરાધનાને આદેશ છે. એ વાણીમાં વૈરાગ્યભાવને વધાવતી દિવ્ય સંજીવની છે. પશે, તે પછી પૂજ્યશ્રીની વાર્થને હોય કે કલમને, હાથને હેય કે ચરણને, પણ જેણે જેણે એને અનુભવ કર્યો તેના હૈયે સમ્યક્ત્વનું હજાર પાંખડીનું સુમન ખીલ્યા વગર ન રહે. 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે-૨ ૩૮૯ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં બંને ભાઈ એની જ્ઞાનતપની સાધના અને સાધુજીવનને અદ્ભુત વિકાસ થવા પામ્યો. તેઓશ્રીના ત્રીજા બંધુ શ્રી જયન્તીલાલે પણ સં. ૨૦૦૧માં દીક્ષા લીધી અને મુનિવર્ય શ્રી ભાનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી તરુણવિજ્યજી મહારાજ તરીકે સુંદર સાધના કરીને સં. ૨૦૦૨ના ચૈત્ર સુદ બીજને દિવસે કાળધર્મ પામ્યા. લઘુબંધુ પૂ. પંન્યાસજી શ્રી પદ્યવિજ્યજી ગણિવરને છેલ્લે કેન્સરની બીમારી લાગુ પડી હતી. તેમ છતાં તેઓશ્રી ૧૩-૧૬-૨૪-૩૦ ઉપવાસેની તપશ્ચર્યા કરવા પૂર્વક સમાધિ જાળવીને પિંડવાડામાં કાળધર્મ પામ્યા. જ્યારે પૂ. પંન્યાસજી શ્રી ભાનવિજયજી ગણિવરની સંયમયાત્રા અનેકશઃ માગે વિકાસ સાધતી જ રહી, પરિણામે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી સર્વસવાણના મર્મજ્ઞ વિવેચક છે. ન્યાય, આગમ, દર્શન અને કર્મશાનાં ગહન રહસ્યના પ્રખર વિશેષજ્ઞ છે. વ્યાકરણ, કાવ્ય ઉપર તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીની વાણુમાં વૈરાગ્યભાવ છલકે છે ને તેઓશ્રીની કલમમાંથી અમોધ નીતરે છે. તેઓશ્રી આચારવિચારની જીવંત સંહિતા છે. તેજસ્વિતા, તપસ્વિતા, તન્મયતા અને તિતિક્ષાની પાવન મૂતિ છે. પૂજ્યશ્રીએ પિતાના આત્મવૈભવ અને દિગદિગંત ગુંજતી યશસમૃદ્ધિને આકંઠ પચાવીને આત્માને નિરાભિમાની રાખે છે. પૂજ્યશ્રીનું ચિંતને માત્ર ભાષાથી જ નહિ, ભાવથી પણ રસાયેલું છે. એ ભાવવાહી શૈલીમાં તેઓશ્રીએ સાઠથી વધુ ગ્રંથનું સર્જન કર્યું છે. દર સપ્તાહે પ્રગટ થતા ગુજરાતી “દિવ્યદર્શન” સાપ્તાહિકના અને હિન્દી ભાષી વિસ્તાર માટે છેલ્લાં ત્રણ વરસથી હિન્દી ભાષામાં “તીર્થકર દિવ્ય દર્શન” પાક્ષિકનાં પૃષ્ઠો પર તેઓશ્રીની અધ્યાત્મવાણી છેલ્લાં ત્રીશ વર્ષથી વૈરાગ્યોધની અમવર્ષા કરી રહી છે. પૂજ્યપાદશ્રીની નિશ્રામાં અનેક સ્થળોએ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, સંઘયાત્રા આદિ અનેકવિધ જિનભક્તિના મહત્સવો થયા છે. હાલ ૨૦૦થી પણ વધુ શિખે– પ્રશિષ્યોના વિશાળ સમુદાય ધરાવતા સંયમશિલ્પી પૂજય આચાર્યપ્રવરશ્રી પરિવારના સર્વાગીણ શ્રેય માટે સતત જાગૃત અને પ્રવૃત્ત રહેવા ઉપરાંત ચિરસ્મરણીય શાસનસેવા કરી રહ્યા છે. આજે પૂજ્યશ્રીના શિષ્યગણમાં નવ તે આચાર્યો છે. પૂજ્યશ્રીની ધાર્મિક અભિરુચિ કેળવવાની વિવિધ પદ્ધતિઓ ખૂબ જ પ્રભાવક નીવડી છે. તેઓશ્રી પ્રભાવશાળી પ્રવચનકાર છે. તેઓશ્રીના કંઠે ગવાતાં ભાવવાહી સ્તવને સાંભળતાં સાંભળતાં શ્રોતાવર્ગ સંસારની સંકુલતા છેડીને પરમધામ પરમાત્માને સાક્ષાત્કાર કરતાં હોય તેમ આનંદલેકમાં