Book Title: Vijay Bhuvanbhanusuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૩૮૮ શાસનપ્રભાવક ઇંગ્લેન્ડની પ્રથમ બેન્કિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તીર્ણ કરીને દેશ અને કુટુંબની શોભામાં ચાર ચાંદ લગાડ્યા. પરંતુ કેલેજમાં ભણતાં કાંતિલાલને કેલેજને માદક રંગ નહિ, પણ વિદ્યાશાળામાં બિરાજમાન પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજના સ્ફટિકનિર્મળ અમાના સુવિશુદ્ધ શાંત સ્વભાવને રંગ લાગે, મોટાભાઈના ભરયુવાનવયે થયેલા અસહ્ય અને અવર્ણનીય મૃત્યુના આઘાતે કાંતિલાલના અંતરમાં સંસારની ક્ષણભંગુરતા આંકી દીધી, એમાં નાનાભાઈ પોપટલાલની ઈચ્છાને ઉમેરે થયે અને બંને ભાઈઓએ ભવતારિણી ભાગવતી દીક્ષા લેવાને નિરધાર કર્યો. સં. ૧૯૯૧ના પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિવર ચાણસ્મામાં બિરાજમાન હતા ત્યાં બંને ભાઈઓ પહોંચી ગયા. અને પિષ સુદ ૧૨ને મંગળવારે બંને ભાઈઓએ શ્રીસંઘના જયનાદ વચ્ચે પૂ. ઉપાધ્યાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરીને નવા જીવનને શુભારંભ કર્યો. તે દિવસથી કાંતિલાલ મુનિશ્રી ભાનવિજયજી મહારાજના રૂપે-સ્વરૂપે અને પિપટલાલ એમના જ શિષ્ય રૂપે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરીકે વંદાવા-પૂજવા લાગ્યા. શાળાજીવન દરમિયાન જ પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતે. શેખ અને સ્વભાવથી જ્ઞાનને અથી હતા જ. તર્ક યુક્ત ચિંતન, વેધક બુદ્ધિશકિત, ક્રમિક વિચારધારા, ચિત્તનું સંતુલન અને સદ્યગ્રાહી–સારગ્રાહી ચિત્તશક્તિને લીધે પ્રથમથી જ તેઓશ્રી એક કુશળ ચિંતકની છાપ ઉપસાવી શક્યા. તેઓશ્રીની પ્રજ્ઞાશક્તિને પારખી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પૂજ્યશ્રીને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં જોડ્યા. ન્યાયદર્શનના પ્રાચીન અને નવીન ગ્રંથોનો ગુરુગમથી તલસ્પર્શી અભ્યાસ કર્યો. જેન દાર્શનિક ગ્રંથોનું પણ ગહન અધ્યયન કર્યું. વેદાંત, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક અને બૌદ્ધ – આ છ દર્શનેનું પણ ઊંડું અવગાહન કર્યું. આમ, ટૂંક સમયમાં જ તેઓશ્રી આ વિદ્વત્તાથી અત્યંત પ્રભાવિત થયા અને તેઓશ્રી પાસે સમુદાયના મુનિવર્યોને અધ્યાપન માટે મૂક્યા. આમ, પૂજ્યશ્રી અધ્યાત્મવિદ્યાના મહાન અધ્યેતા તરીકે સુખ્યાત બન્યા. સેનામાં સુગંધ ભળે તેમ, પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના સાથે જ ઉગ્ર તપની ઉપાસનાને પણ આરંભ કર્યો, વર્ધમાનતપની ઓળીને પાયે નાખે અને અનેક તપશ્ચર્યા સાથે વર્ધમાન તપની ૧૦૮ એળી પ્રસન્નચિને પૂર્ણ કરી. આજે પણ તપની આ સાધના ઉત્કૃષ્ટપણે ચાલી રહી છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિશુદ્ધ અને વત્સલ છે. પાતળે સૂકલકડી દેહ, કરુણા અને વિનમ્રતા ભરેલી સાદા ચશમાં પાછળ ચમકતી તેજસ્વી આંખો, પ્રસન્નતાથી સદાય પ્રફુલ્લ ચહેરે, જાડાં વેત વસ્ત્રો – એ પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ છે, તો આંતરગુણેના પ્રભાવે પૂજ્યશ્રી સૌ કેઈન મનને હરી લે છે. પૂજ્યશ્રીની આંખમાં આત્મભાવનું અંજન છે, અંતરમાં પરમાત્માનું ગુંજન છે, હોઠ પર પ્રશમભાવનું સ્મિત છે, ચહેરા પર પ્રસન્નતા અને વાણમાં વૈરાગ્યની ભીનાશ છે, વ્યવહારમાં જિજ્ઞાસાને શીતળ ચંદન સ્પર્શ છે. પૂજ્યશ્રીના ગમનાગમનમાં ચંપાના ફૂલની સુવાસ છે, તે કલમમાં કર્મની સામે તાતી ધર્મ – આરાધનાને આદેશ છે. એ વાણીમાં વૈરાગ્યભાવને વધાવતી દિવ્ય સંજીવની છે. પશે, તે પછી પૂજ્યશ્રીની વાર્થને હોય કે કલમને, હાથને હેય કે ચરણને, પણ જેણે જેણે એને અનુભવ કર્યો તેના હૈયે સમ્યક્ત્વનું હજાર પાંખડીનું સુમન ખીલ્યા વગર ન રહે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9