________________
जिनेश्वर अने तेमना शासनदेवोनुं स्वरूप (૨૪૨ ) समुत्पन्नामजिताभिधानां यक्षिणीं गौरवर्णां लोहासनाधिरूढां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां बीजपूरकाङ्कुशयुक्तवामकरां चेति ॥२॥
બીજા અજિતનાથ નામના તીર્થંકર છે, તેમના શરીરનો વર્ણ સુવર્ણ રંગનો છે, તેમને હાથીનું ચિહન છે, રોહિણી નક્ષત્રમાં જન્મ અને વૃષરાશિ છે.
તેમના શાસનમાં મહાયક્ષ નામનો યક્ષ છે, તે ચાર મુખવાળો, કૃષ્ણ વર્ણવાળો, હાથીની સવારી કરનારો અને આઠ ભુજાવાળો છે, ને જમણી ચાર ભુજાઓમાં વરદાન, મુગર, માળા અને ફાંસીને ધારણ કરે છે, તથા ડાબી ચાર ભુજાઓમાં બીજોરૂ, અભય, અંકુશ અને શક્તિને ધારણ કરે છે.
તેમના જ શાસનમાં અજિતા' (અજિતબલા નામની યક્ષિણી છે, તે ગૌર વર્ણવાળી, + લોહાસન પર બેઠેલી અને ચાર ભુજાવાળી છે. તે જમણી બે ભુજાઓમાં વરદાન અને ફાંસી ને, ડાબી બે ભુજાઓમાં બીજો અને અંકુશને ધારણ કરે છે. ३-संभवनाथ तीर्थंकर, त्रिमुखयक्ष अने दुरितारि यक्षिणीनुं स्वरूप -
तथा तृतीयं सम्भवनाथं हेमाभं अश्वलाञ्छनं मृगशिरजातं मिथुनराशिं चेति । तस्मिंस्तीर्थे समुत्पन्नं त्रिमुखयक्षेश्वरं त्रिमुखं त्रिनेत्रं श्यामवर्ण मयूरवाहनं षड्भुजं नकुलगदाभययुक्तदक्षिणपाणिं मातुलिङ्गनागाक्षसूत्रान्वितवामहस्तं चेति । तस्मिन्नेव तीर्थे समुत्पन्नां दूरितारिदेवी गौरवर्णां मेषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां फलाभयान्वितवामकरां चेति ॥३|| - ત્રીજા સંભવનાથ નામના તીર્થકર છે, તે સુવર્ણવર્ણવાળા અને ઘોડાના ચિહનવાળા છે, તેમનું જન્મનક્ષત્ર મૃગશિર અને મિથુન રાશિ છે.
તેમના તીર્થમાં ત્રિમુખ નામનો પક્ષ છે, તેને ત્રણ મુખ્ય ત્રણ ત્રણ નેત્રવાળા છે, ને શરીરે કૃણ રંગનો, મોરની સવારી કરનાર અને છ ભુજાવાળો છે, જમણી ત્રણ ભુજા ઓમાં નોળીઓ ગદા અને અભયને, ડાબી ત્રણ 8 ભુજાઓમાં બીજોરૂ, સાંપ અને માળાને ધારણ કરે છે. * સાગરચન્દ્રસૂરિકૃત મંત્રાધિરાજ કલ્પમાં (ગજેન્દ્રવદનો) એવો પાઠ સંશોધનની ભૂલથી અશુદ્ધ છપાયેલ છે, તે ઠેકાણે (ગજેન્દ્રવહનો) જોઈએ., + આચારદિનકરમાં ગાયની સવારી કરનારી કહી છે. દે. લા. ફંડ સુરતમાં ચતુર્વિશનિ જિનાનંદ સ્તુતિ સચિત્ર છાપેલ છે, તેમાં બકરાનું વાહન આપ્યું છે, તે અશુદ્ધ જણાય છે. r મિસ્ત્રીજીએ બહશિલ્પશાસ્ત્ર ભાગ રમાં ડાબા હાથનાં શસ્ત્રો અશુદ્ધ લખેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org