________________
વિભૂતિ વિનોબા
[] પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ વિતા મુખ્ય પરંપરાઓમાં ભારતની બધી જ ત્યાગલલી પરંપરાઓને સમાવેશ થઈ જાય છે. તૃષ્ણ, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે.
પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઈચ્છતા ઋષિ યાજ્ઞવલ્કક્યની એક પત્ની મયીના જે ઉદ્ગારે બહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજક-પરંપરાના વિચારને એક પડશે માત્ર છે. યાજ્ઞવષે મિત્રેયીને કહ્યું કે “તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એને નિકાલ કરવા ઈચ્છું છું.” મિત્રેયીએ પતિને જવાબમાં કહ્યું કે “સુવર્ણથી પરિપૂર્ણ પૃથ્વી મળે તે શું હું તેથી અમર થાઉં ખરી?” યાજ્ઞવલ્કયે જવાબમાં જણાવ્યું છે કે “એથી તે તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઇતર લેકેનું જીવન છે. સંપતિથી અમૃતત્વની આશા નકામી છે,' ઇત્યાદિ.
તથાગત બુધે છ વર્ષની કાર સાધના અને ઊંડા મનન પછી પોતાના તેમ જ જગતના કલ્યાણને માર્ગ શો તે ચાર આર્ય–સત્યને. તેમાં બીજું આર્યસત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણ કે મમતા છે તે અને ચોથું આર્યસત્ય એટલે તૃષ્ણાનું-આસક્તિનું નિર્વાણ તે. દીર્ધતપસ્વી મહાવીરે આત્મૌપમ્પ પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે બાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિગ્રહ કે સંચયવૃતિ હોય કે તે જેટલા પ્રમાણમાં હોય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ધ થઈ ન જ શકે. આમ આપણે ત્રણે ય પરંપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિને ત્યાગ.
ઉપનિષદમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એને અર્થ એ હરગિજ નથી કે પાર્થિવ સમ્પત્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org