Book Title: Vastupal Prashasti Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ગ્રંથમાં વસ્તુપાલના ધર્મગુરુ નાગેન્દ્રગચ્છીય શ્રીઉદયપ્રભસૂરિમહારાજવિરચિત સુકૃતકીર્જિકલ્લોલિની અને વસ્તુપાલસ્તુતિ, મલધારગચ્છીય શ્રીનચંદ્રસૂરિમહારાજકૃત વસ્તુપાલપ્રશસ્તિ, મલધારગચ્છીય શ્રી નરેન્દ્રપ્રભસૂરિમહારાજકૃત બે વસ્તુપાલપ્રશસ્તિ શ્રીજયસિંહસૂરિમહારાજવિરચિત વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ વસ્તુપાલસ્તુતિકાવ્ય, નરનારાયણાનંદકાવ્યના અંતમાં લખેલી પ્રશસ્તિ, ઉપદેશકંરગિણીગ્રંથગત વસ્તુપાલસ્તુતિકાવ્ય, ગિરનારતીર્થસ્થ વસ્તુપાલપ્રતિષ્ઠિત નેમિનાથપ્રાસાદપ્રશસ્તિ ક્રમાંક ૧થી ૬ ગિરનારતીર્થસ્થ અન્ય પ્રકીર્ણ લેખ ૪, અર્બુદાચલતીર્થસ્થ લૂણવસહિકાગત લેખસંગ્રહ, તારણદુર્ગસ્થ લેખ, શત્રુંજયપાજસ્થિત લેખ, અણહિલપુરસ્થિત શિલાલેખ, અર્બુદાચલસ્થિત સ્તુતિગાથા કહે છે. આ ગ્રંથપ્રશસ્તિઓ સામાન્યતઃ ગ્રંથોના અંતે અને કોઈ કોઈ વાર પ્રારંભમાં પણ યા તો પુષ્મિકારૂપે ગ્રંથના કોઈ અધ્યાયના અંતે કે પ્રત્યેક અધ્યાયના અંતે મળે છે. ઈ.સ. છઠ્ઠી સદીની પહેલાં રચાયેલાં ગ્રંથોમાં આપણને આવી પ્રશસ્તિઓ પ્રાયઃ નથી મળતી પરંતુ સાતમી સદીની આગળના સમયમાં રચાયેલા ગ્રંથોમાં આવી પ્રશસ્તિઓનો અધિક અને સર્વસામાન્ય પ્રયોગ થવા લાગ્યો. કાવ્યાત્મક આદર્શ પ્રશસ્તિઓ પણ જૈન વિદ્વાનોએ લખી છે. તેમનું ઐતિહાસિક અને કાવ્યાત્મક મહત્ત્વ વિભિન્ન પ્રકારનું છે. કોઈ કોઈ પ્રશસ્તિઓ બહુ જ ટૂંકી હોય છે અર્થાતુ કેટલીક પંક્તિઓની જ માત્ર, તો કેટલીક તો સો સો પંક્તિઓ કે શ્લોકો જેટલી લાંબી હોય છે, કેટલીક ગદ્યમાં હોય છે તો કેટલીક પૂરેપૂરી પદ્યમાં જ માત્ર હોય છે, તો કેટલીક ગદ્ય અને પદ્યમાં મિશ્રિત પણ હોય છે. ઐતિહાસિકદષ્ટિએ આ પ્રશસ્તિઓમાં મહત્ત્વનો અંશ સાધારણત: વંશપરિચય, શૌર્ય અથવા ધર્મકર્મવર્ણન હોય છે. અનેક પ્રશસ્તિઓ સ્થાપત્ય અંગેની છે, તેમાં સ્થાપત્યના નિર્માતા યા દાતાઓ વૃત્તાંત આપવામાં આવ્યો હોય છે. જો નિર્માતા યા દાતા તત્કાલીન રાજા ન હોય તો તે પ્રશસ્તિમાં તત્કાલીન રાજા વિશે કાંઈને કાંઈ ઉલ્લેખ કરવામાં આવે છે, પછી દાનનું ઉલ્લેખ કરવામાં આવે છે અને પછી શેના માટે અને શી શરતોથી દાન કરવામાં આવ્યું છે અને પછી શેના માટે અને શી શરતોથી દાન કરવામાં આવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓમાં નિર્માતા શિલ્પીનું, પ્રતિષ્ઠા કરાવનાર ગુરુનું, પ્રશસ્તિના રચનાર કવિનું, તામ્ર યા શિલા ઉપર લખનાર લેખકનું અને તેને ઉત્કીર્ણ કરનાર, ત્વષ્ટાનું નામ આપવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓ (શિલાલેખો અને તામ્રલેખો)ની જેમ જ ગ્રંથપ્રશસ્તિઓ યા સ્વતંત્ર કાવ્યાત્મક પ્રશસ્તિઓ મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય છે–ફેર માત્ર એટલો જ છે કે આ પ્રશસ્તિઓ અલ્પસ્થાયી કાગળ કે તાડપત્ર ઉપર લખાયેલી મળે છે, જ્યારે સ્થાપત્યપ્રશસ્તિઓ દીર્થસ્થાયી પાષાણ કે ધાતુ ઉપર ઉત્કીર્ણ મળે છે. જ્યાં સુધી ઐતિહાસિક દષ્ટિએ રચના અને વિવરણની વાત છે ત્યાં સુધી બંને એક સમાન છે. [જૈ. સા. બુ. ઈ. ભા. ૬ ગુ. આવૃત્તિ-પૃષ્ઠ ૪૩પથી ૪૩૭] sukar-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 269