SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૨ ૩૮૭ સમુદાયની સાર-સંભાળના ગુણે વ્યાપેલા છે. આ ગુણેને પ્રભાવે તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે મુંબઈમાં મહત્સવપૂર્વક આચાર્યપદ અભિષિક્ત કરાયા અને પૂ. આચાર્યશ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ તરીકે ઘોષિત થયા. વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક મુહૂર્તનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવશ્રીના પત્રવ્યવહારની જવાબદારી ઇત્યાદિમાં પિતાના અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમાધિ પૂર્ણ સ્વર્ગગમન બાદ જેઓશ્રીના નામ કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ પ્રમાણમાં જાણીતા અને માનીતાં થઈ રહ્યા છે, એ પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજ, વડીલો–આચાર્યદેવની શુભેચ્છા પામીને વર્ધમાન તપપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજનાં નિશ્રા–સાન્નિધ્ય પામવા પૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહોળો અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની પરમ કૃપા, જ્યોતિષશાસ્ત્રને ઊંડા અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજ્યરાજતિલકસૂરીશ્વરજી મહારાજ એક જ સાલ અને એક જ દિવસના દીક્ષિત છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી-પળે કોઈને કલપના ય નહિ આવી હિય કે, આ બે સહદીક્ષિતેના શિરે ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન સ્થાપિત થશે અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસ-પરસ પૂરક બની રહેશે ! હાલ પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય પ૭ વર્ષ છે. અધિકાધિક અને અદકેરો શાસનકાર્યો સફળતાથી પાર પાડવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ બ, એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની કેટિશ વંદના ! તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચોટ વ્યાખ્યાતા અગણિત શિષ્યસમુદાયના પ્રેરક-પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વત્સલ, વિમલ અને વિશુદ્ધ વ્યક્તિત્વને પ્રભાવે અનેક જીવાત્માએ જૈનત્વને પામીને કૃતાર્થ થયા, તે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું વિરલ વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી છે. તેઓશ્રીને જન્મ જૈનનગરી અમદાવાદમાં કાળુશીની પિળમાં સુસંસ્કારી શ્રીમાન ચીમનલાલનાં સુશ્રાવિકા ધર્મપત્ની ભૂરીબહેનની રત્નકુક્ષિાએ સં. ૧૯૯૭ના ચૈત્ર વદ ૬ને શુભ દિવસે થયે હતો. માતાપિતાએ નામ રાખ્યું કાંતિલાલ. કાંતિલાલ ખરેખર નાનપણથી જ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસમાં કાંતિમાન હતા. આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષ સેકન્ડ કલાસમાં ઉત્તીર્ણ થઈ, આજની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (C. A.)ની સમકક્ષ ત્યારની G. D. A. (ગવર્નમેન્ટ ડિપ્લોમેઇડ એકાઉન્ટન્ટ)ને અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇગ્લેન્ડની અને ઈન્ડિયાની ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કર્સ અને ઈન્કોર્પોરેટેડ સેક્રેટરીઝની પરીક્ષા પણ પસાર કરી. એમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249136
Book TitleVijay Bhuvanbhanusuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size281 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy