Book Title: Vibhuti Vinoba
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિ વિનોબા [] પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ વિતા મુખ્ય પરંપરાઓમાં ભારતની બધી જ ત્યાગલલી પરંપરાઓને સમાવેશ થઈ જાય છે. તૃષ્ણ, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે. પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઈચ્છતા ઋષિ યાજ્ઞવલ્કક્યની એક પત્ની મયીના જે ઉદ્ગારે બહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજક-પરંપરાના વિચારને એક પડશે માત્ર છે. યાજ્ઞવષે મિત્રેયીને કહ્યું કે “તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એને નિકાલ કરવા ઈચ્છું છું.” મિત્રેયીએ પતિને જવાબમાં કહ્યું કે “સુવર્ણથી પરિપૂર્ણ પૃથ્વી મળે તે શું હું તેથી અમર થાઉં ખરી?” યાજ્ઞવલ્કયે જવાબમાં જણાવ્યું છે કે “એથી તે તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઇતર લેકેનું જીવન છે. સંપતિથી અમૃતત્વની આશા નકામી છે,' ઇત્યાદિ. તથાગત બુધે છ વર્ષની કાર સાધના અને ઊંડા મનન પછી પોતાના તેમ જ જગતના કલ્યાણને માર્ગ શો તે ચાર આર્ય–સત્યને. તેમાં બીજું આર્યસત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણ કે મમતા છે તે અને ચોથું આર્યસત્ય એટલે તૃષ્ણાનું-આસક્તિનું નિર્વાણ તે. દીર્ધતપસ્વી મહાવીરે આત્મૌપમ્પ પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે બાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિગ્રહ કે સંચયવૃતિ હોય કે તે જેટલા પ્રમાણમાં હોય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ધ થઈ ન જ શકે. આમ આપણે ત્રણે ય પરંપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિને ત્યાગ. ઉપનિષદમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એને અર્થ એ હરગિજ નથી કે પાર્થિવ સમ્પત્તિનું Page #2 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [૩૩ જીવનમાં કોઈ મૂલ્ય જ નથી, અથવા એ માત્ર સ્વાખિક છાયા છે. પણ એને અર્થ, જે આખા ઈતિહાસકાળમાં સિદ્ધ થાય તે તે, એ છે કે પાર્થિવ સંપત્તિ એ માત્ર સાધન છે. એને જ જીવન સર્વસ્વ માની જે પિતાની જાતને ભૂલી જાય છે તે સ્વતસિદ્ધ અમરપણાને વીસરી વિનાશી અને મત્ય વસ્તુને અમર માની પોતે દુઃખી થાય છે ને બીજાને દુ:ખ ઉપજાવવામાં નિમિત્ત પણ બને છે. બુદ્દે તૃષ્ણાત્યાગની વાત કહી, અગાર (ધર) છોડી અનગાર બનવાની હાકલ કરી ત્યારે એ ઘર, બાહ્ય વસ્તુ, કુટુંબ અને સમાજ એ બધાનું મૂલ્ય નથી જ આંકતા એમ માનવું તે બુદ્ધને પિતાને અને તેમના ધર્મને અન્યાય કરવા બરાબર છે. બુદ્ધનું તાત્પર્ય એટલું જ છે કે અંગત સુખની લાલસામાં ઈતરના સુખદુઃખની પરવા જ ન કરવી અને અંગત મમતા પિજવી એ વ્યક્તિ તેમ જ સમાજ માટે બંધનરૂપ છે. મહાવીરે પરિગ્રહત્યાગની વાત કહી ત્યારે પણ તેઓ એટલું તો જાણે જ છે કે વૈયક્તિક અને સામૂહિક જીવનમાં ધનધાન્ય જેવી બાહ્ય વસ્તુઓનું પણ સ્થાન છે જ. તેમ છતાં જ્યારે તેઓ સુદ્ધાં અનગારપદની વાત કરે છે ત્યારે કોઈ પણ જાતના અંગત પરિગ્રહમાં