ઊતરી પડે છે. અષ્ટાપદજીની પૂજાનું સંગીતમય આખ્યાન પૂજ્યશ્રીની ખાસ આગવી વિશેષતા છે. એના પ્રભાવે અસંખ્ય સુવાવર્ગને, કેલેજનું શિક્ષણ પામેલા સુધારાવાદી યુવાનને ધર્મના રંગે રંગ્યા છે. અને ઘણને સંયમમાર્ગે પ્રયાણ કરવા પ્રેર્યા છે. કહેવાય છે કે આ પૃથ્વી સજની સજ્જનતાને આધારે ટકી રહી છે. આ સંસ્કારની આબેહવામાં જ માનવજીવન ધન્યતા અનુભવે છે. એવી ધન્યતાને 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩eo શાસનપ્રભાવક જીવંત રાખનારા વિરલાઓ આ પૃથ્વી પર વિરલ હોય છે. પૂજ્યશ્રીનાં અન્ય શાસનપ્રભાવક કાર્યો જોઈએ તે સાનંદાશ્ચર્ય ધન્ય થઈ જઈએ. “દિવ્યદર્શન ની દિવ્ય વાણીથી જેમ અનેક વાચકવર્ગને પ્રેરણા આપી રહ્યા છે, તેમ ધાર્મિક શિબિરનું આયોજન પણ પૂજ્યશ્રીની અદ્વિતીય અને અવર્ણનીય પ્રવૃત્તિ છે, જે શ્રી જૈનસંઘને પ્રથમ ભેટ છે. છેલ્લાં પંદર વર્ષથી ઉનાળાની લાંબી રજાઓ દરમિયાન ૨૧-૨૧ દિવસની શિબિરે યોજે છે. અને આ “જેન ધાર્મિક શિબિરે ”માં સતત પ-૫ કલાક અખંડ વાચના આપે છે. હજારે નવયુવાનના માનસને સમજીને સ-રસ રીતે સમજાવવાનો અવિરામ ક્રમ આજે પણ ચાલુ છે. આ યુવાનો પૂજ્યશ્રીની શીતળ નિશ્રામાં રહીને જ્ઞાન-વૈરાગ્યની વાણું સાંભળીને અને પૂજ્યશ્રીના વિશુદ્ધ આચાર, તપ, ધાર્મિક ક્રિયાઓને સાક્ષાત્ નિહાળીને જૈનત્વના સંસ્કાર પ્રાપ્ત કરે છે. પૂજ્યશ્રી ધર્મને વિજ્ઞાનની અને મને વિજ્ઞાનની દ્રષ્ટિથી યુવાનોના હૃદયમાં સ્થાપી આપે છે. પરિણામે, શિબિરમાં પ્રવેશ પામેલે યુવાન શિબિરાંતે જૈન બનીને જ જગતમાં પાછા ફરે છે. પૂજ્યપાદશ્રીને આજ સુધીમાં નિર્વિવાદ યશસ્વી સિદ્ધિઓ અને સફળતા મળી છે. કારણ કે અભિમાનના દૂષિત સ્પર્શથી પૂજ્યશ્રી હરહંમેશ અળગા રહ્યા છે. નિરાભિમાની સાથે નિસ્પૃહી પણ એટલા જ જાડું બરછટ વસ્ત્ર પરિધાન કરે, પિતાની ઉપાધિઓમાંથી એક પણને પિતાનાં નામ સાથે રાખવાની મનાઈ ફરમાવે, લખવામાં સસ્તી અને સાદી પેનને ઉપયોગ કરે, લખવા માટે ખાસ પ્રકારના કાગળને આગ્રહ નહીં, ચોપાનિયા કેરા ભાગ પર પત્રેના ઉત્તર આપે; દાન માટે કેઈને પણ જરાયે આદેશ નહિ કરવાની સરળતા દાખવે; આવા તે અનેકાનેક ગુણોથી જેઓશ્રીનું વ્યક્તિત્વ અને પ્રભાવ પાથરી રહ્યું છે તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ શાસનના સાચા શણગાર છે. તેઓશ્રીના વ્યક્તિત્વ, વસ્તૃત્વ અને નેતૃત્વથી પ્રભાવિત સમુદાય અને સંઘ કેઈ અનેખી શાતા અને સાંત્વના પામે છે. પૂજ્યશ્રી વ્યાધિમાં વ્યગ્ર થયા નથી, વિહારમાં દોષિત આહાર લીધે નથી, તપશ્ચર્યાથી કેઈ દિવસ કંટાળ્યા નથી; ગ્રંથ લખતાં કે સાપ્તાહિકમાં લખાણ લખતાં કોઈ કાળે વિરામ લીધે નથી; વિશાળ સમુદાયની સતત ખેવના કરી છે, તપ માટે કે સાહિત્યસર્જન માટે કોઈ કાળે પ્રમત્તતા દર્શાવી નથી. જ્યારે જુએ ત્યારે એકધારી પ્રસન્ન મુખમુદ્રા ઊંડા ચિંતનમાં ડૂબેલી દેખાય. સૂસવતી ઠંડી હોય કે અકળાવતી ગરમી હોય, માઝમ રાત હોય કે શીતળ પ્રભાત હોય, માનવસમુદાયની ભીડ હેય કે શાંત એકાંત હોય; ગમે તેવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાંથી સ્કૃતિની સારંગીના સૂર સંભળાયા જ કરતા હોય છે. શ્રીસંઘને આજે એવા જ આચાર, વિચાર, સંયમ, સહિષ્ણુતા અને સૌમ્યતાયુક્ત મહાન વ્યક્તિત્વની જરૂર છે જે સંધ અને સંસ્કૃતિના પ્રખર પક્ષકાર હેય, સંઘનું આચારમય ઉત્થાન કરવામાં સમર્થ હોય. પૂજ્યશ્રીના જીવનકાર્યોથી આવા આદર્શો આપેઆપ મૂર્ત થાય છે. અમૂલ્ય જતન અને અમૂલ્ય સંવર્ધન એ તેઓશ્રીના આદર્શો છે. જેની વિચારધારાને અને જૈનાચારને પુષ્ટ કરવાની 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૩૯૧ અને પ્રતિષ્ઠિત કરવાની પૂજ્યશ્રીની અખંડ આરાધના છે. આજે પ૬ વર્ષના સુદીર્ઘ દક્ષિપર્યાયમાં પૂજ્યશ્રીએ એ સિદ્ધ કરી આપ્યું છે. તેઓશ્રીનાં પુસ્તક-લલિતવિસ્તરા”, “પરમ તેજ', “ધ્યાન અને જીવન', “યોગદષ્ટિ સમુચ્ચય', “ઉચ્ચ પ્રકારના પશે”, “અમૃતક્રિયાના દિવ્ય માગે ', “સમરાદિત્યના ૪ ભો', યશેષચરિત્ર', “મહાસતી ઋષિદત્તા”, “ન્યાયભૂમિકા', “મહાસતી મદરેખા”, “સીતાજીના પગલે પગલે”, “અમીચંદની અમીદ્રષ્ટિ', “ગણધરવાદ” આદિનું વાચન-મનન જીવને શાંતિ– સમાધિ સદ્ગતિ તરફ લઈ જવામાં અત્યંત સહાયક બને છે. પૂજ્યશ્રીની સંસ્કૃત ભાષા, ન્યાયદર્શન (તર્કશાસ્ત્ર) વગેરે ભણાવવાની પદ્ધતિ અનેખી છે. એથી કેટલાંય મુનિરને ટૂંક સમયમાં ભણીને તૈયાર થયાં છે. ન્યાયદર્શનને અભ્યાસ કરનારાઓ માટે ખાસ “ન્યાયભૂમિકા' પુસ્તકનું સર્જન કર્યું છે. આ એક સેંકડો વર્ષોમાં આગવું સર્જન છે. કાશીમાં ભણેલા પંડિત કહે છે, “આ સર્જનારને લાખ લાખ ધન્યવાદ આપું છું. અમારા કાશીના બુઝર્ગ પંડિત પાસે આ ભૂમિકા સમજાવવાની કળા નથી.” અષ્ટાપદજીની પૂજાને આખ્યાનરૂપે ભણાવવાની એમની અને શૈલી શ્રોતાની વિશાળ સભાને મંત્રમુગ્ધ કરી ૩-૪ કલાક માટે વણથાક્યા જકડી રાખે છે. ઈ. સ. ૧૯૬૨થી ચાલતી આધ્યાત્મિક શિબિરમાં મેટ્રિક પાસ-કોલેજના વિદ્યાર્થીઓ પહેલાં તે નાસ્તિક જેવા વિચારો સાથે દાખલ થતા. શિબિરમાં ૪-૪, ૫-૫ પ્રવચને દ્વારા એમનાં હૃદયપરિવર્તન એવાં થતાં કે જીવનમાં આચાર, અનુષ્ઠાને, ધર્મશ્રદ્ધા અને આત્મગુણેથી ભાવિત થઈ શિબિરને અંતે હર્ષનાં આંસુસહ વિદાય થતા. તેઓશ્રી એક મહાન સાધુ સ્વરૂપે અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જૈનધર્મને જયજયકાર કરવામાં જ્યવંતા બને અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યપાદશ્રીના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના! પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની યાદી : ૧. સ્વ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજ, ૨. સ્વ. આ. શ્રી વિજયગુણનંદસૂરિજી મહારાજ, ૩. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મહારાજ, ૪. પૂ. ઉપ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ, ૫. સ્વ. મુનિશ્રી તરુણવિજ્યજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી રત્નાશુવિજયજી મહારાજ, ૭ સ્વ. મુનિશ્રી ધર્મઘોષવિજયજી મહારાજ, ૮. પૂ. આ. શ્રી વિજયજયઘોષવિજયજી મહારાજ, ૯. પ્રવર્તક મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ, ૧૦. પૂ. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, ૧૧. સ્વ. આ. શ્રી વિજયધર્મજિસૂરિજી મહારાજ, ૧૨. વિ. મુનિશ્રી મણિપ્રભવિજયજી મહારાજ, ૧૩. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ, ૧૪. સ્વ. મુનિશ્રી પ્રબોધવિજયજી મહારાજ, ૧૫. પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરિજી મહારાજ, ૧૬. પ્રવર્તક મુનિશ્રી ગીન્દ્રવિજયજી મહારાજ, ૧૭. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, ૧૮. પૂ. આ. શ્રી વિજયજયશેખરસૂરિજી મહારાજ, ૧૯. પૂ. આ. શ્રી વિજયજગશ્ચંદ્રસૂરિજી મહારાજ, ૨૦. પૂ. પં. શ્રી વિમલસેનવિજ્યજી મહારાજ, ૨૧. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિજી મહારાજ, ૨૨. સ્વ. મુનિશ્રી નંદિવર્ધનવિજયજી મહારાજ, ૨૩. સ્વ. મુનિશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ, 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર શાસનપ્રભાવક ૨૪. પં. શ્રી કીતિ સેનવિજયજી મહારાજ, રપ. પૂ. આ. શ્રી વિજયમહાબલસૂરિજી મહારાજ, ૨૬. પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરિજી મહારાજ, ૨૭. ગણિવર્ય શ્રી પદ્ધસેનવિજયજી મહારાજ, ૨૮. સ્વ. મુનિશ્રી જ્યવર્ધનવિજ્યજી મહારાજ, ૨૯ ગણિવર્ય શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજ, ૩૦. મુનિશ્રી જયતિલકવિજયજી મહારાજ, ૩૧. મુનિશ્રી કીતિ રત્નવિજયજી મહારાજ, ૩૨. સ્વ. મુનિ શ્રી મેઘવિજયજી મહારાજ, ૩૩. ગણિવર્યશ્રી જયસેમવિજયજી મહારાજ, ૩૪. ગણિવર્યશ્રી જગવલ્લભ વિજયજી મહારાજ, ૩૫. મુનિશ્રી નવરત્નવિજયજી મહારાજ, ૩૬. મુનિશ્રી જયરત્નવિજ્યજી મહારાજ, ૩૭. ગણિવર્યશ્રી વીરરત્નવિજયજી મહારાજ, ૩૮. મુનિશ્રી ગુણવર્ધનવિજયજી મહારાજ, ૩૯. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, ૪૦. સ્વ. મુનિશ્રી જિતશેખરવિજયજી મહારાજ, ૪૧. મુનિશ્રી પદ્મરત્નવિજયજી મહારાજ, ૪૨. મુનિશ્રી શીલરત્નવિજયજી મહારાજ, ૪૩. મુનિશ્રી મલયચંદ્રવિજયજી મહારાજ, ૪૪. મુનિશ્રી મેરુચંદ્રવિજયજી મહારાજ, ૪૫. મુનિશ્રી દેવસુંદર વિજયજી મહારાજ, ૪૬. ગણિવર્ય શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ, ૪૭. મુનિશ્રી મતિગુણવિજયજી મહારાજ, ૪૮. મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, ૪૯. ગણિવર્ય શ્રી હેમરત્નવિજયજી મહારાજ, ૫૦. મુનિશ્રી નિર્મળચંદ્રવિજયજી મહારાજ, પ૧. મુનિશ્રી ઇન્દ્રવિજયજી મહારાજ, પ૨. મુનિશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, ૫૩. સ્વ. મુનિશ્રી રાજરત્નવિજયજી મહારાજ, ૫૪. મુનિશ્રી જયસુંદરવિજયજી મહારાજ, પપ. સ્વ. મુનિશ્રી હેમસુંદરવિજયજી મહારાજ, પ૬. