SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય [૩૩ જીવનમાં કોઈ મૂલ્ય જ નથી, અથવા એ માત્ર સ્વાખિક છાયા છે. પણ એને અર્થ, જે આખા ઈતિહાસકાળમાં સિદ્ધ થાય તે તે, એ છે કે પાર્થિવ સંપત્તિ એ માત્ર સાધન છે. એને જ જીવન સર્વસ્વ માની જે પિતાની જાતને ભૂલી જાય છે તે સ્વતસિદ્ધ અમરપણાને વીસરી વિનાશી અને મત્ય વસ્તુને અમર માની પોતે દુઃખી થાય છે ને બીજાને દુ:ખ ઉપજાવવામાં નિમિત્ત પણ બને છે. બુદ્દે તૃષ્ણાત્યાગની વાત કહી, અગાર (ધર) છોડી અનગાર બનવાની હાકલ કરી ત્યારે એ ઘર, બાહ્ય વસ્તુ, કુટુંબ અને સમાજ એ બધાનું મૂલ્ય નથી જ આંકતા એમ માનવું તે બુદ્ધને પિતાને અને તેમના ધર્મને અન્યાય કરવા બરાબર છે. બુદ્ધનું તાત્પર્ય એટલું જ છે કે અંગત સુખની લાલસામાં ઈતરના સુખદુઃખની પરવા જ ન કરવી અને અંગત મમતા પિજવી એ વ્યક્તિ તેમ જ સમાજ માટે બંધનરૂપ છે. મહાવીરે પરિગ્રહત્યાગની વાત કહી ત્યારે પણ તેઓ એટલું તો જાણે જ છે કે વૈયક્તિક અને સામૂહિક જીવનમાં ધનધાન્ય જેવી બાહ્ય વસ્તુઓનું પણ સ્થાન છે જ. તેમ છતાં જ્યારે તેઓ સુદ્ધાં અનગારપદની વાત કરે છે ત્યારે કોઈ પણ જાતના અંગત પરિગ્રહમાં બંધાવાનો જ નિષેધ કરે છે. સાચે ત્યાગી અને સાચો વિચારક હોય છે એટલું તે જાણે જ છે કેાઈ પણ વ્યક્તિનું જીવન ભજન, આશ્રય અને બીજી એવી જરૂરી વસ્તુઓ વિના કદી ચાલી શકે જ નહિ. એટલું જ નહિ પણ સ્થળ અને જડ કહેવાતી બાહ્ય સામગ્રીની ઉચિત મદદ વિના જીવનનું ઉદ્ધકરણ પણ શક્ય નથી. આ રીતે જોતાં બધી જ પરંપરાના મુખ્ય પ્રવર્તકને સૂર મમતાત્યાગનો છે, એટલે કે અંગત અને વૈયક્તિક મર્યાદિત મમતાને વિસ્તારી એ મમતાને સાર્વજનિક કરવાનું છે. સાર્વજનિક મમતા એટલે બીજા સાથે અભેદ સાધો કે આત્મૌપમ્ય સાધવું તે. એનું જ બીજું નામ સમતા છે. મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપે ઓળખાય છે. બન્નેના મૂળમાં પ્રેમતત્વ છે. એ પ્રેમ સંકીર્ણ અને સંકીર્ણતર હોય ત્યારે તે મમતા અને એ નિબંધન વિકસે ત્યારે તે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. મમતાને ત્યાગ એ શ્રેય માટે આવશ્યક હોવા છતાં જે તે સમાજનાં વિવિધ અંગોમાં સમતાને મૂર્ત કરવામાં પરિણામ ન પામે તે અંતે એ ત્યાગ પણ વિકૃત બની જાય છે. પરિગ્રહત્યાગની ભૂમિકા ઉપર જ સંન્યાસીસંધ અને અનગારા અસ્તિત્વમાં આવ્યા. એના ત્યાગને લીધે જ અશોક જેવા ધર્મરાજે સાર્વજનિક હિતનાં કામો કર્યા. એવા ત્યાગમાંથી જ દાનદક્ષિણ જેવા અનેક ધર્મો વિકસ્યા. કવિ કાલિદાસે જેમાં સર્વસ્વ દક્ષિણારૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249277
Book TitleVibhuti Vinoba
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size130 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy