Book Title: Vijay Bhuvanbhanusuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમણભગવતે ૩૯૧ અને પ્રતિષ્ઠિત કરવાની પૂજ્યશ્રીની અખંડ આરાધના છે. આજે પ૬ વર્ષના સુદીર્ઘ દક્ષિપર્યાયમાં પૂજ્યશ્રીએ એ સિદ્ધ કરી આપ્યું છે. તેઓશ્રીનાં પુસ્તક-લલિતવિસ્તરા”, “પરમ તેજ', “ધ્યાન અને જીવન', “યોગદષ્ટિ સમુચ્ચય', “ઉચ્ચ પ્રકારના પશે”, “અમૃતક્રિયાના દિવ્ય માગે ', “સમરાદિત્યના ૪ ભો', યશેષચરિત્ર', “મહાસતી ઋષિદત્તા”, “ન્યાયભૂમિકા', “મહાસતી મદરેખા”, “સીતાજીના પગલે પગલે”, “અમીચંદની અમીદ્રષ્ટિ', “ગણધરવાદ” આદિનું વાચન-મનન જીવને શાંતિ– સમાધિ સદ્ગતિ તરફ લઈ જવામાં અત્યંત સહાયક બને છે. પૂજ્યશ્રીની સંસ્કૃત ભાષા, ન્યાયદર્શન (તર્કશાસ્ત્ર) વગેરે ભણાવવાની પદ્ધતિ અનેખી છે. એથી કેટલાંય મુનિરને ટૂંક સમયમાં ભણીને તૈયાર થયાં છે. ન્યાયદર્શનને અભ્યાસ કરનારાઓ માટે ખાસ “ન્યાયભૂમિકા' પુસ્તકનું સર્જન કર્યું છે. આ એક સેંકડો વર્ષોમાં આગવું સર્જન છે. કાશીમાં ભણેલા પંડિત કહે છે, “આ સર્જનારને લાખ લાખ ધન્યવાદ આપું છું. અમારા કાશીના બુઝર્ગ પંડિત પાસે આ ભૂમિકા સમજાવવાની કળા નથી.” અષ્ટાપદજીની પૂજાને આખ્યાનરૂપે ભણાવવાની એમની અને શૈલી શ્રોતાની વિશાળ સભાને મંત્રમુગ્ધ કરી ૩-૪ કલાક માટે વણથાક્યા જકડી રાખે છે. ઈ. સ. ૧૯૬૨થી ચાલતી આધ્યાત્મિક શિબિરમાં મેટ્રિક પાસ-કોલેજના વિદ્યાર્થીઓ પહેલાં તે નાસ્તિક જેવા વિચારો સાથે દાખલ થતા. શિબિરમાં ૪-૪, ૫-૫ પ્રવચને દ્વારા એમનાં હૃદયપરિવર્તન એવાં થતાં કે જીવનમાં આચાર, અનુષ્ઠાને, ધર્મશ્રદ્ધા અને આત્મગુણેથી ભાવિત થઈ શિબિરને અંતે હર્ષનાં આંસુસહ વિદાય થતા. તેઓશ્રી એક મહાન સાધુ સ્વરૂપે અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જૈનધર્મને જયજયકાર કરવામાં જ્યવંતા બને અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યપાદશ્રીના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના! પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની યાદી : ૧. સ્વ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજ, ૨. સ્વ. આ. શ્રી વિજયગુણનંદસૂરિજી મહારાજ, ૩. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મહારાજ, ૪. પૂ. ઉપ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ, ૫. સ્વ. મુનિશ્રી તરુણવિજ્યજી મહારાજ, ૬. સ્વ. મુનિશ્રી રત્નાશુવિજયજી મહારાજ, ૭ સ્વ. મુનિશ્રી ધર્મઘોષવિજયજી મહારાજ, ૮. પૂ. આ. શ્રી વિજયજયઘોષવિજયજી મહારાજ, ૯. પ્રવર્તક મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ, ૧૦. પૂ. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, ૧૧. સ્વ. આ. શ્રી વિજયધર્મજિસૂરિજી મહારાજ, ૧૨. વિ. મુનિશ્રી મણિપ્રભવિજયજી મહારાજ, ૧૩. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ, ૧૪. સ્વ. મુનિશ્રી પ્રબોધવિજયજી મહારાજ, ૧૫. પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરિજી મહારાજ, ૧૬. પ્રવર્તક મુનિશ્રી ગીન્દ્રવિજયજી મહારાજ, ૧૭. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, ૧૮. પૂ. આ. શ્રી વિજયજયશેખરસૂરિજી મહારાજ, ૧૯. પૂ. આ. શ્રી વિજયજગશ્ચંદ્રસૂરિજી મહારાજ, ૨૦. પૂ. પં. શ્રી વિમલસેનવિજ્યજી મહારાજ, ૨૧. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરિજી મહારાજ, ૨૨. સ્વ. મુનિશ્રી નંદિવર્ધનવિજયજી મહારાજ, ૨૩. સ્વ. મુનિશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9