Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 6
________________ 0 ઈન્દ્રિયનિરોધ ૫ પ્રકારનો પ્રતિલેખના ૨૫ પ્રકારની ગુપ્તિ ૩ પ્રકારની અભિગ્રહ ૪ પ્રકારના ૭૦ પ્રકાર ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયાર અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ આ પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ શ્રી જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ' માં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ : અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભાણી ભાગાવે જેહરે; ગુણ પણવીસ અલંક્ય, દૃષ્ટિવાદ અરથ ગેહ રે. અથવા અંગ ઈગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગ રે. ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે. વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે : बारसंग विउबुध्धा करण चरण जुओ। पन्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे॥ (બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુકત, પ્રભાવના તથા યોગથી યુકત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું.). બાર અંગના બાર ગુણ, એક ગુણ કરણસિત્તરીને, એક ગુણ ચરણચિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ તથા મન, વચન અને કાયા એ ત્રણના યોગના ત્રણ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે. ૧૪૬ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19