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, પ૭. સ્વ. મુનિશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ, ૫૮. મુનિશ્રી કમલરત્નવિજ્યજી મહારાજ, પ૯. મુનિશ્રી દશનરત્નવિજયજી મહારાજ, ૬૦. મુનિશ્રી વિમલરત્નવિજયજી મહારાજ, ૬૧. મુનિશ્રી વિશ્વાનંદવિજયજી મહારાજ, ૬૨. સ્વ. મુનિશ્રી આત્મગુણવિજયજી મહારાજ, ૬૩. મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, ૬૪. મુનિશ્રી નિપુણચંદ્રવિજયજી મહારાજ, ૬૫. મુનિશ્રી રાજપાલવિજયજી મહારાજ, ૬૬. મુનિશ્રી નદીભૂષણવિજ્યજી મહારાજ, ૬૭. મુનિશ્રી ઇન્દ્રયશવિજ્યજી મહારાજ, ૬૮. મુનિશ્રી ભદ્રયશવિજયજી મહારાજ, ૬૯ સ્વ. મુનિશ્રી ચંદ્રસુંદરવિજયજી મહારાજ, ૭૦. સ્વ. મુનિશ્રી માનહંસવિજયજી મહારાજ, ૭૧. મુનિશ્રી વરાધિવિજયજી મહારાજ, ૭૨. મુનિશ્રી ભુવનસુંદરવિજયજી મહારાજ, ૩૩. મુનિશ્રી દિવ્યરત્નવિજયજી મહારાજ, ૭૪. મુનિશ્રી શોભનવિજયજી મહારાજ, ૭૫. મુનિશ્રી ગુણસુંદરવિજયજી મહારાજ, ૭૬. મુનિશ્રી અભયશેખરવિજયજી મહારાજ, ૭૭. મુનિશ્રી પદ્મસુંદરવિજયજી મહારાજ, ૭૮. સ્વ. મુનિશ્રી મોક્ષરત્નવિજયજી મહારાજ, ૭૯. મુનિશ્રી જિનહંસવિજયજી મહારાજ, ૮૦. મુનિશ્રી જિનવલ્લભવિજયજી મહારાજ, ૮૧. મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, ૮૨. મુનિશ્રી પુણ્યરત્નવિજયજી મહારાજ, ૮૩. મુનિશ્રી મતિસુંદરવિજયજી મહારાજ, ૮૪, સ્વ. મુનિશ્રી પ્રીતિરત્નવિજયજી મહારાજ, ૮૫. મુનિશ્રી દેવરત્નવિજયજી મહારાજ, ૮૬. મુનિશ્રી કલ્પત્નવિજયજી મહારાજ, ૮૭. મુનિશ્રી વિશ્વકલ્યાણવિજ્યજી મહારાજ, ૮૮. મુનિશ્રી ભવ્યભૂષણ વિજયજી મહારાજ, ૮૯મુનિશ્રી ભુવનભૂષણવિજયજી મહારાજ, ૯૦. મુનિશ્રી અભયસુંદરવિજયજી મહારાજ, ૯૧. મુનિશ્રી કુલધિવિજયજી મહારાજ, ૯૨. સ્વ. મુનિશ્રી હિતવર્ધનવિજયજી મહારાજ, ૯૩. મુનિશ્રી અક્ષયબોધિવિજયજી મહારાજ, ૯૪. મુનિશ્રી મહાબધિવિજયજી મહારાજ, 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો-ર ૩૯૩ ૫. મુનિશ્રી યશોરત્નવિજયજી મહારાજ, ૯૬. મુનિશ્રી સંવેગવર્ધનવિજ્યજી મહારાજ, ૭. મુનિશ્રી વિરત્નવિજયજી મહારાજ, ૯૮. મુનિશ્રી હરિકાંતવિજયજી મહારાજ, ૯. સ્વ. મુનિશ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ, ૧૦૦, મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મહારાજ, ૧૦૧. મુનિશ્રી અતિશેખવિજ્યજી મહારાજ, ૧૦૨. મુનિશ્રી પદ્મભૂષણવિજ્યજી મહારાજ, ૧૦૩. મુનિશ્રી વજીભૂષણ વિજયજી મહારાજ, ૧૦૪. મુનિશ્રી પુરંદરવિજયજી મહારાજ, ૧૦૫. મુનિશ્રી સૂર્યકાંતવિજયજી મહારાજ, ૧૦૬. મુનિશ્રી હિરણ્યાધિવિજયજી મહારાજ, ૧૦૭. મુનિશ્રી અનંતબંધિવિજયજી મહારાજ, ૧૦૮. મુનિશ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ, ૧૦૯. મુનિશ્રી વિમલબેધિવિજયજી મહારાજ, ૧૧૦. મુનિશ્રી વિનીતસેનવિજયજી મહારાજ, ૧૧૧. મુનિશ્રી રવિકાન્તવિજ્યજી મહારાજ, ૧૧૨. મુનિશ્રી ભદ્રબાહુવિજયજી મહારાજ, ૧૧૩. મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, ૧૧૪. મુનિશ્રી હંસરત્નવિજયજી મહારાજ, ૧૧૫. મુનિશ્રી ઉદ્યારત્નવિજયજી મહારાજ, ૧૧૬. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ, ૧૧૭. મુનિશ્રી અપરાજિતવિજયજી મહારાજ, ૧૧૮. સ્વ. મુનિશ્રી સામતિલકવિજયજી મહારાજ, ૧૧૯. મુનિશ્રી હરિઘેષવિજયજી મહારાજ, ૧૨૦. મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજ, ૧૨૧. મુનિશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ, ૧૨૨. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મહારાજ, ૧૨૩. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, ૧૨૪. સ્વ. મુનિશ્રી સુધર્મરત્નવિજયજી મહારાજ, ૧૨૫. મુનિશ્રી સત્યસુંદરવિજયજી મહારાજ, ૧૨ ૬. મુનિશ્રી કેવલ્યધિવિજયજી મહારાજ, ૧૨૭. મુનિશ્રી યુગસુંદરવિજયજી મહારાજ, ૧૨૮. મુનિશ્રી આત્મદર્શનવિજયજી મહારાજ, ૧૨૯. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મહારાજ, ૧૩૦. મુનિશ્રી લબ્ધિદર્શનવિજ્યજી મહારાજ, ૧૩૬. મુનિશ્રી ચારિત્રવલ્લભવિજયજી મહારાજ, ૧૩૨. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મહારાજ, ૧૩૩. મુનિશ્રી ભુવનરત્નવિજ્યજી મહારાજ, ૧૩૪. મુનિશ્રી જિનેશરત્નવિજ્યજી મહારાજ, ૧૩૫. મુનિશ્રી સંઘરત્નવિજયજી મહારાજ, ૧૩૬. મુનિશ્રી કુલવર્ધનવિજયજી મહારાજ, ૧૩૭ મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, ૧૩૮. મુનિશ્રી જયંતરનવિજયજી મહારાજ, ૧૩૯ મુનિશ્રી તીર્થરત્નવિજયજી મહારાજ, ૧૪૦. મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજ, ૧૪૧. મુનિશ્રી વિરાગરત્નવિજયજી મહારાજ, ૧૪૨. મુનિશ્રી ભક્તિરત્નવિજયજી મહારાજ, ૧૪૩. મુનિશ્રી યશોવિજયજી મહારાજ, ૧૪૪. મુનિશ્રી ભાગ્યસુંદરવિજયજી મહારાજ, ૧૪પ. મુનિશ્રી વિવેકસારવિજયજી મહારાજ, ૧૪૬. મુનિશ્રી ભાવેશપત્નવિજયજી મહારાજ, ૧૪૭. મુનિશ્રી સત્યકાંતવિજયજી મહારાજ, ૧૪૮, મુનિશ્રી રત્નવિજ્યજી મહારાજ, ૧૪૬. મુનિશ્રી નેત્રાનંદવિજયજી મહારાજ, ૧૫૦. મુનિશ્રી મુની શરત્નવિજ્યજી મહારાજ, ૧૫૧. મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, ૧૫૨. મુનિશ્રી મેઘવલ્લભવિજયજી મહારાજ, ૧૫૩. મુનિશ્રી દર્શનવલ્લભવિજયજી મહારાજ, ૧૫૪. મુનિશ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજ, ૧૫૫. મુનિશ્રી હૃદયવલ્લભવિજયજી મહારાજ, ૧૫૬. મુનિશ્રી હર્ષધિવિજયજી મહારાજ, ૧૫૭, મુનિશ્રી નિપુણરત્નવિજયજી મહારાજ, ૧૫૮. મુનિશ્રી સંયમદ્ધિવિજયજી મહારાજ, ૧૫૯. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ, ૧૬૦. મુનિશ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ, ૧૬૧. મુનિશ્રી સંયમદર્શનવિજ્યજી મહારાજ, 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શાસનપ્રભાવ ૧૨. મુનિશ્રી સંયમશેખરવિજયજી મહારાજ, ૧૬૩. મુનિશ્રી જયેશરત્નવિજયજી મહારાજ, ૧૬૪. મુનિશ્રી હેમદર્શનવિજયજી મહારાજ, ૧૬૫. મુનિશ્રી વિમલહર્ષવિજયજી મહારાજ, ૧૬૬. મુનિશ્રી તરુણરત્નવિજ્યજી મહારાજ, ૧૬૭. મુનિશ્રી ધર્મસેનવિજયજી મહારાજ, ૧૬૮. મુનિશ્રી