બંધાવાનો જ નિષેધ કરે છે. સાચે ત્યાગી અને સાચો વિચારક હોય છે એટલું તે જાણે જ છે કેાઈ પણ વ્યક્તિનું જીવન ભજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઉદ્ધકરણ પણ શક્ય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકને સૂર મમતાત્યાગનો છે, એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનું છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપે ઓળખાય છે. બન્નેના મૂળમાં પ્રેમતત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિબંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. મમતાને ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જે તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તે અંતે એ ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંધ અને અનગારા અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યા. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણ જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૪] દર્શન અને ચિતન અપાય છે એવા યજ્ઞ રધુને હાથે કરાવ્યા અને માત્ર માટીનું પાત્ર જ હાયમાં બાકી રહ્યુ હાય એવા રઘુને રઘુવ’શમાં વર્ણવી ગુપ્તકાલીન દાન– દક્ષિણા ધર્મનું મહત્ત્વ સુચવ્યું. હર્ષવર્ધને તે એકત્ર થયેલ ખજાનાને દૂર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કાઁનુ દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પથના મઠો, વિદ્યારા, મદિરા અને વિદ્યાધામા જ નહિ પણૂ સેંકડા, હજારો અને લાખાની સખ્યામાં અગાર છેડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકાની સંપૂર્ણ જીવનયાત્રા એ બધુ પરિઅત્યાગ અને દાનધમને જ આભારી રહ્યું છે. તેની સાક્ષીરૂપે અનેક દાનપત્ર, અનેક પ્રશસ્તિ આપણી સામે છે. જે મઠ, વિહારા, દિશ અને ધધો પરિગ્રહત્યાગની ભાવનામાંથી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને જે દાનદક્ષિણાને લીધે જ પાષાયે જતાં હતાં તે દાનદક્ષિણા દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂછ અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનુ સાČજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિગુમાવવાને લીધે એક રીતે અકર્મણ્ય જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી–ખાટી ગમે તે રીતે ધનસત્ત કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિ પણ, દાનદક્ષિણા દ્વારા પેાતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની જ્ઞાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે એ વ અસ્તિત્વમાં આવ્યા : એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એને સંગ્રહ અને વધારી કરનાર છતાં ત્યાગી મનાતા બ્રાહ્મણશ્રમણવર્ગ અને ીજો ન્યાયઅન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનુ દાન કરનાર ભોગી વ. આ બે વ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બન્ને વગેગેનુ અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જે આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કાઈના દાન ઉપર નભનાર કે નહિ કાઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ. અહિંસા અને સમતાત્યાગને જે ધમ મૂળે સમાજમાં સક્ષેત્રે સમતા આણુવા અસ્તિત્વમાં આવ્યા હતા તે જ ધમ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમ્યા. એવી વિષમતા નિવારવા અને કમ યાગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દૃષ્ટાઓએ અનાસક્ત કયાગ તેમ જ સમયેાગની Page #4 -------------------------------------------------------------------------- ________________ [૩૫ સ્થાપના માટે સબળ વિચારો રજૂ કર્યો. દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્તાનમાં થયેલ અનેક સંતોએ એ વિચારનું પોષણ પણ કર્યું. જ્યાં ત્યાં એની સારી અસર પણ થઈ. પરંતુ એ અસર છેવટે ન તો સ્થાયી બની અને ન તે સર્વદેશીય. તેથી કરીને સમાજમાં છેવટે રાજસત્તા અને ધનસંપત્તિને મહિમા, દાન અને ત્યાગને મહિમા એ જેવા ને તેવા ચાલુ જ રહ્યા અને સાથે સાથે ગરીબી તેમ જ જાતમહેનત પ્રત્યેની સૂગ પણ ચાલુ રહી. ઊંચ-નીચના ભેદની, સંપત્તિ અને ગરીબીનીનિરક્ષરતા અને સાક્ષરનાની, તેમ જ શાસક અને શાસિતની, એમ અનેકવિધ વધતી જતી વિષમતાને લીધે દેશનું સામૂહિક બળ ક્ષીણ જેવું થયું અને અંતે વિદેશી રાજ્ય પણ આવ્યું. એણે પહેલાંની વિષમતામાં અનેક નવી વિષમતાઓ અને સમસ્યાઓ ઉમેરી. ચોમેરથી પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારવા લાગી. કવિઓ ઈશ્વરનું આહ્વાહન કરવા લાગ્યા. જ્યારે આ વિષમતા નિવારવાનું કામ શસ્ત્રબળ અને શાસ્ત્રબળ બન્ને માટે અસાધ્ય જેવું દેખાતું હતું ત્યારે પાછા એ જ જૂને અપરિગ્રહ અને અહિંસાને ભાગે એક વિશિષ્ટ વ્યક્તિને મૂકયો. - અહિંસા અને અપરિગ્રહની અધૂરી તેમ જ અવિવેકી સમજણથી જે અનિષ્ટ પરિણામે માનવજાતે અનુભવ્યાં છે; તેમ જ રંગભેદ, આર્થિક અસમાનતા અને જાતિ કે રાષ્ટ્રના મિથ્યા અભિમાનને લીધે પિદા થયેલાં જે દુસહ અનિષ્ટો માનવજાત ભોગવી રહી છે તે બધાને સામટે વિચાર કરી તે વિચારના પ્રકાશમાં બધાં જ અનિષ્ટના ઉપાય લેખે એ વિશિષ્ટ વ્યક્તિએ અહિંસા અને અપરિગ્રહનું મૂલ્ય આંક્યું ને તેમાંથી જ માનવજાતના ઉદ્ધારને કે સર્વાગીણ સમતા સ્થાપવાને માર્ગ શોધી કાઢ્યો. સધળાં અનિષ્ટ નિવારવાને આ ન માર્ગ હતો તે રામબાણ જે, પણ શરૂઆતમાં એના ઉપર ભાગ્યે જ કોઈની શ્રદ્ધા સમજણપૂર્વક બેઠી. તેમ છતાં એ અહિંસા અને અપરિગ્રહના નવા પેગંબરે પિતાનું દર્શન આફ્રિકામાં જ સફળ કરી બતાવ્યું કે ચા અને ક્રમે ક્રમે એ ઋષિની આસપાસ એક નવું શિષ્યમંડળ એકત્ર થયું. જે સત્તા સામે પડકાર ફેંકવાની દુનિયામાં લગભગ કોઈને પ્રગટ હિંમત ન હતી તે જ સત્તા સામે એ ઋષિએ પોતાનું અહિંસક શરમ ઉગામ્યું અને અહિંસામાં માનનાર કે નહિ માનનાર બધા જ એકાએક ડઘાઈ ગયા. જે અહિંસા અને અપરિગ્રહ માત્ર વ્યક્તિગત ધર્મ બની ગયે Page #5 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન હતું અને જે માત્ર નિવૃત્તિની એક જ બુઠ્ઠી બાજુને રજૂ કરતે હતા તે ધર્મે અસહકારની નિવૃત્તિ બાજુ અને સત્યાગ્રહની પ્રવૃત્તિ બાજુ-બન્ને બાજુ સ્પષ્ટ સમજાય તે રીતે અને સર્વક્ષેત્રે લાગુ કરી શકાય એ રીતે રજૂ કરી. પ્રજાને, દરેક બાબતમાં દબાયેલી અને લાચાર પ્રજાને, શસ્ત્ર અને શાસ્ત્ર વિના પણ પોતાની જ પાસે રહેલું પણ આજ સુધી અજ્ઞાત એવું એક સહજ અમેઘ બળ લાગ્યું. પ્રજા જાગી અને કલ્પનામાં ન આવે એ રીતે એ નવા અમોઘ બળે સ્વરાજ્ય મેળવી આપ્યું. જે શસ્ત્ર રાજકીય વિજ્ય અને રાજકારણમાં સફળતા આણનાર સિદ્ધ થાય છે તે શસ્ત્ર ઈતિહાસ કાળથી સર્વોપરી મનાતું આવ્યું છે. અત્યાર અગાઉ શસ્ત્રબળ અને કાવાદાવાના શસ્ત્રબળને એવી પ્રતિષ્ઠા મળેલી જ્યારે આ નવા ઋષિએ એ પ્રતિષ્ઠા અહિંસા અને અપરિગ્રહના નવા શાસ્ત્રને આપી અને એક રીતે એ પ્રતિષ્ઠા માત્ર ભારતમાં નહિ પણ દેશદેશાન્તરમાં વિસ્તરવા લાગી. ગાંધીજીએ રાજકારણ ઉપરાંત જીવનનાં લગભગ તમામ ક્ષેત્રમાં પિતાના એ આધ્યાત્મિક બળને પ્રયોગ કર્યો અને એનાં મધુર ફળો સમજદાર લેકેની સામે જોતજોતામાં આવ્યાં. સામાજિક જીવનના ખૂણેખૂણામાં સમતા. સ્થાપી વિષમતા નિવારવાને કાયાકલ્પ પૂરજોશમાં ચાલતા જ હતા અને લેકે પણ એને સાથ આપતા હતા, ત્યાં તે ગાંધીજીએ વિદાય લીધી. જેઓ પાછળ રહ્યા અને જેઓ તેમના સાથી હતા અને છે તેમને એ આધ્યાત્મિક બળ વિષે શ્રદ્ધા નથી એમ તે ન કહી શકાય, પણ તે શ્રદ્ધા કંઈક બહારથી આવેલી અને કંઈક અંદરથી ઊગેલી. એટલે એને સંપૂર્ણ જીવતી એમ તે ભાગ્યે જ કહી શકાય. તેમ છતાં સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યતંત્ર તે એ શ્રદ્ધાના પાયા ઉપર જ ચાલતું આવ્યું છે. ' પરકીય સત્તા ગઈ દેશમાં જે એકહથ્થુ સત્તા જેવાં નાનાં-મોટાં રાજ હતાં તે પણ વિલય પામ્યાં. બીજા પણ કેટલાક સુધારાઓ આકાર અને આવકાર પામતા ગયા; પણ સામાજિક વિષમતાને મૂળ પાયે જે આર્થિક વિષમતા તે તે જુના અને નવાં અનેક સ્વરૂપે કાયમ જ છે. એ વિષમતાની નાબૂદી થયા સિવાય બીજી રાજકીય કે સામાજિક ક્ષેત્રે લીધેલી સિદ્ધિઓ પણ બેકાર જેવી છે. એ દરેકે દરેકને વધારે ને વધારે સમજાવા લાગ્યું, અને સૌનું ધ્યાન આર્થિક સમતાની ભૂમિકા ભણી વળ્યું. આવી સમાનતા સ્થાપવાના પ્રયત્ન ભારત બહાર પણે થયા છે, પરંતુ તે અહિંસાના પાયા ઉપર નહિ. જ્યારે ભારતીય પ્રજને અનંતરાત્મા એવી કઈ વ્યક્તિને ઝંખી Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્ય (૩૭ રહ્યો હતો કે જે તેના અહિંસક સંસ્કારને અનુરૂપ અને ગાંધીજીએ તૈયાર કરેલ ભૂમિકાને જ અનુસરી આર્થિક સમાનતાને પ્રશ્ન ઉકલે. એ ઝંખનાને જવાબ ગાંધીજીના જ અનુગામી વર્તુળમાંથી એવી વ્યકિતએ વાળ્યો કે જેણે આખી જિંદગી ધર્મ તેમ જ કર્મને સુમેળ સાધવામાં અને શાસ્ત્રીય જ્ઞાનરાશિને પ્રજ્ઞાનરૂપે પરિણાવવામાં ગાળી છે. તે વ્યક્તિ બીજી કઈ નહિ પણ જેના ઉપર આખા દેશની અને કેટલેક અંશે દેશાન્તરની પણ નજર ચેટી છે તે વિભૂતિ વિનબા. વિનોબાએ જોયું કે પરંપરાગત સામત અને રાજાએ ગયા પણ મૂડીવાદને પરિણામે દેશમાં અનેક નવા રાજાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને આવ્યે જાય છે. વિનોબાએ એ પણ જોયું કે લોકતંત્ર સ્થપાયા છતાં એમાં જૂની જ અધિકારશાહી અને અમલદારશાહી કામ કરી રહી છે. તેમાં સેવાનું સ્થાન સત્તાની હરીફાઈ એ લીધું છે. એમણે એ પણ જોયું કે ભિન્નભિન્ન રાજકારણ પક્ષમાં પુરાઈ રહેલે, બુદ્ધિમાન વર્ગ પણ પિતાપિતાના પક્ષની નબળાઈ અને અકર્મણ્યતા જોવા કરતાં સામા પક્ષની ત્રુટિઓ તરફ જ વધારે ધ્યાન આપે છે. અને પરિણામે એ પક્ષની સાઠમારીમાં જનતાનું હિત બહુ ઓછું સધાય છે તેમ જ કાંઈક સારું કરવાની વૃત્તિવાળ એવા બુદ્ધિમાન લેકેની શક્તિને પ્રજાના ઉત્કર્ષમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. વિનેબાની પ્રજ્ઞાએ અર્થોપાર્જન અને અર્થરક્ષણના જુદા જુદા માર્ગોમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ તેમ જ અસામાજિક ગેર-રીતિઓનું પણ આકલન કર્યું. એમણે એ જોઈ લીધું કે તત્કાળ વિધાયક અહિંસાને રસ્તે લેકની બુદ્ધિ વાળવામાં નહિ આવે તે અત્યાર લગી થયેલું બધું કામ ધૂળધાણી થઈ જશે અને લે કે હિંસા ભણી વળશે. આ મથામણમાંથી તેમને ભૂમિદાનનો માર્ગ લા. જોતજોતામાં એને કેટલી સફળતા મળી અને કેટલી મળી રહી છે તે ઉપરથી જ આપણે તે માર્ગનું મૂલ્ય આંકી શકીએ છીએ. રાષ્ટ્રપતિ હય કે મહામાત્ય હૈય, ઉપરાષ્ટ્રપતિ હય કે રાજાજી હૈય, દરેક આ ભૂદાન-પ્રવૃત્તિને જીવનનાં નવાં મૂલ્ય સ્થાપનાર પ્રવૃત્તિ લેખે આવકારી રહ્યા છે એ નાનીસૂની બાબત નથી. વિનોબાજીની પ્રવૃત્તિ માત્ર ભૂમિના દાનમાં જ નથી સમાતી; એ તે સામાજિક, આર્થિક અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીય સમતા સ્થાપવાના પ્રયત્નનું પહેલું પગથિયું છે. એ પ્રવૃત્તિનો આત્મા વિનોબાજી જેટલે જ વિશાળ છે. એમાં સંપત્તિનું દાન, બુદ્ધિનું દાન, શ્રમનું દાન અને જીવનનું દાન સુદ્ધાં સમાઈ જાય છે કે જેની જીવંત મૂર્તિ પિતે વિનોબા જ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 38] દર્શન અને ચિંતન ગાંધીજીએ અહિંસાની સર્વાગીણુતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું તેને જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તે વિનોબા કઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવરોધને દઢ પાયો નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હાઈ સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા રોમેરથી એકત્ર થઈ રહ્યો છે. જ્યાં તથાગત બુદ્દે બેધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવનદાનના પીંપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પેિઠે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી. જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધે અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાં વિનોબાજીને વિહાર એ અત્યારના જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ ભાની બેઠેલા હરકોઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બોધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણે, વિવિધ પ્રવૃત્તિઓ, એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ ! -ભૂમિપુત્ર, 15 સપ્ટેમ્બર 1954