Book Title: Vijay Bhuvanbhanusuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 9
________________ શ્રમણુભગવંતે-૨ 35 કપરક્ષિતવિજયજી મહારાજ, 40. મુનિશ્રી ઇન્દ્રરક્ષિતવિજયજી મહારાજ 41. મુનિશ્રી વિશ્વરક્ષિતવિજયજી મહારાજ, 42. મુનિશ્રી જિતક્ષિતવિજયજી મહારાજ, 43. મુનિશ્રી દિવ્ય વિજયજી મહારાજ, 44. મુનિશ્રી રવિપદ્મવિજયજી મહારાજ, ૪પ. મુનિશ્રી નયપદ્ધવિજ્યજી મહારાજ, 46. મુનિશ્રી જિનપદ્રવિજયજી મહારાજ, 47. મુનિશ્રી ધર્મભૂષણવિજયજી મહારાજ, 48. મુનિશ્રી મનભૂષણવિજયજી મહારાજ, 49 મુનિશ્રી શિવભૂષણવિજયજી મહારાજ, 50. મુનિશ્રી હેમવલ્લભવિજયજી મહારાજ, પલ મુનિશ્રી આત્મવલ્લભવિજયજી મહારાજ, પ૨. મુનિશ્રી રત્નાવલ્લભવિજયજી મહારાજ, 53. મુનિશ્રી શશીવલ્લભવિજયજી મહારાજ, 54. મુનિશ્રી દિવ્યવલ્લભવિજયજી મહારાજ, અને પપ. મુનિશ્રી હંસદર્શનવિજ્યજી મહારાજ નિડર પ્રવચનકાર, શાસનરક્ષાના સેનાની અને અપૂર્વ સમતાસાધક પૂ. આચાર્ય શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતા ઉત્તર ગુજરાતમાં ચમત્કારિક શ્રી શંખેશ્વર તીર્થની નજીકમાં રાધનપુર નામની મનોહર પુણ્યનગરી આવેલી છે, તે આ મહાપુરુષની જન્મભૂમિ. માતાનું નામ મણિબહેન અને પિતાનું નામ મણિભાઈ. એમને ત્રણ સંતા–મહાસુખભાઈ કાંતિભાઈ અને મુક્તિલાલ. * મહાસુખભાઈ પહેલેથી ધર્મસિયા જીવ. પિતા મણિભાઈ પણ દક્ષાની ભાવના ધરાવતા હતા. તેઓ કહેતા કે, “આ મહાસુખ તૈયાર થઈ જાય તો એને બધું સેંપીને મારે દીક્ષા લેવી છે. " પણ તેમની મનની ભાવના મનમાં રહી ગઈ સં. ૧૯૭૫માં તેઓ આકેલા મુકામે સ્વર્ગવાસી બન્યા. માતા મણિબહેન પર જાણે વજાઘાત થયે એમ દિમૂઢ બની ગયાં. આ ભવનો સંબંધ પૂરો થતાં કઈ કઈને રોકી શકતું નથી એમ સમજીને શાંત રહ્યાં. ત્રણે બાળક નાનાં હતાં. તેઓના સંસ્કારપૂર્વકના ઉછેરની જવાબદારી હતી. એથી હિંમત હાર્યા વિના મણિબહેન પુત્રને લઈને અકેલાથી રાધનપુર આવ્યાં. થોડા સમય બાદ મોટા પુત્ર મહાસુખને મુંબઈ શેરબજારમાં ગેહળે. પછી કાંતિલાલને પણ મુંબઈમાં જ ગોઠવ્યા. નાને મુક્તિલાલ હજી ભણતો હતેા. આ દરમિયાન મહાસુખભાઈ ધંધાની જવાબદારી વહન કરવા સાથે પ્રભુપૂજામાં લગભગ અઢી-ત્રણ કલાકને સમય ફાળવતા. એ વખતે મુંબઈમાં લાલબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિ વિશાળ પરિવાર સાથે બિરાજમાન હતા. પ્રવચને, તપ અને દીક્ષા મહોત્સવની જોરદાર લ્હાણી થતી. એમાં એક વાર મહાસુખભાઈ પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવ્યા. પછી તે વ્યાખ્યાનશ્રવણની એવી ભૂખ ઊઘડી કે ન પૂછો વાત. એનાથી પ્રતિબંધિત થઈને ચાતુર્માસ બાદ એમણે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી મલયવિજયજી બન્યા. મણિબહેન આ વખતે રાધનપુર હતાં. એમણે દીક્ષાની ખૂબ ખૂબ અનુમોદના કરી અને સંતોષ અનુભવ્યું કે મારા પતિદેવ જે સંયમની ભાવનામાં ને ભાવનામાં ચાલ્યા ગયા તે સંયમ મારા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9