________________
प्रासाद प्रकरणम्
( ૨૪૨ ) कुम्भस्यार्धे त्रिभागे वा पादे हीनोऽप्युदुम्बरः ।।
तदध कर्णकं मध्ये पीठान्ते बाह्यभूमिका ।" ઉબરાનો ઉદય કુંભાના ઉદયથી અરધે ભાગે અથવા ત્રીજે ભાગે (કુંભાના ઉદયના ત્રણ ભાગ કરી તેમાંથી એક ભાગ) અથવા ચોથે ભાગે (કુંભાના ઉદયના ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ) નીચો કરવો.
શંખાવટીનું માન –
'खुरकेन समां कुर्यात् तदर्धचन्द्रस्योच्छ्रतिम् । द्वारव्याससमं दैर्घ्य निर्गमं च तदर्धतः ।"
ખુરાના ઉદયની બરાબર શંખાવટીનો ઉદય કરવો, શંખાવટીની લંબાઈ બારણાના વિસ્તાર જેટલી કરવી અને લંબાઈથી અરધી પહોળી નીકળતી કરવી.
“द्विभागम/चन्द्रं च भागेन द्वौ गगारको । शङ्खपत्रसमा युक्ता पद्माकारैरलङ्कता ॥"
શંખાવટીની લંબાઈના ત્રણ ભાગ કરવા, તેમાં બે ભાગનો વચમાં અર્ધચન્દ્ર કરવો અને એક ભાગના બે એટલે અરધા અરધા ભાગના અર્ધચન્દ્રની બન્ને બાજુ એક એક ગગારા કરવા. ગગારા અને અર્ધચન્દ્રની વચમાં શંખ અને વેલ સહિત કમલપુષ્પ કરવાં. चोवीस जिनालयनो क्रम -
अग्गे दाहिण-वामे अट्ठट्ठजिणिंदगेह चउवीसं । मूलसिलागाउ इमं पकीरए जगइ मज्झम्मि ॥५६|| ચોવીસ જિનાલયવાળું દેરાસર કરવું હોય તો વચલા મુખ્ય દેરાસરની સામે, તથા જમણી અને ડાબી તરફ એ ત્રણે દિશાઓમાં આઠ આઠ દેહલિઓ જગતીની અંદર બનાવવી પદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org