________________
શ્રમણભગવતે-૨
૩૮૯
પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં બંને ભાઈ એની જ્ઞાનતપની સાધના અને સાધુજીવનને અદ્ભુત વિકાસ થવા પામ્યો. તેઓશ્રીના ત્રીજા બંધુ શ્રી જયન્તીલાલે પણ સં. ૨૦૦૧માં દીક્ષા લીધી અને મુનિવર્ય શ્રી ભાનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી તરુણવિજ્યજી મહારાજ તરીકે સુંદર સાધના કરીને સં. ૨૦૦૨ના ચૈત્ર સુદ બીજને દિવસે કાળધર્મ પામ્યા. લઘુબંધુ પૂ. પંન્યાસજી શ્રી પદ્યવિજ્યજી ગણિવરને છેલ્લે કેન્સરની બીમારી લાગુ પડી હતી. તેમ છતાં તેઓશ્રી ૧૩-૧૬-૨૪-૩૦ ઉપવાસેની તપશ્ચર્યા કરવા પૂર્વક સમાધિ જાળવીને પિંડવાડામાં કાળધર્મ પામ્યા. જ્યારે પૂ. પંન્યાસજી શ્રી ભાનવિજયજી ગણિવરની સંયમયાત્રા અનેકશઃ માગે વિકાસ સાધતી જ રહી, પરિણામે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી સર્વસવાણના મર્મજ્ઞ વિવેચક છે. ન્યાય, આગમ, દર્શન અને કર્મશાનાં ગહન રહસ્યના પ્રખર વિશેષજ્ઞ છે. વ્યાકરણ, કાવ્ય ઉપર તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીની વાણુમાં વૈરાગ્યભાવ છલકે છે ને તેઓશ્રીની કલમમાંથી અમોધ નીતરે છે. તેઓશ્રી આચારવિચારની જીવંત સંહિતા છે. તેજસ્વિતા, તપસ્વિતા, તન્મયતા અને તિતિક્ષાની પાવન મૂતિ છે. પૂજ્યશ્રીએ પિતાના આત્મવૈભવ અને દિગદિગંત ગુંજતી યશસમૃદ્ધિને આકંઠ પચાવીને આત્માને નિરાભિમાની રાખે છે. પૂજ્યશ્રીનું ચિંતને માત્ર ભાષાથી જ નહિ, ભાવથી પણ રસાયેલું છે. એ ભાવવાહી શૈલીમાં તેઓશ્રીએ સાઠથી વધુ ગ્રંથનું સર્જન કર્યું છે. દર સપ્તાહે પ્રગટ થતા ગુજરાતી “દિવ્યદર્શન” સાપ્તાહિકના અને હિન્દી ભાષી વિસ્તાર માટે છેલ્લાં ત્રણ વરસથી હિન્દી ભાષામાં “તીર્થકર દિવ્ય દર્શન” પાક્ષિકનાં પૃષ્ઠો પર તેઓશ્રીની અધ્યાત્મવાણી છેલ્લાં ત્રીશ વર્ષથી વૈરાગ્યોધની અમવર્ષા કરી રહી છે.
પૂજ્યપાદશ્રીની નિશ્રામાં અનેક સ્થળોએ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, સંઘયાત્રા આદિ અનેકવિધ જિનભક્તિના મહત્સવો થયા છે. હાલ ૨૦૦થી પણ વધુ શિખે– પ્રશિષ્યોના વિશાળ સમુદાય ધરાવતા સંયમશિલ્પી પૂજય આચાર્યપ્રવરશ્રી પરિવારના સર્વાગીણ શ્રેય માટે સતત જાગૃત અને પ્રવૃત્ત રહેવા ઉપરાંત ચિરસ્મરણીય શાસનસેવા કરી રહ્યા છે. આજે પૂજ્યશ્રીના શિષ્યગણમાં નવ તે આચાર્યો છે. પૂજ્યશ્રીની ધાર્મિક અભિરુચિ કેળવવાની વિવિધ પદ્ધતિઓ ખૂબ જ પ્રભાવક નીવડી છે. તેઓશ્રી પ્રભાવશાળી પ્રવચનકાર છે. તેઓશ્રીના કંઠે ગવાતાં ભાવવાહી સ્તવને સાંભળતાં સાંભળતાં શ્રોતાવર્ગ સંસારની સંકુલતા છેડીને પરમધામ પરમાત્માને સાક્ષાત્કાર કરતાં હોય તેમ આનંદલેકમાં ઊતરી પડે છે. અષ્ટાપદજીની પૂજાનું સંગીતમય આખ્યાન પૂજ્યશ્રીની ખાસ આગવી વિશેષતા છે. એના પ્રભાવે અસંખ્ય સુવાવર્ગને, કેલેજનું શિક્ષણ પામેલા સુધારાવાદી યુવાનને ધર્મના રંગે રંગ્યા છે. અને ઘણને સંયમમાર્ગે પ્રયાણ કરવા પ્રેર્યા છે. કહેવાય છે કે આ પૃથ્વી સજની સજ્જનતાને આધારે ટકી રહી છે. આ સંસ્કારની આબેહવામાં જ માનવજીવન ધન્યતા અનુભવે છે. એવી ધન્યતાને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org