જયરત્નવિજયજી મહારાજ, ૧૬૯ મુનિશ્રી ઉદયદર્શનવિજયજી મહારાજ, ૧૭૦. મુનિશ્રી જિનધિવિજયજી મહારાજ, ૧૭૧. મુનિશ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૧૭૨. મુનિશ્રી ભાગ્યેશરનવિજયજી મહારાજ, ૧૭૩. મુનિશ્રી દેવશરત્નવિજયજી મહારાજ, ૧૭૪. મુનિશ્રી જિતેન્દ્રરત્નવિજયજી મહારાજ, ૧૭૫. મુનિશ્રી ધર્મેશ રત્નવિજયજી મહારાજ, ૧૭૬. મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મહારાજ, ૧૭૭. મુનિશ્રી અરિજિતશેખરવિજયજી મહારાજ ૧૭૮. મુનિશ્રી વિશ્વમંગલવિજયજી મહારાજ, ૧૭૯. મુનિશ્રી ત્રિભુવનતિલકવિજયજી મહારાજ, ૧૮૦. મુનિશ્રી આદિત્યસામવિજયજી મહારાજ, ૧૮૧. મુનિશ્રી રવિદર્શનવિજયજી મહારાજ, ૧૮૨. મુનિશ્રી તત્વસુંદરવિજયજી મહારાજ, ૧૮૩. મુનિશ્રી હર્ષ ષવિજ્યજી મહારાજ, ૧૮૪. મુનિશ્રી રત્નવિજયજી મહારાજ, ૧૮૫. મુનિશ્રી રાજશેષવિજયજી મહારાજ, ૧૮૬. મુનિશ્રી યદર્શનવિજયજી મહારાજ, ૧૮૭. મુનિશ્રી પ્રશમરત્નવિજયજી મહારાજ, ૧૮૮. મુનિશ્રી અકલકવિજયજી મહારાજ, ૧૮૯. મુનિશ્રી મોક્ષાનંદવિજયજી મહારાજ, અને ૧૯૦. મુનિશ્રી ધનેશવિજ્યજી મહારાજ. - પૂજ્યશ્રીના આશાવતી પૂજય શ્રમણગણ: ૧. પૂ. આ. શ્રી વિજયધનપાલસૂરિજી મહારાજ, ૨. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, ૩. પ્રવર્તક મુનિશ્રી જિનરત્નવિજયજી મહારાજ, ૪. પં. શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ, ૫. મુનિશ્રી નંદીઘોષવિજ્યજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી હર્ષસેનવિજયજી મહારાજ, ૭. ગણિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, ૮. મુનિશ્રી અશ્વસેન વિજયજી મહારાજ, ૯. ગણિવર્ય શ્રી કુલચંદ્રવિજ્યજી મહારાજ, ૧૦, મુનિશ્રી ભદ્રેશ્વરવિજયજી મહારાજ, ૧૧. મુનિશ્રી ચંદ્રજિતવિજયજી મહારાજ, ૧૨. મુનિશ્રી ઈન્દ્રજિતવિજયજી મહારાજ, ૧૩. મુનિશ્રી યશોભૂષણવિજયજી મહારાજ, ૧૪. મુનિશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજ, ૧૫. મુનિશ્રી શિવાનંદવિજયજી મહારાજ, ૧૬. મુનિશ્રી નંદીશ્વરવિજયજી મહારાજ, ૧૭. રવ, મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ, ૧૮. મુનિશ્રી મતિસારવિજયજી મહારાજ, ૧૯ મુનિશ્રી શિવસુંદરવિજયજી મહારાજ, ૨૦. મુનિશ્રી પ્રશાંતવિજયજી મહારાજ, ૨૧. મુનિશ્રી જયપાલ વિજયજી મહારાજ, ૨૨. મુનિશ્રી ગિરિભૂષણવિજયજી મહારાજ, ૨૩. મુનિશ્રી દીતિ દર્શનવિજયજી મહારાજ, ૨૪. મુનિશ્રી મેઘદર્શનવિજયજી મહારાજ, ૨૫. મુનિશ્રી જિનસુંદરવિજયજી મહારાજ, ૨૬. મુનિશ્રી પદ્મદર્શનવિજ્યજી મહારાજ, ર૭. સ્વ. મુનિશ્રી વિમલકીતિવિજ્યજી મહારાજ, ૨૮. મુનિશ્રી હંસકતિવિજયજી મહારાજ, ૨૯. મુનિશ્રી ભદ્રકીર્તિવિજ્યજી મહારાજ, ૩૦. મુનિશ્રી રશ્મિરાજવિજયજી મહારાજ, ૩૧. મુનિશ્રી હંસધિવિજયજી મહારાજ, ૩૨. મુનિશ્રી ધર્મબધિવિજયજી મહારાજ, ૩૩. મુનિશ્રી ભવ્યકતિવિજ્યજી મહારાજ, ૩૪. મુનિશ્રી ધર્મેશ્વરવિજયજી મહારાજ, ૩૫. મુનિશ્રી જિનકીતિવિજયજી મહારાજ, ૩૬. મુનિશ્રી રાજરક્ષિતવિજયજી મહારાજ, ૩૭. મુનિશ્રી ધર્મરક્ષિતવિજ્યજી મહારાજ, ૩૮. મુનિશ્રી આત્મરક્ષિતવિજયજી મહારાજ, ૩૯ મુનિશ્રી 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૨ 35 કપરક્ષિતવિજયજી મહારાજ, 40. મુનિશ્રી ઇન્દ્રરક્ષિતવિજયજી મહારાજ 41. મુનિશ્રી વિશ્વરક્ષિતવિજયજી મહારાજ, 42. મુનિશ્રી જિતક્ષિતવિજયજી મહારાજ, 43. મુનિશ્રી દિવ્ય વિજયજી મહારાજ, 44. મુનિશ્રી રવિપદ્મવિજયજી મહારાજ, ૪પ. મુનિશ્રી નયપદ્ધવિજ્યજી મહારાજ, 46. મુનિશ્રી જિનપદ્રવિજયજી મહારાજ, 47. મુનિશ્રી ધર્મભૂષણવિજયજી મહારાજ, 48. મુનિશ્રી મનભૂષણવિજયજી મહારાજ, 49 મુનિશ્રી શિવભૂષણવિજયજી મહારાજ, 50. મુનિશ્રી હેમવલ્લભવિજયજી મહારાજ, પલ મુનિશ્રી આત્મવલ્લભવિજયજી મહારાજ, પ૨. મુનિશ્રી રત્નાવલ્લભવિજયજી મહારાજ, 53. મુનિશ્રી શશીવલ્લભવિજયજી મહારાજ, 54. મુનિશ્રી દિવ્યવલ્લભવિજયજી મહારાજ, અને પપ. મુનિશ્રી હંસદર્શનવિજ્યજી મહારાજ નિડર પ્રવચનકાર, શાસનરક્ષાના સેનાની અને અપૂર્વ સમતાસાધક પૂ. આચાર્ય શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા ઉત્તર ગુજરાતમાં ચમત્કારિક શ્રી શંખેશ્વર તીર્થની નજીકમાં રાધનપુર નામની મનોહર પુણ્યનગરી આવેલી છે, તે આ મહાપુરુષની જન્મભૂમિ. માતાનું નામ મણિબહેન અને પિતાનું નામ મણિભાઈ. એમને ત્રણ સંતા–મહાસુખભાઈ કાંતિભાઈ અને મુક્તિલાલ. * મહાસુખભાઈ પહેલેથી ધર્મસિયા જીવ. પિતા મણિભાઈ પણ દક્ષાની ભાવના ધરાવતા હતા. તેઓ કહેતા કે, “આ મહાસુખ તૈયાર થઈ જાય તો એને બધું સેંપીને મારે દીક્ષા લેવી છે. " પણ તેમની મનની ભાવના મનમાં રહી ગઈ સં. ૧૯૭૫માં તેઓ આકેલા મુકામે સ્વર્ગવાસી બન્યા. માતા મણિબહેન પર જાણે વજાઘાત થયે એમ દિમૂઢ બની ગયાં. આ ભવનો સંબંધ પૂરો થતાં કઈ કઈને રોકી શકતું નથી એમ સમજીને શાંત રહ્યાં. ત્રણે બાળક નાનાં હતાં. તેઓના સંસ્કારપૂર્વકના ઉછેરની જવાબદારી હતી. એથી હિંમત હાર્યા વિના મણિબહેન પુત્રને લઈને અકેલાથી રાધનપુર આવ્યાં. થોડા સમય બાદ મોટા પુત્ર મહાસુખને મુંબઈ શેરબજારમાં ગેહળે. પછી કાંતિલાલને પણ મુંબઈમાં જ ગોઠવ્યા. નાને મુક્તિલાલ હજી ભણતો હતેા. આ દરમિયાન મહાસુખભાઈ ધંધાની જવાબદારી વહન કરવા સાથે પ્રભુપૂજામાં લગભગ અઢી-ત્રણ કલાકને સમય ફાળવતા. એ વખતે મુંબઈમાં લાલબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિ વિશાળ પરિવાર સાથે બિરાજમાન હતા. પ્રવચને, તપ અને દીક્ષા મહોત્સવની જોરદાર લ્હાણી થતી. એમાં એક વાર મહાસુખભાઈ પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવ્યા. પછી તે વ્યાખ્યાનશ્રવણની એવી ભૂખ ઊઘડી કે ન પૂછો વાત. એનાથી પ્રતિબંધિત થઈને ચાતુર્માસ બાદ એમણે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી મલયવિજયજી બન્યા. મણિબહેન આ વખતે રાધનપુર હતાં. એમણે દીક્ષાની ખૂબ ખૂબ અનુમોદના કરી અને સંતોષ અનુભવ્યું કે મારા પતિદેવ જે સંયમની ભાવનામાં ને ભાવનામાં ચાલ્યા ગયા તે સંયમ મારા 2010_04