Book Title: Vidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha Author(s): Hiralal R Kapadia Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 9
________________ [૨૪] કકકકકક કકક ક કકકકકકકકકકકકકક કાલજ્ઞાન, જોઈ સકરંદગનીર ટીકા, તરંગવાઈ કહા, દેસીસોસ, નિર્વાણકલિકા, પ્રશ્ન પ્રકાશ, રેવંતગિરિ કલ્પ, શત્રુંજયે કહ૫. તેમણે રચેલાં કેટલાંક મૌક્તિકે ગાહાસત્તસઈ'માં જોવાય છે. એ એકત્રિત કરી પ્રકાશિત કરવા ઘટે. નાગાર્જુન યોગી એ સૂરિના ભક્ત હતા. સમયઃ પાદલિપ્તસૂરિ પાટલીપુત્રના રાજા મુરુડના અને હાલના સમકાલીન ગણાય છે. “જ્ઞાનાંજલિ” (પૃ. ૨૫)માં એમના સમય તરીકે વીર સંવત ૪૬૭ની આસપાસ એ ઉલ્લેખ છે. વૃત્તિ અને અવચૂરિક “વીરસ્થય ઉપર જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૦માં વૃત્તિ રચી છે. એની કોઈ હાથપથી મારા જોવામાં આવી નથી, જ્યારે મૂળ સહિત અવસૂરિની હાથપોથી મળે છે. તેને પરિચય મેં D. C. G. C. M. (Vol. XIX, Part 2, Page : 184–186 ) માં “સુવર્ણ સિદ્ધિ ગર્ભિત મહાવીર જિન સ્તવ” ના નામથી આપે છે. આ જ હાથપથીના આધારે મેં અવસૂરિ સંપાદિત કરી હોય એમ લાગે છે. [૪] ઉવસગ્ગહર થોત્ત આ થેત્ત પ્રાકૃતમાં પાંચ પદ્યોમાં રચાયેલું સ્મરણ છે. આને અંગે મેં કેટલીક વિગતે “ઉવસગ્ગહર શેર – એક અધ્યયન” નામથી લખેલા અને “ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં આપી છે. ત્યારબાદ મેં આ સ્મરણ પરત્વે ઈ. સ. ૧૯૭૧માં પ્રકાશિત “ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય” નામના ઉદ્દઘાતમાં કેટલીક બીનાઓ રજૂ કરી છે. અહીં તે એ પૈકી આ તેત્ર પાર્શ્વનાથ, પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી એ ચાર સાથે સંબંધ ધરાવતું હોઈ ચારેને અનુલક્ષીને મેં “પાસનાહ ૧. આની વૃત્તિ શિવની વાચકે રચેલી વૃત્તિના નામે “ચંદ્ર' (લેખા ?) સહિતની હાથથીઓમાંના ઉલેખ પ્રમાણે આ સૂરિ આગમના પ્રણેતા હતા. ૨. આ પ્રાકૃત ટિપ્પણરૂપ લઘુત્તિ પાદલિપ્તસૂરિએ રચ્યાનું મલયગિરિસૂરિએ “જોઈ સકરંદગ’ની તેમ જ સુરપણતિ ની વૃત્તિમાં કહ્યું છે. જુઓ, ‘જ્ઞાનાંજલિ” (પૃ. ૨૫). મહાવીર ગ્રંથમાળા' (વિ. સં. ૧૯૯૩) માં પ્રકાશિત “ જણસુંદરી પ્રગમાળા ” માં અપાયેલ હેમક૯૫” તે જ આ વૃત્તિ છે કે તેને અંશ છે? તેમાં વ્યોમ સિદ્ધિનું નિરુપણ છે. “જગસુંદરી પ્રયોગમાળા” એ પદ્યાત્મક પ્રાકૃત કૃતિ છે, અને એ યશ:કીર્તિ નામના મુનિએ વિ. સં. ૧૫૮૨ પહેલાં રચી છે. આની રૂપરેખા “નૈન સાહિત્ય ગ્રં તિરિ' (ભાગ ૫, પૃ. ૨૩૩-૨૩૪) માં આલેખાઈ છે. આર્ય કયાામસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13