Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ પચીસ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં કહે છે : પંચવીસ પચવીસી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે; મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગિ ઉછાહી રે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ નવપદની પૂજા માં આ પચીસ પચીસનો નિર્દેશ કરતાં કહે છે ધરે પંચને વર્ગ વર્ગિત ગુણૌઘા' અહીં એમણે ગણિતશાસ્ત્રીના પારિભાષિક શબ્દો વાપર્યા છે. પાંચનો વર્ગ એટલે ૫ x ૫ = ૨૫. વર્ગને ફરી વર્ગિત કરવામાં આવે એટલે ૨૫ x ૨૫ = ૬૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે. આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫ X ૨૫ એટલે કુલ ૬૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬ર૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય, તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે બતાવામાં આવ્યા છે તેને બદલે તેના પેટાભેદોને સ્વતંત્ર ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય. સંસ્કૃત શબ્દ ઉપાધ્યાય ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં વિઝાય શબ્દ આવ્યો છે. અધ્યાપન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ય, પાળે, ઓઝા, ઝા, જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચપરમેષ્ઠિ ગીતા માં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે : ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકર્મા, કૃતવૃદ્ધા; શિક્ષક, દીક્ષક, થવિર, થરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિછક, જિતપરિશ્રમ, વૃતમાલ. સાધારી, વિદિત-પદવિભાગ, કુત્તિયાવણ, વિગત પરાગ; અપ્રમાદી, સદા નિર્વિવાદી, અયાનંદ, આતમપ્રમાદી. આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિતંક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલોક પારિભાષિક ભેદ રહેલો છે. ઉપાધ્યાય-પદની મહત્તા Jain Education International ૧૪૭ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19