Book Title: Upasana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ઉપાસના ૦ ૦૦૧ હોય છે. ઉપર જણાવેલા અનેક દેવોની તથા દેવીઓની ઉપાસના કરવાનું કામ સરસ છે, લગીરે ખોટું અથવા અનુચિત નથી. પણ જેમ સ્વામીની ઉપાસના કરનારો, વિદ્યાની ઉપાસના કરનારો અને ધનની ઉપાસના કરનારો પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજે છે અને એમ સમજીને બરાબર નિષ્ઠાથી અને પ્રમાણિકતા સાથે ઉપાસના કરે તો જ લાભ મેળવે છે, તેમ આ દેવ અને દેવીઓની ઉપાસના વિશે પણ બરાબર સમજવાનું છે. પહેલાં તો એ ઉપાસકો તે તે દેવોની કે દેવીઓની ઉપાસના તેમની કુલપરંપરામાં ઊતરી આવેલી હોવાથી પોતે તે ચલાવે છે એમ તેઓ સમજે છે અને તે અંગે પોતાનો શું ઉદ્દેશ છે તે વિશે સ્પષ્ટ ભાન કે સમજણ તેમને હોતી નથી, એ વસ્તુ વિશેષ વિચારવા જેવી છે. કોઈ પણ પ્રવૃત્તિ દુન્યવી હોય યા આધ્યાત્મિક હોય, તે શરૂ કરતા પહેલાં દરેક પ્રવૃત્તિ કરનારે પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજવો એ જરૂરનું છે. એમ નહીં કરવામાં આવે તો તે ઉપાસના માત્ર સાદા ફેરા જેવી જ રહેવાની છે. તેમાંથી કોઈ જાતની પ્રેરણા મળવાનો સંભવ નથી. એથી જીવનની પ્રક્રિયામાં કશો જ ફેર પડવાનો નથી. આને પરિણામે એવી ઉદ્દેશ્યહીન ઉપાસના કશું જ ફળ આપવા સમર્થ નથી, એટલું જ નહીં પણ એવી આધળી ઉપાસના ઘણી વાર અનર્થ પણ પેદા કરે છે અને મનુષ્ય જીવનની બરબાદીનું કારણ અથવા નાસ્તિકવૃત્તિનું કારણ બની જાય છે. જ્યાં સુધી માણસ બાળક હોય, ઢીંગલા-ઢીંગલીની રમતો કરતો હોય, અને જ્યાં સુધી કોઈ જાતની વ્યાવહારિક બુદ્ધિનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તો એવી આંધળી અથવા નિર્દેશ ઉપાસના ભલે ચાલતી રહે અને એ રીતે એ ક્ષમ્ય પણ ગણાય. પરંતુ જ્યારે મનુષ્ય કાર્ય-અકાર્ય સમજવાની વયે પહોંચે, પોતાની બીજી બધી પ્રવૃત્તિઓની સાધનાના ઉદ્દેશો નક્કી કરી શકવા જેટલી બુદ્ધિ ધરાવે અને મોટાં મોટાં સાહસો કરી મોટા મોટા લાભો-પ્રતિષ્ઠા મેળવવા સુધીની શક્તિ ધરાવતો થાય, ત્યારે પણ તે તે દેવ-દેવીઓની આંધળી ઉપાસના જ ચાલુ રાખે અને કોઈ જાતના ઉદ્દેશ વિશે પોતાનો નિર્ણય નક્કી ન કરે, તો તે પોતાની જાતને ઠગતો હોય છે અથવા ધાર્મિકતાનો ડોળ કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તે ગમે તે ઉત્તમોત્તમ મનાતા દેવની ઉપાસના કરતો હોય તો પણ તેનો લાભ તેને જીવનમાં કે જીવન પછી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8