Book Title: Upasana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૦૨ - સંગીતિ કશો જ મળવાનો નથી એ હકીક્ત નિશ્ચિત છે. પેલી ત્રણ ઉપાસનાઓમાં તો જેમની જેમની ઉપાસના કરવાની છે તે આપણને પ્રત્યક્ષ છે, તેનાં સાધનો નજર ઉપર છે, એ સાધનાની-ઉપાસનાની પ્રક્રિયા આપણને લાભ થાય એ દૃષ્ટિએ આપણે યોજી શકવા વિચાર કરી શકીએ છીએ અને ધાર્યો લાભ ન થાય તો પ્રક્રિયામાં કોઈ ભૂલ હોવી જોઈએ એવો વિચાર કરીને જાગૃતિ સાથે પ્રક્રિયાને બદલી શકીએ છીએ. એ ત્રણે ઉપાસનામાં આપણો હેતુ તદ્દન સ્પષ્ટ હોય છે એથી જ આમ બની શકે છે. જયારે આપણે અમુક અમુક દેવ-દેવીઓની ઉપાસના કરીએ છીએ, ત્યારે એ દેવોમાંની કોઈ વ્યક્તિ આપણને પ્રત્યક્ષ નથી; એટલું જ નહીં, પણ કેટલાંક દેવ-દેવીઓ પૌરાણિક છે. જેઓ ઈશ્વરને વિયંભર, જગનિયંતા માનનારા છે, તેઓ ઈશ્વરને નિરાકાર અને સર્વવ્યાપક માને છે. આવો ઈશ્વર તો સર્વત્ર છે, એટલે એની ઉપાસના સામાન્ય મતિવાળા કેમ કરીને કરી શકે ? જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ પરિમાણ નથી તેની ઉપાસના કરવાનું ભારે અશક્ય છે. એટલે અનુભવી જ્ઞાની આચાર્યોએ તે ઈશ્વરનાં અમુક સ્ફલિંગો કપ્યાં અને તેમનાં નામ રામ, કૃષ્ણ, હનુમાન, ભદ્રકાળી, અંબાજી વગેરે રાખ્યાં; એટલું જ નહિ, એ સુલિંગોનાં માનવ જેવાં જીવનચરિત્રો પણ આપણી સામે રજૂ કર્યા, અને નિરાકાર નિરંજન વ્યાપક એવા ઈશ્વરની ઉપાસનાનો માર્ગ આપણા જેવા પૃથક્કરણ ન કરી શકે તેવી પ્રવાહપતિત વૃત્તિવાળાઓ માટે ઘણો જ સરળ કરી આપ્યો. જેમનાં અંતરચક્ષુ ખીલેલ છે, પૃથક્કરણશક્તિ જાગ્રત છે અને જેઓ જગતને જ ઈશ્વરનું રૂપ સમજી શકે છે, તેમને માટે મંદિરો કે મૂર્તિઓની અપેક્ષા ઓછી છે. તેઓ તો એક પુષ્પ જોઈને ઈશ્વરને સમજી શકે છે, ભર ઉનાળામાં લીલાંછમ જેવાં અને પુષ્પોથી લચી રહેલાં વૃક્ષોને જોઈને ઈશ્વરને સમજી શકે છે. માણસને જોઈને, પશુને જોઈને, ગંગાને, હિમાલયને, જ્વાળામુખીને અને ધરતીકંપ વગેરેને જોઈને ઈશ્વરનું સાંનિધ્ય અનુભવી શકે છે. પણ જેઓ આવા નથી અને ઉપર જણાવ્યા તેવા પ્રવાહપતિત પરંપરાને અનુસરનારા છે છતાં વ્યવહાર બુદ્ધિવાળાં છે, સારાસારને સમજી શકનારા છે, તેમને માટે ઉક્ત સ્ફલિંગોની કલ્પના અને તે કલ્પના દ્વારા તેમની અમુક આકારની મૂર્તિઓ સ્થાપિત કરી નિરાકાર નિરંજન ઈશ્વરની ઉપાસનાનો માર્ગ લોકહિતૈષી ઋષિમુનિઓએ ઘણો જ સરળ કરી આપેલ છે. ઉક્ત દેવોમાં કેટલાક ઐતિહાસિક છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8