Book Title: Vidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
www.hsessment Massassessa essedfessodessessessode
થેન્ના” ઈત્યાદિ ચાર સ્તોત્રો સંસ્કૃત છાયા સહિત આપ્યાની વાત નૈધું છું. આ સ્મરણને મેં ગુજરાતી પદ્યાત્મક અનુવાદ કર્યો છે, અને તે “ઉવસગ્ગહર શેર (ઉપસર્ગહર સ્તોત્ર)ને પદ્યાત્મક અનુવાદ” એ નામથી “આત્માનંદ પ્રકાશ” (વ. ૭૦, અંક ૪) માં પ્રસિદ્ધ થયો છે.
પ્રણેતા ઃ આ સ્મરણ નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ રચ્યાનું મનાય છે.
વિવરણે ઃ આ સ્મરણ પર પંદર વિવરણે વૈકમીય બારમા શતકથી કાંઈક પહેલાંથી અને ત્યારબાદના પાંચેક શતક સુધી રચાયાં છે. તેનો ઉલ્લેખ મેં ઉપર્યુક્ત ઉપઘાતમાં કર્યો છે. જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૬૫માં “અર્થકલ્પલતા” નામની વૃત્તિ રચી છે. આ વૃત્તિમાં પાર્શ્વનાથ વગેરે ચારને અનુલક્ષીને વિવરણ છે. તેનું તેમ જ સિદ્ધચંદ્રગણિ કૃત ટીકાનું અને હર્ષ કીર્તિસૂરિ કૃત વૃત્તિનું મેં સંપાદન કર્યું છે, અને એ ત્રણે અનેકાર્થ રત્નમંજૂષામાં છપાયેલાં છે.
પાદપૂતિ : આ સ્મરણની પાદપૂર્તિરૂપે ૨૧ પદ્યમાં “મઈસુરસૂરિ (મતિ સુરસૂરિ) Bત્ત” તેજસાગરે રચ્યું છે. આને “પ્રિયંકર નૃપ કથા”ના પરિશિષ્ટરૂપે મેં આપ્યું છે.
યંત્રો – મંત્ર ઉવ. સ્વાધ્યાયમાં આ સ્મરણનાં વિવિધ અંગે સમજૂતી સહિત અપાયાં છે. તેમાં ગાથા દીઠ મંત્ર પણ રજૂ કરાયા છે.
હાથપોથી : આ સ્તોત્ર અને તેનાં કઈ કઈ વિવરણની હાથપથીઓને પરિચય મેં D. C. G. C. M. (Vol. Xvil, Part 3) માં આપ્યો છે.
[૫] નમિઉણ (ભયહર થેર) (૧) આ પ્રાકૃત સ્મરણની ગાથાઓની સંખ્યા અંગે મતભેદ છે. અંચલગચ્છીઓ પ્રમાણે તેમાં ૨૫ ગાથાઓ છે. માનતુંગસૂરિએ આ સ્તોત્ર રચ્યું છે. આ સ્તંત્ર અજ્ઞાત કર્તક અવસૂરિ સહિત મેં સંપાદિત કર્યું હતું, અને તે ભક્તામર-કલ્યાણ મંદિર'-નમિઉણસ્તત્રત્રયમ્ ” નામના પુસ્તકમાં પ્રકાશિત કરાયું છે.
(૨) આ તેત્રને લગતી કેટલીક બાબતે મેં “નમિઉણ કિંવા ભયહર સ્તોત્ર નામના મારા લેખમાં દર્શાવી છે. અહીં તે તેનાં નીચે પ્રમાણેનાં વિવરણે નેધું છું.
૧. ટીકા : આ જિનપ્રભસૂરિએ વિ સં. ૧૩૬૫માં રચી છે. એને વહેલી તકે પ્રકાશિત કરાવવી જોઈએ. ૧. આ પુસ્તકમાં માનતુંગસૂરિની બીજી બે કૃત્તિઓ – “ભક્તામર સ્તોત્ર” અને “ભક્તિભર થો” (પંચ પરમેષ્ઠિ સ્તવ) ને પણ સ્થાન અપાયું છે. સાથે સાથે, “નમિઉણ થોત્ત” ને મેં કરેલું
અંગ્રેજી અનુવાદ પણ તેમાં છપાયો છે. - ૨. આ લેખ “જૈન ધર્મ પ્રકાશ ' (પૃ. ૮૮, અંક ૧ અને ૨) માં પ્રસિદ્ધ કરાયો છે.
શ્રી શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથો નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org