Book Title: Upasana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ઉપાસના - ૨૦૩ તેઓ રામ, કૃષ્ણ, હનુમાન જેવા માનવરૂપે ઇતિહાસકાળમાં થઈ ગયા. તેમના જીવન અનુસાર આકારોને કલ્પી તેમની મૂર્તિઓ સ્થાપી તેમની ઉપાસનાનો માર્ગ પણ તે તે આચાર્યોએ સરળ કરી આપ્યો. જેમ ઈશ્વર નિરાકાર છે, તેથી તેની ઉપાસના કેમ થઈ શકે, એ એક પ્રશ્ન હતો, તેમ બુદ્ધ વગેરે અત્યારે તો નિરાકાર જ છે, અને આપણી સામે વિદ્યમાન નથી, તેથી તેમની ઉપાસના પણ કેમ કરીને કરવી એ અંગે પણ પ્રશ્ન જ હતો. આ બંને પ્રશ્નોનો ખુલાસો આપણા પૂર્વપુરુષોએ કરી આપેલ છે. આનું નામ સગુણોપાસના કહેવાય. હનુમાન બ્રહ્મચારી હતા, અસાધારણ વિનયી હતા. ભક્ત હતા, વજ જેવી કાયાવાળા હતા, અભિમાન વગરના હતા. જેઓ હનુમાનની ઉપાસના કરનારા છે તેમના મનમાં હનુમાનના પવિત્ર જીવનનો, તેમની ભક્તિયુક્ત વૃત્તિનો, તેમના અખંડ બ્રહ્મચર્યનો અને તેમની બજરંગતાનો એટલે વજાંગતા અર્થાત્ વજ જેવી કાયાનો ખ્યાલ સતત રહેવો જોઈએ. આવા ખ્યાલવાળો હનુમાનનો ઉપાસક માયકાંગલો, બીકણ, પવિત્રતારહિત, ભક્તવૃત્તિ વિનાનો કેમ કરીને રહી શકે? બેત્રણ કલાક સિનેમા જોનારના મન ઉપર તેની છાપ રહેતી હોય તો નિરંતર હનુમંત ભગવાન પાસે જનારાના મન ઉપર તેમના જીવનની, તેમના વ્યવહારની અને તેમની પવિત્રતાની છાપ કેમ ન બેસે ? ઉપાસના એટલે પાસે બેસવાની પ્રવૃત્તિ. જેઓ શ્રીહનુમંત પાસે નિયત બેસનારા છે તેમનું ચાલુ જીવન જરૂર પરિવર્તન પામવું જોઈએ. જો આમ ન થાય અને જેવું ઘરેડમાં છે એવું જ જીવન ચાલતું રહે તો પછી ઉપાસના અને અનુપાસનામાં ફેર ક્યાં રહ્યો ? ઉપાસના એક પ્રકારનો સત્સંગ છે. નિરંતર સત્સંગ થતો હોય, છતાં તેની છાપ આપણા મનમાં ન ઊપસે, તેમ આપણા શરીર દ્વારા તેનું આચરણ ન થાય તો સમજવું કે આ ઉપાસનાના આપણા ઉદ્દેશમાં કયાંક ભૂલ છે અથવા ઉપાસનાની પ્રક્રિયામાં ક્યાંક ભૂલ છે અથવા ઉપાસના માટે જે માહિતી મેળવવી જોઈએ તે મેળવી શકાઈ નથી, તેમ માનસિક અને શારીરિક તૈયારી થઈ શકી નથી. બાકી, જેઓ શ્રીહનુમંતની, શ્રીરામચંદ્રની, શ્રીકૃષ્ણની કે બુદ્ધ વગેરેની ઉપાસના કરનારા છે તેઓ બળવંત, પિતૃભક્ત, ભ્રાતૃસ્નેહી, કોઈ જાતની લાલચ વિના સત્કર્મ કરનારા અને પોતાના અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે ઉપર વિજય મેળવનારા બનવા જોઈએ. ભલે ધીરે ધીરે તેઓ પોતાના ઉપાસ્ય જેવા બને, પણ પ્રત્યક્ષ જીવનમાં એક એવી સ્થિતિ જરૂર આવી જવી જોઈએ કે તેઓ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8