Book Title: Vastusara Prakarana
Author(s): Bhagwandas Jain
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 267
________________ - प्रतिष्ठादिक ना मुहूर्त ( ર ) सिद्धछाया लग्न सिद्धच्छाया क्रमादर्का-दिषु सिद्धिप्रदा पदैः । रुद्र-सा ष्ट-नन्दाष्ट-सप्तभिश्चन्द्रवद् द्वयोः ॥१०४।। જયારે આપણા શરીરની છાયા રવિવારે અગિયાર, સોમવારે સાડા આઠ, મંગળવારે નવ, બુધવારે આઠ, ગુરૂવારે સાત, શુક્રવારે સાડા આઠ અને શનિવારે સાડા આઠ પગલા હોય, તો તે સમયને સિદ્ધ છાયા કહે છે. એ સર્વ કાર્યની સિદ્ધિ કરનારી છે ૧૦૪ वीसं सोलस पनरस चउदस तेरस य बार बारेव । रविमाइसु बारंगुलसंकुछायंगुला सिद्धा ॥१०५।। જ્યારે બાર આગળના શંકુની છાયા રવિવારે વીસ, સોમવારે સોળ, મંગળવારે પંદરે, બુધવારે ચૌદ, ગુરૂવારે તેર, શુક્રવારે બાર અને શનિવારે બાર આંગળ હોય ત્યારે તે સિદ્ધ છાયા કહેવાય I૧૦પા શુભ મુહૂર્તના અભાવમાં આ સિદ્ધછાયા લગ્નમાં સર્વ શુભ કાર્ય કરવું જોઈએ. નરપતિ જયચર્યામાં લખે છે કે नक्षत्राणि तिथिवारा-स्ताराश्चन्द्रबलं ग्रहाः । दुष्टान्यपि शुभं भावं भजन्ते सिद्धच्छायया ॥१०६॥ નક્ષત્ર, તિથિ, વાર, તારાબલ, ચંદ્રબલ અને ગ્રહ એ જો દોષવાળા હોય તો પણ આ સિદ્ગછાયામાં શુભભાવને દેવાવાળા થાય છે ૧૦૬ शुभं भूयात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278