________________
- જેણે પોતાના માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેના પુણ્યાર્જન માટે અને સત્
શ્રદ્ધાનું વ્રજ વિકસાવવા માટે આખી પૃથ્વીને ધર્મસ્થાનોની હારથી વિંટળાયેલી કરી. વસ્તુપાલ-તેજપાલની કીર્તિ -
ચૌલુક્યવંશના પરવર્તી રાજા દ્વિતીય ભીમના સમયના ગુજરાતનો ઇતિહાસ પ્રમાણમાં સૌથી વધુ વિગતવાળો અને વધુ વિશ્વસનીય સાધનસામગ્રી (સાહિત્યિક, પુરાતત્ત્વીય)વાળો છે તેનું કારણ તે સમયમાં થયેલા ચાણક્યના અવતાર જેવા ગુજરાતના બે મહાન અને અદ્વિતીય બંધુમંત્રી વસ્તુપાલ-તેજપાલ હતા. આ બંને ભાઈઓના શૌર્ય, ચાતુર્ય અને ઔદાર્ય આદિ અનેક અદ્ભુત ગુણોને લઈને તેમના સમકાલીન ગુજરાતના પ્રતિભાસંપન્ન આચાર્યભગવંતો, પંડિતો અને કવિઓએ તેમની કીર્તિને અમર ફરવા માટે જેટલાં કાવ્ય, પ્રબંધ અને પ્રશસ્તિઓ વગેરેની રચના કરી છે તેટલા ભારતમાં બીજા કોઈપણ રાજપુરુષ માટે રચાયાં નથી. સુકતકીર્તિકલ્લોલિન્યાદિવસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ ગ્રંથપરિચય :
વસ્તુપાલ-તેજપાલ વિશેની નાની મોટી અનેક પ્રકારની પ્રશસ્તિઓ મળે છે. પ્રસ્તુત
૨. પ્રશસ્તિનો અર્થ થાય છે ગુણકીર્તન, સંસ્કૃત સાહિત્યનો આ એક ઘણો રોચક પ્રકાર છે.
આલંકારિક શૈલીના કાવ્યરૂપમાં રચાતી હોવા છતાં પણ પ્રશસ્તિઓનો વિષય ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ જ હોય છે, તેથી પ્રશસ્તિઓ અતીતના ઇતિહાસના સંયોજનમાં ઘણી સામગ્રી પૂરી પાડે છે. વૈદિક સાહિત્ય અંતર્ગત બ્રાહ્મણો અને ઉપનિષદોમાં ‘ગાથાનારાશંસી” અર્થાત્ પ્રસિદ્ધ વીર વ્યક્તિઓની પ્રશંસાના ગીતોનો બહુ વાર ઉલ્લેખ મળે છે. આ ગીતો ઋગ્વદની દાન સ્તુતિઓ અને અથર્વવેદના અનેક સૂક્તો સાથે સંબંદ્ધ છે અને પશ્ચાત્કાલીન વીરગાથાઓમાં વર્ણવાયેલી શૌર્ય ઘટનાઓનું પ્રાગુરૂપ પણ છે. તેમનો વિષય યોદ્ધાઓ અને નરેશોનાં ગૌરવમય કાર્યોનું વર્ણન છે. કાલાંતરે આ જ ગાથાઓ કોઈ એક વ્યક્તિવિશેષ અથવા ઘટનાવિશેષને લઈને બહુ મોટા મહાકાવ્યોમાં વિકાસ પામી.
પછીના સમયમાં ગુપ્તયુગની આસપાસ આ પ્રશસ્તિઓ આપણને ઉત્કીર્ણ લેખોના રૂપમાં તથા સ્વતંત્ર ગુણવચનના રૂપમાં મળે છે. સમુદ્રગુપ્ત વિશેની હરિણપ્રશસ્તિ અલ્હાબાદના એક સ્તંભ ઉપર મળી છે. સ્કંદગુપ્તનો ગિરનારશિલાલેખ અને મંદસોરના સૂર્યમંદિરની વત્સભટ્ટપ્રશસ્તિ પણ આ પ્રકારની છે. સિદ્ધસેનદિવાકરકૃત ગુણવચનદ્ધાત્રિશિકા ઉત્કીર્ણ લેખ ન હોવા છતાં પણ આ પ્રકારની પ્રશસ્તિ છે. તેમાં ચન્દ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનું ગુણકીર્તન કર્યું છે. ઉત્તરકાલે મંદિરો, મૂર્તિઓ વગરે સ્થાપત્યોની સ્મૃતિના રૂપમાં અનેક પ્રકારની પ્રશસ્તિઓ લખવાની પરંપરા ચાલુ થઈ આગળ ચાલી. જૈન મનીષીઓ પણ આ બાબતમાં પાછળ ન રહ્યા. દક્ષિણભારત, ગુજરાત, રાજસ્થાન તથા મધ્યભારતમાં જૈનવિદ્વાનોએ એક વિશિષ્ટ પ્રકારની પ્રશસ્તિઓ પણ લખી, તે પ્રશસ્તિઓને ગ્રંથપ્રશસ્તિ અર્થાત્ પુસ્તકની
sukar-t.pm5 2nd proof