Book Title: Vibhuti Vinoba
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ દર્શન અને ચિંતન હતું અને જે માત્ર નિવૃત્તિની એક જ બુઠ્ઠી બાજુને રજૂ કરતે હતા તે ધર્મે અસહકારની નિવૃત્તિ બાજુ અને સત્યાગ્રહની પ્રવૃત્તિ બાજુ-બન્ને બાજુ સ્પષ્ટ સમજાય તે રીતે અને સર્વક્ષેત્રે લાગુ કરી શકાય એ રીતે રજૂ કરી. પ્રજાને, દરેક બાબતમાં દબાયેલી અને લાચાર પ્રજાને, શસ્ત્ર અને શાસ્ત્ર વિના પણ પોતાની જ પાસે રહેલું પણ આજ સુધી અજ્ઞાત એવું એક સહજ અમેઘ બળ લાગ્યું. પ્રજા જાગી અને કલ્પનામાં ન આવે એ રીતે એ નવા અમોઘ બળે સ્વરાજ્ય મેળવી આપ્યું. જે શસ્ત્ર રાજકીય વિજ્ય અને રાજકારણમાં સફળતા આણનાર સિદ્ધ થાય છે તે શસ્ત્ર ઈતિહાસ કાળથી સર્વોપરી મનાતું આવ્યું છે. અત્યાર અગાઉ શસ્ત્રબળ અને કાવાદાવાના શસ્ત્રબળને એવી પ્રતિષ્ઠા મળેલી જ્યારે આ નવા ઋષિએ એ પ્રતિષ્ઠા અહિંસા અને અપરિગ્રહના નવા શાસ્ત્રને આપી અને એક રીતે એ પ્રતિષ્ઠા માત્ર ભારતમાં નહિ પણ દેશદેશાન્તરમાં વિસ્તરવા લાગી. ગાંધીજીએ રાજકારણ ઉપરાંત જીવનનાં લગભગ તમામ ક્ષેત્રમાં પિતાના એ આધ્યાત્મિક બળને પ્રયોગ કર્યો અને એનાં મધુર ફળો સમજદાર લેકેની સામે જોતજોતામાં આવ્યાં. સામાજિક જીવનના ખૂણેખૂણામાં સમતા. સ્થાપી વિષમતા નિવારવાને કાયાકલ્પ પૂરજોશમાં ચાલતા જ હતા અને લેકે પણ એને સાથ આપતા હતા, ત્યાં તે ગાંધીજીએ વિદાય લીધી. જેઓ પાછળ રહ્યા અને જેઓ તેમના સાથી હતા અને છે તેમને એ આધ્યાત્મિક બળ વિષે શ્રદ્ધા નથી એમ તે ન કહી શકાય, પણ તે શ્રદ્ધા કંઈક બહારથી આવેલી અને કંઈક અંદરથી ઊગેલી. એટલે એને સંપૂર્ણ જીવતી એમ તે ભાગ્યે જ કહી શકાય. તેમ છતાં સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યતંત્ર તે એ શ્રદ્ધાના પાયા ઉપર જ ચાલતું આવ્યું છે. ' પરકીય સત્તા ગઈ દેશમાં જે એકહથ્થુ સત્તા જેવાં નાનાં-મોટાં રાજ હતાં તે પણ વિલય પામ્યાં. બીજા પણ કેટલાક સુધારાઓ આકાર અને આવકાર પામતા ગયા; પણ સામાજિક વિષમતાને મૂળ પાયે જે આર્થિક વિષમતા તે તે જુના અને નવાં અનેક સ્વરૂપે કાયમ જ છે. એ વિષમતાની નાબૂદી થયા સિવાય બીજી રાજકીય કે સામાજિક ક્ષેત્રે લીધેલી સિદ્ધિઓ પણ બેકાર જેવી છે. એ દરેકે દરેકને વધારે ને વધારે સમજાવા લાગ્યું, અને સૌનું ધ્યાન આર્થિક સમતાની ભૂમિકા ભણી વળ્યું. આવી સમાનતા સ્થાપવાના પ્રયત્ન ભારત બહાર પણે થયા છે, પરંતુ તે અહિંસાના પાયા ઉપર નહિ. જ્યારે ભારતીય પ્રજને અનંતરાત્મા એવી કઈ વ્યક્તિને ઝંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7