Book Title: Vibhuti Vinoba Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ [૩૫ સ્થાપના માટે સબળ વિચારો રજૂ કર્યો. દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્તાનમાં થયેલ અનેક સંતોએ એ વિચારનું પોષણ પણ કર્યું. જ્યાં ત્યાં એની સારી અસર પણ થઈ. પરંતુ એ અસર છેવટે ન તો સ્થાયી બની અને ન તે સર્વદેશીય. તેથી કરીને સમાજમાં છેવટે રાજસત્તા અને ધનસંપત્તિને મહિમા, દાન અને ત્યાગને મહિમા એ જેવા ને તેવા ચાલુ જ રહ્યા અને સાથે સાથે ગરીબી તેમ જ જાતમહેનત પ્રત્યેની સૂગ પણ ચાલુ રહી. ઊંચ-નીચના ભેદની, સંપત્તિ અને ગરીબીનીનિરક્ષરતા અને સાક્ષરનાની, તેમ જ શાસક અને શાસિતની, એમ અનેકવિધ વધતી જતી વિષમતાને લીધે દેશનું સામૂહિક બળ ક્ષીણ જેવું થયું અને અંતે વિદેશી રાજ્ય પણ આવ્યું. એણે પહેલાંની વિષમતામાં અનેક નવી વિષમતાઓ અને સમસ્યાઓ ઉમેરી. ચોમેરથી પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારવા લાગી. કવિઓ ઈશ્વરનું આહ્વાહન કરવા લાગ્યા. જ્યારે આ વિષમતા નિવારવાનું કામ શસ્ત્રબળ અને શાસ્ત્રબળ બન્ને માટે અસાધ્ય જેવું દેખાતું હતું ત્યારે પાછા એ જ જૂને અપરિગ્રહ અને અહિંસાને ભાગે એક વિશિષ્ટ વ્યક્તિને મૂકયો. - અહિંસા અને અપરિગ્રહની અધૂરી તેમ જ અવિવેકી સમજણથી જે અનિષ્ટ પરિણામે માનવજાતે અનુભવ્યાં છે; તેમ જ રંગભેદ, આર્થિક અસમાનતા અને જાતિ કે રાષ્ટ્રના મિથ્યા અભિમાનને લીધે પિદા થયેલાં જે દુસહ અનિષ્ટો માનવજાત ભોગવી રહી છે તે બધાને સામટે વિચાર કરી તે વિચારના પ્રકાશમાં બધાં જ અનિષ્ટના ઉપાય લેખે એ વિશિષ્ટ વ્યક્તિએ અહિંસા અને અપરિગ્રહનું મૂલ્ય આંક્યું ને તેમાંથી જ માનવજાતના ઉદ્ધારને કે સર્વાગીણ સમતા સ્થાપવાને માર્ગ શોધી કાઢ્યો. સધળાં અનિષ્ટ નિવારવાને આ ન માર્ગ હતો તે રામબાણ જે, પણ શરૂઆતમાં એના ઉપર ભાગ્યે જ કોઈની શ્રદ્ધા સમજણપૂર્વક બેઠી. તેમ છતાં એ અહિંસા અને અપરિગ્રહના નવા પેગંબરે પિતાનું દર્શન આફ્રિકામાં જ સફળ કરી બતાવ્યું કે ચા અને ક્રમે ક્રમે એ ઋષિની આસપાસ એક નવું શિષ્યમંડળ એકત્ર થયું. જે સત્તા સામે પડકાર ફેંકવાની દુનિયામાં લગભગ કોઈને પ્રગટ હિંમત ન હતી તે જ સત્તા સામે એ ઋષિએ પોતાનું અહિંસક શરમ ઉગામ્યું અને અહિંસામાં માનનાર કે નહિ માનનાર બધા જ એકાએક ડઘાઈ ગયા. જે અહિંસા અને અપરિગ્રહ માત્ર વ્યક્તિગત ધર્મ બની ગયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7