________________
૧૦
કાર્ય આગમપ્રભાકર, મુનિપુંગવ શ્રીપુણ્યવિજય મહારાજ દ્વારા થયેલ છે અને “ધર્માસ્યુદયમહાકાવ્યના પરિશિષ્ટવિભાગરૂપે આ ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાલાના ગ્રંથાંક-પ તરીકે સિંઘી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠ ભારતીય વિદ્યાભવન-મુંબઈથી વિ. સં. ૨૦૧૬, ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત થયેલ આ ગ્રંથની પ્રથમવૃત્તિ જીર્ણ પ્રાયઃ થયેલ હોવાથી આ ગ્રંથનું પુનઃ નવીનસંસ્કરણ તૈયાર થાય તો આવા ઉત્તમ મહાપુરુષોના ગુણગાન કરવાનો લાભ અનેકોને પ્રાપ્ત થાય, તેથી શ્રુતપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને મારી આ ભાવના જણાવી અને મારી શુભભાવનાને ઝીલીને આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદનકાર્ય સાધ્વી ચંદનબાલાશ્રીએ કરેલ છે અને આ ગ્રંથ ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થઈ રહેલ છે તે મારા માટે ખૂબ ખૂબ આનંદનો વિષય બનેલ છે.
પ્રસ્તુતગ્રંથના પ્રકાશન કાર્ય માટે પરમપૂજય રામચંદ્ર-મુક્તિચંદ્ર-પૂર્ણચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન તપસ્વી મુનિશ્રી પ્રશમપૂર્ણવિજયજીએ શ્રીઆલવાડા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘને પ્રેરણા કરી અને તેમની પ્રેરણાને ઝીલીને શ્રીઆલવાડા સંઘે જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ લીધેલ છે. તે શ્રીસંઘનો શ્રુતપ્રત્યેનો પરમોચ્ચભક્તિ-બહુમાનભાવ સૂચવે છે.
પ્રાંત અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વના આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રો વાંચવાથી, તેમના ગુણગાન કરવાથી આપણા જીવનમાં પણ ગુણોની પ્રાપ્તિ થાય છે અને ગુણબીજાધાન દ્વારા સમ્યગૂજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધી સાધી અંતરાત્માને શુભ-શુદ્ધ ભાવોથી ભાવિત કરીને રાગ-દ્વેષનો ક્ષય કરીને પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરીએ અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી જીવો આત્માના શુદ્ધસ્વરૂપરૂપ સિદ્ધસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
– પંન્યાસ વજસેનવિજય
sukar-t.pm5 2nd proof