Book Title: Upasana Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ ઉપાસના ૦ ૧૯૯ ચોરી કરતો નથી અને બરાબર તનમન દઈને કામ કરે છે તે અલ્પકાળમાં જ ધાર્યા કરતાં સારો લાભ મેળવે છે, એ આજે પણ અનુભવસિદ્ધ હકીકત છે. આ રીતે વર્તનાર નોકરની બુદ્ધિ પણ વિકસિત થાય છે અને તે જોખમી કામને પણ બરાબર પહોંચી વળે છે. પરિણામે તે વખત જતાં નોકર મટીને શેઠની પદવીએ પહોંચે છે. જે વિદ્યાર્થી વિદ્યાની ઉપાસના કરવા પ્રવૃત્તિ કરે છે તે નિશાળે કે કૉલેજમાં જાય તેટલું બસ નથી, તેની પાસે સારાં ઘણાં પાઠ્યપુસ્તકો હોય તે પણ પૂરતું નથી, તેની પાસે ઇંડીપેન વગેરે પણ સાધનો પ્રમાણમાં વધારે હોય તે પણ પર્યાપ્ત નથી. જો તેનું મન વિઘા તરફ અભિરુચિવાળું ન હોય, અધ્યાપક તરફ વિનયયુક્ત વર્તનવાળું ન હોય અને શીખવાના વિષયને બરાબર સમજવાની તૈયારીવાળું તેનું મન એકાગ્ર ન જ થાય. જ્યારે જે વિદ્યાર્થીનું મન વિદ્યાથી થતા લાભને બરાબર સમજતું હોય, વિનયવૃત્તિ તેનામાં હોય અને શીખવાના વિષયને સ્થિર ચિત્તે સમજી તે અંગે મનનચિંતન કરવાની તેની માનસિક તૈયારી હોય તો કોઈ પણ વિષયનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી તે વિષયનો ઉત્તમ નિષ્ણાત થઈ શકે છે. તે વિષય અંગે વિવેચન કરવાની, પ્રબંધો લખવાની તથા બીજાને પ્રયોગો કરીને સમજ આપવાની શક્તિ તેનામાં સચોટ આવી જાય છે. અને આવો વિદ્યાર્થી ઉત્તમ રીતે વિદ્યાના લાભ ઉપરાંત સંસ્કારિતાને પણ પામે છે, કેળવાયેલ બને છે. એટલે વિદ્યાની ઉપાસના કરવા ગયા પહેલાં તેની જે ચિત્તની વા શરીરની વા સામર્થ્યની અવસ્થા હતી, તે વિદ્યા મેળવ્યા પછી અર્થાત્ ઉક્ત રીતે વિદ્યાની ઉપાસના કર્યા પછી ઘણી જ તેજસ્વી, ઓજસ્વી અને પ્રતાપશાળી બની જાય છે અને આ જાતના વિદ્યાર્થીને વ્યક્તિત્વ ઉપરાંત પ્રતિષ્ઠાનો લાભ થાય છે અને આનુષંગિક રીતે ધનનો લાભ પણ તેને મળે છે. ધન માટે તેને ફાંફાં મારવાં પડતાં નથી, પણ લક્ષ્મી તેને શોધતી આવે છે. હવે આપણે ધનોપાસના, ધર્મોપાસના અથવા ઈશ્વરોપાસના વિશે વિચારીએ. એવાં સેંકડો ઉદાહરણો મળી શકે એમ છે કે જેઓ કેવળ દોરીલોટો લઈને બીજે સ્થળે ધનોપાસના માટે ગયેલા, તેઓ ખરેખર સમૃદ્ધ બનેલા છે. એમાં અપ્રમાણિકપણે વર્તનારા પણ હશે; પરંતુ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા પ્રમાણે વર્તનારા પણ સમૃદ્ધ બનેલા છે એની કોઈ ના નહીં કહી શકે. એવા માણસને મેં નજરે જોયેલ છે કે જે એક સમય મિલમાં પટાવાળાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8