Book Title: Uttaradhyayan Sutra Commentary Author(s): Chandraguptasuri Publisher: Lakshmiben Mangaldas Ghadiyal View full book textPage 2
________________ આ પુસ્તક : ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નાં પ્રવચનો * પ્રથમ આવૃત્તિ * નકલ : ૧૦૦૦ * વિ.સં. ૨૦૬૮ * પ્રાપ્તિસ્થાન : * મુકુંદભાઇ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૭. * પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૯૭. ♦ જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ’ છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩. * તનીલ એ. વોરા ૪૭૪, કૃષ્ણકુંજ, જુના પુલગેટ પાસે, ૨૩૯૨૯૩, જનરલથીમૈયા રોડ, પૂના-૪૧૧ ૦૦૧. આર્થિક સહકાર : સ્વ. શ્રીમતી લક્ષ્મીબેન મંગળદાસ ઘડિયાળી તથા સ્વ. મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી (વિજાપુર-ઉ.ગુ.) ના આત્મશ્રેયોડર્થે... * મુદ્રકઃ Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. * (M) 98253 47620 * PH. (O) (079) 22172271 પ્રકાશકીય અનંતોપકારીશ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા અમારા અનન્યોપકારી વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજ્યપાદ પરમસમતાનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય અમરગુપ્ત સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્ત સૂ.મ.સા. આદિ ગત વર્ષે ‘મુંબઇ - ચંદનબાલા’ ના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. તેઓશ્રીએ ચાતુર્માસ દરમ્યાન ‘યોગશતક' ગ્રંથને અનુલક્ષી દરરોજ સવારે વાચના ફરમાવી હતી. તેના સારભૂત અવતરણોનું પ્રકાશન આ પૂર્વે કર્યું છે. હવે દરરોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ સુધી નિયમિતપણે ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ને અનુલક્ષી ફરમાવેલાં પ્રવચનોના સારભૂત અવતરણોનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’ ના નામથી આપણે સૌ પરિચિત છીએ. એના આધારે પૂજ્યશ્રીએ ફરમાવેલાં પ્રવચનોના પુણ્ય શ્રવણનો જેમને અવસર પ્રાપ્ત થયો તેઓ સૌ ખરેખર જ લઘુકર્મી આત્માઓ છે. સ્વ.પૂ. પરમારાધ્યપાદશ્રીએ ફરમાવેલ કે આ સૂત્રના સ્વાધ્યાયથી વિષયકષાયની પરિણતિ દૂર થાય છે. ગમે તેટલા કષાયથી સંતપ્ત આત્માઓ આ સૂત્રની ૧૦-૧૫ ગાથાઓનો સ્વાધ્યાય કરે તો તેઓ પોતાના કષાયના તાપને દૂર કરી શાંતરસનો અનુભવ કરવા સમર્થ બને છે. સૂત્રના પ્રત્યેક અક્ષરમાં એ એક અદ્ભુત સામર્થ્ય છે. આવા સૂત્રના પરમાર્થને પામવાનો યોગ આત્માની લઘુકર્મિતા વિના શક્ય બનતો નથી. આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીસ અધ્યયનોમાંથી માત્ર પ્રથમ ત્રણ અધ્યયનોનાં પ્રવચનોના સારભૂત અવતરણોનું જ આ પુસ્તકથી પ્રકાશન થયું છે. સૂત્ર, તેનો વિષય અને પૂ.આ.ભ.શ્રીના તેના પ્રવચનો અંગેનો વાસ્તવિક ખ્યાલ તો પુસ્તકના વાંચન-મનનથી જ આવશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 222