Book Title: Vibhuti Vinoba
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ 38] દર્શન અને ચિંતન ગાંધીજીએ અહિંસાની સર્વાગીણુતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું તેને જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તે વિનોબા કઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવરોધને દઢ પાયો નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હાઈ સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા રોમેરથી એકત્ર થઈ રહ્યો છે. જ્યાં તથાગત બુદ્દે બેધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવનદાનના પીંપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પેિઠે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી. જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધે અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાં વિનોબાજીને વિહાર એ અત્યારના જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ ભાની બેઠેલા હરકોઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બોધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણે, વિવિધ પ્રવૃત્તિઓ, એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ ! -ભૂમિપુત્ર, 15 સપ્ટેમ્બર 1954 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7